1. The Congress and Its Officials
કોંગ્રેસ અને તેના કારભારીઓ · Is India ready for self-rule? The Editor defends the National Congress and its founders against the Reader’s impatience.
Preface
આ વિષય ઉપર મેં વીસ પ્રકરણ લખ્યાં છે, તે વાંચનાર આગળ મૂકવાની હિંમત કરું છું.
જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.
I have written twenty chapters on this subject, and I venture to place them before the reader.
I wrote only when I could no longer hold back. I have read a great deal and thought a great deal. Besides, during the four months I spent in England with the Transvaal deputation, I talked these ideas over with as many Indians as I could, and I met as many Englishmen as I could. I took it to be my duty to place before the reader the views that seemed to me final.
'ઈન્ડિયન ઓપિનિયન'ના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા. તેથી મને લાગ્યું કે જે વિચારો મેં આમ ખાનગીમાં બતાવ્યા તે મારે જાહેરમાં મૂકવા એ દોષિત નહીં ગણાય.
Indian Opinion has about eight hundred Gujarati subscribers. I have found that for every subscriber at least ten people read the paper with interest. Those who do not know Gujarati get others to read it to them. These friends have asked me many questions about the condition of India. I was asked the same questions in England. So it seemed to me that it would not be wrong to make public the views I had been sharing like this in private.
જે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી. તે મારા છે, કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે. મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.
The views I have set out are mine, and they are not mine. They are mine because I hope to live by them; they have become, as it were, part of my soul. They are not mine because I did not think them up on my own; they took shape after I had read certain books. What I had been glimpsing deep down in my mind, those books confirmed.
જે વિચારો વાંચનાર પાસે રજુ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી. પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માંગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તક જોઈ શકશે. જ્યારે મને અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈ કંઈ વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે.
That the views I am putting before the reader are held by many Indians in India who have not been carried away by the craze for civilization hardly needs proving. But I want to impress on the reader’s mind, with evidence of my own, that the same views are held by thousands of people in Europe. Anyone who wants to look into this, and has the leisure, can look at those books. When I have the leisure myself, I hope to put some passages from them before the reader.
'ઇન્ડિયન ઓપિનિયન'ના વાંચનાર અથવા બીજાના મનમાં મારું લખાણ વાંચીને જે વિચારો આવે તે તેઓ જણાવશે તો આભારી થઈશ.
ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો, ને સત્ય શોધવાનો, ને તે પ્રમાણે વર્તવાનો છે. એટલે મને મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો આગ્રહ નથી. જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે.
સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે.
મોહનદાસ કરમચંદ ગાંધી
ક્લિડૉનન કૅસલ,
૨૨-૧૧-૧૯૦૯
I shall be grateful if readers of Indian Opinion, or anyone else, will tell me what thoughts my writing raises in their minds.
My only aim is to serve my country, to seek the truth and to act on it. So if my views prove wrong, I have no wish to cling to them. If they prove right, I shall naturally hope, for the country’s good, that others will act on them too.
For simplicity’s sake I have put the writing in the form of a dialogue between a Reader and an Editor.
Mohandas Karamchand Gandhi
Kildonan Castle,
22-11-1909
1. The Congress and Its Officials
Readerહાલ હિંદુસ્તાનમાં સ્વરાજનો પવન ચાલી રહ્યો છે. સહુ હિંદી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં પણ તેવી જ જાતનો જુસ્સો ચાલી રહ્યો છે. હિંદીને હકો મેળવવાની ભારે હામ થઈ જોવામાં આવે છે. આ બાબત તમારા વિચાર જણાવશો?
ReaderA wind of swaraj is blowing through India just now. All Indians seem to long to be free. The same kind of fervor is at work in South Africa too. Indians seem to have found great courage to win their rights. Will you tell me what you think about this?
Editorતમે સવાલ ઠીક પૂછ્યો છે, પણ જવાબ દેવો એ સહેલી વાત નથી. છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે; બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે; ને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઇ બતાવવી. તમારા સવાલનો જવાબ આપવામાં આ ત્રણે કામ સાથે આવી જાય છે. લોકલાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે. નહીં હોય તેથી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે, ને ખામી હશે તે વખોડવી પડશે. છતાં તમે સવાલ પૂછ્યો એટલે તેનો જવાબ આપવાની મારી ફરજ છે એમ જણાય છે.
EditorYour question is a fair one, but it is not easy to answer. One task of a newspaper is to learn what people feel and give it expression; a second is to arouse in people certain feelings that are needed; and a third is to point out their faults fearlessly, however much trouble that brings. Answering your question brings in all three tasks at once. I shall have to state public feeling to some extent; I shall have to try to arouse what is not there; and I shall have to condemn what is lacking. Still, since you have asked the question, I feel it is my duty to answer it.
Readerસ્વરાજની લાગણી હિંદમાં ઉત્પન્ન થયેલી તમે જુઓ છો ખરા?
ReaderDo you really see a desire for swaraj arising in India?
Editorએ તો જ્યારે નેશનલ કૉંગ્રેસ સ્થપાઇ ત્યારથી જોવામાં આવી છે. 'નેશનલ'નો અર્થ જ તે વિચાર જણાવે છે.
EditorThat has been visible ever since the National Congress was founded. The very meaning of the word “National” expresses that idea.
Readerઆ વાત તો તમે ઠીક કરી લાગતી નથી. કૉંગ્રેસને તો અત્યારે જુવાનિયા હિંદી ગણકારતા નથી, અને તેને તો અંગ્રેજી રાજ્ય નિભાવવાનું હથિયાર તેઓ ગણે છે.
ReaderI don’t think you’re right about that. Young Indians today don’t take the Congress seriously at all; they regard it as a tool for keeping English rule going.
Editorજુવાનિયાનો આવો વિચાર બરોબર નથી. હિંદના દાદા દાદાભાઇએ જમીન તૈયાર ન કરી હોય તો જુવાનિયા આજે વાતો કરે છે તે પણ ન કરી શકત. મિ. હ્યુમે જે લખાણો લખ્યાં છે, જે ચાબખા આપણને માર્યા છે, અને જે જુસ્સાથી આપણને જગાડ્યા છે તે કેમ ભુલાય? સર વિલિયમ વેડરબર્ને પોતાનાં તન, મન અને ધન કૉંગ્રેસના હેતુ પાર પાડવા આપેલાં. તેમણે અંગ્રેજી રાજ્યને વિશે જે લખાણો લખ્યાં છે તે આજે પણ વાંચવાલાયક છે. પ્રોફેસર ગોખલેએ પ્રજાને તૈયાર કરવા ખાતર પોતાનાં ૨૦ વરસ ભિખારી સ્થિતિમાં રહી આપ્યાં છે. હાલ પણ તેઓ સાહેબ ગરીબાઈથી રહે છે. કૉંગ્રેસ મારફતે સ્વરાજનું બીજ રોપનાર મરહૂમ જસ્ટિસ બદરુદ્દીન પણ હતા. આ પ્રમાણે બંગાળા, મદ્રાસ, પંજાબ વગેરેમાં કૉંગ્રેસના અને હિંદના હિતચિંતક હિંદી તેમ જ ગોરા થઇ ગયા છે એ યાદ રાખવાનું છે.
EditorThe young men are wrong to think so. If Dadabhai, India’s grand old man, had not prepared the ground, the young men could not even talk as they do today. How can we forget what Mr. Hume wrote, the lashes he gave us, the fervor with which he roused us? Sir William Wedderburn gave body, mind and money to further the aims of the Congress. What he wrote about English rule is worth reading even today. Professor Gokhale gave twenty years of his life, living like a beggar, to prepare the people. Even now he lives in poverty. The late Justice Badruddin, too, helped sow the seed of swaraj through the Congress. In the same way, in Bengal, Madras, the Punjab and elsewhere, there have been Indians and white men alike who had the good of the Congress and of India at heart. That is something to remember.
Readerથોભો, થોભો. તમે બહુ આગળ ચાલી ગયા. મારો સવાલ કંઈ છે, ને તમે જવાબ કંઈ આપો છો. હું સ્વરાજની વાત કરું છું ને તમે તો પરરાજ્યની વાત કરો છો. મારે અંગ્રેજનું નામ ન ખપે, ને તમે અંગ્રેજોનાં નામ આપવા લાગ્યા. આ પ્રમાણે તો આપણું ગાડું પાટે ચડે તેમ જોતો નથી. મને તો સ્વરાજની જ વાતો કરો તો ગમે; બીજી ડાહી વાતોથી સંતોષ વળવાનો નથી.
ReaderWait, wait! You’ve gone much too far. My question is one thing and your answer is another. I’m talking about swaraj, and you’re talking about foreign rule. I don’t want so much as the name of an Englishman, and you start reeling off the names of Englishmen. At this rate I don’t see our cart ever getting on the track. I’d like it if you talked only about swaraj; other wise talk won’t satisfy me.
Editorતમે અધીરા થયા છો. મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય. તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઇએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે,' એ કહેવત યાદ રાખજો. તમે મને રોક્યો અને તમને હિંદના ઉપકારીની વાત સાંભળવી નથી ગમતી તે બતાવે છે કે હજુ તમારે સારુ તો સ્વરાજ છેટે છે. તમારા જેવા ઘણા હિંદી હોય તો આપણે આઘા જઇ પાછા પડીએ. આ વાત જરા વિચારવા જેવી છે.
EditorYou are impatient. I cannot put up with impatience. If you will keep quiet a little, you will get exactly what you want. Remember the proverb: “Mangoes don’t ripen in a hurry.” That you stopped me, and that you don’t like hearing about India’s benefactors, shows that for you, at any rate, swaraj is still a long way off. If there were many Indians like you, we would go a long way forward only to fall back. That is worth a little thought.
Readerએમ ગોળ ગોળ વાત કરીને તમે મારો સવાલ છે તે ઉડાવી દેવા માગો છો એમ મને લાગે છે. તમે હિંન્દુસ્તાનના ઉપકારી જેને ગણો તેને હું ન ગણું; પછી મારે કોના ઉપકારની વાત સાંભળવી રહી? હિંદના દાદા તમે જેને કહો છો તેણે શો ઉપકાર કર્યો? એ તો કહે છે કે અંગ્રેજ રાજ્યકર્તા ન્યાય આપશે ને તેની સાથે મળીને રહેવું.
ReaderIt seems to me you want to dodge my question by talking in circles like this. The people you count as India’s benefactors I don’t count as such; so whose good works am I supposed to listen to? What good did the man you call India’s grand old man ever do? All he says is that the English rulers will give us justice and that we should live in harmony with them.
Editorમારે તમને વિનયપૂર્વક કહેવું જોઇએ કે એ પુરુષને વિશે તમારે બેઅદબીથી બોલવું એ આપણને શરમાવા જેવું છે. તેમનાં કામ તરફ નજર કરો. તેમણે પોતાની જિંદગી હિંદને અર્પણ કરી છે. તેમની પાસેથી આપણે શીખ્યા. હિંદનું લોહી અંગ્રેજો ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે. આજે તેમને અંગ્રેજોની ઉપર વિશ્વાસ છે તેથી શું થયું? આપણે જુવાનીના આવેશમાં એક પગલું આગળ ભરીએ તો તેથી શું દાદાભાઇ ઓછા પૂજ્ય છે? તેથી શું આપણે વધારે જ્ઞાની થયા? જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથિયાંને પાટુ ન મારવી એ ડહાપણ છે; જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર નથી કરતા, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ.
EditorI must tell you, with all courtesy, that for you to speak disrespectfully of that man ought to make us ashamed. Look at his work. He has dedicated his life to India. We learned from him. It was the honored Dadabhai who taught us that the English have sucked India’s blood. What if he trusts the English today? If, in the ardor of youth, we take one step further, is Dadabhai any less worthy of reverence? Does that make us any wiser? It is wisdom not to kick away the step we have climbed by; remember that if we pull that step out, the whole ladder will fall. When we grow from childhood into youth, we do not despise our childhood; we recall those days with affection.
ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઇ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં; મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે. તેમ જ હિંદના દાદાને સારુ સમજવું ઘટે છે. તેમની પછાડી હિંદી પ્રજા છે એમ તો આપણે કહેવું જ પડશે.
If someone teaches me over many years of study, and on that foundation I come to know a little more, that will not make me wiser than my teacher; I must still give my teacher honor. That is how we ought to think of India’s grand old man. We have to admit that the Indian people stand behind him.
Readerઆ તમે ઠીક કહ્યું દાદાભાઇ સાહેબને માન આપવું એ તો સમજી શકાય તેવું છે. તેમનાં અને તેવા પુરુષોનાં કામ વિના આપણે આજનો જુસ્સો ન ભોગવત એ બરોબર જણાય છે. પણ તેવું પ્રોફેસર ગોખલેનું કેમ ગણાય? તે તો અંગ્રેજના બડા ભાઇબંધ થઇ બેઠા છે; તે તો કહે છે કે અંગ્રેજોની પાસે આપણે ઘણું શીખવાનું છે. તેઓની રાજનીતિથી વાકેફ થઈએ પછી સ્વરાજની વાત કરાય. તેઓ સાહેબનાં ભાષણોથી મને કંટાળો આવ્યો છે.
ReaderThat’s fair enough. Honoring Dadabhai is understandable. It seems right that without the work of men like him we would not have the fervor we have today. But how can the same be said of Professor Gokhale? He has set himself up as a great friend of the English; he says we have a lot to learn from them, and that only once we are versed in their statecraft can we talk of swaraj. I am sick of the gentleman’s speeches.
Editorતમને કંટાળો આવ્યો છે તે તમારી ઉતાવળી પ્રકૃતિ બતાવે છે. પણ જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે એમ આપણે માનીએ છીએ, તેમ જ પ્રોફેસર ગોખલેનું સમજવાનું છે. પ્રોફેસર ગોખલે આપણી સાથે નહીં દોડે તેથી શું થયું? સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઇ પડવાના. સ્વરાજ એ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છ્રૂંખલ માણસો. વળી જૂઓ, પ્રોફેસર ગોખલેએ જે વેળા પોતાનો ભોગ હિંદી કેળવણી ખાતર આપ્યો ત્યારે એવા કેટલા હિંદી હતા? હું તો ખાસ માનું છું કે પ્રોફેસર ગોખલે જે કંઇ કરે તે શુધ્ધ ભાવથી ને હિંદુસ્તાનનું હિત માનીને કરે છે.
EditorThat you are sick of them shows how hasty your nature is. We consider that young people who are bored by their parents’ calm temper, and get angry when their parents will not run along with them, are being disrespectful to their parents; and that is how we must think about Professor Gokhale. What if Professor Gokhale will not run along with us? A people that wants to enjoy swaraj cannot despise its elders. Once we lose the habit of respect, we shall be good for nothing. Swaraj is for mature people to enjoy, not for the unruly. And look: when Professor Gokhale sacrificed himself for Indian education, how many Indians were there like him? I firmly believe that whatever Professor Gokhale does, he does with pure motives and in the belief that it is good for India.
જો હિંદને સારુ પોતાનો જાન આપવો પડે તો આપી દે એવી તેમનામાં હિંદની ભક્તિ છે. તે જે કહે છે તે કોઇની ખુશામત કરવાને સારુ નહીં, પણ ખરું માનીને. એટલે તેમના પ્રત્યે આપણા મનમાં પૂજ્યભાવ હોવો જોઇએ.
His devotion to India is such that if he had to give his life for it, he would. What he says, he says not to flatter anyone but because he believes it to be true. So we ought to hold him in reverence.
Readerત્યારે શું તેઓ સાહેબ જે કહે છે તે પ્રમાણે આપણે પણ કરવું?
ReaderThen are we to do as he says, too?
Editorહું એવું કશું કહેતો નથી. આપણે શુદ્ધ બુદ્ધિથી જુદો વિચાર ધરાવીએ તો તે વિચાર પ્રમાણે ચાલવાની પ્રોફેસર સાહેબ પોતે જ આપણને સલાહ આપશે. આપણું મુખ્ય કામ તો એ છે કે, આપણે તેમના કામને વખોડવું નહીં; તે આપણા કરતાં મહાન છે એમ માનવું. તેમના પ્રમાણમાં આપણે હિંદને સારું કંઈ જ નથી કર્યું એવી ખાતરી રાખવી, તેમને વિશે કેટલાંક છાપાં તોછડું લખે તે વખોડી કાઢવું, ને પ્રોફેસર ગોખલે જેવાને આપણે સ્વરાજના સ્તંભ ગણવા. તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે.
EditorI say nothing of the kind. If in good conscience we hold a different view, the Professor himself will advise us to act on it. Our main task is not to run down his work, and to recognize that he is greater than we are. We should be sure that, compared with him, we have done nothing at all for India; we should condemn the rude things certain newspapers write about him; and we should regard men like Professor Gokhale as pillars of swaraj. To take it for granted that his views are wrong and ours alone are right, and that whoever does not act on our views is an enemy of the country, is a bad frame of mind.
Readerમને હવે તમે કહો છો તે કંઇક સમજાય છે. છતાં મારે એ બાબત વિચાર કરવો પડશે. પણ મિ. હ્યુમ, સર વિલિયમ વેડરબર્ન વગેરેનું જે તમે કહ્યું એ તો હદ વળી.
ReaderI begin to see something of what you’re saying. Still, I shall have to think it over. But what you said about Mr. Hume, Sir William Wedderburn and the rest really is the limit.
The English as allies
The Editor says not every Englishman is bad and that justice toward the English brings swaraj nearer.
Editorજે નિયમ હિંદીને વિશે છે તે જ અંગ્રેજને વિશે પણ જાણવાનો છે. અંગ્રેજમાત્ર ખરાબ એમ તો હું માનીશ નહીં, ઘણા અંગ્રેજો હિંદુસ્તાનને સ્વરાજ મળે એવું ઇચ્છે છે. તે પ્રજામાં સ્વાર્થ વધારે પડતો છે એ વાત બરોબર છે, પણ તેથી દરેક અંગ્રેજ ખરાબ છે એમ સાબિત થતું નથી. જેઓ હક-ન્યાય-માગે છે તેમણે બધાની તરફ ન્યાય કરવો પડશે. સર વિલિયમએ હિંદુસ્તાનનું બૂરું ઇચ્છનાર નથી એટલું આપણે સારુ બસ છે. આગળ વધીશું તેમ તેમ જોશો કે આપણે ન્યાયની વૃત્તિથી કામ લઈશું તો હિંદુસ્તાનનો છુટકારો વહેલો થશે. તમે એમ પણ જોશો કે અંગ્રેજમાત્રનો દ્વેષ કરીશું તેથી સ્વરાજ છેટું જશે; પણ જો તેઓને પણ ન્યાય કરીશું તો સ્વરાજમાં તેઓની મદદ મળશે.
EditorThe rule that applies to Indians applies to the English too. I will not believe that every Englishman is bad; many English people want India to have swaraj. It is true that that people is excessively selfish, but that does not prove that every Englishman is bad. Those who ask for their rights—for justice—must be just to everyone. It is enough for us that Sir William does not wish India ill. As we go on, you will see that if we act in a spirit of justice, India will be free all the sooner. You will also see that if we hate all Englishmen, swaraj will move further off; but if we are just to them as well, we shall have their help in winning swaraj.
Readerઆ બધું મને હાલ તો ટાયલું જણાય છે. અંગ્રેજની મદદ મળે ને સ્વરાજ મળે એ તો તમે વિરોધી વાત કરી. સ્વરાજને અને અંગ્રેજને શો સંબંધ? છતાં એ સવાલનો ફડચો મારે હમણાં ન જોઇએ. તેમાં વખત ગાળવો એ નકામું છે. સ્વરાજ કેમ મળે એ જ્યારે તમે બતાવશો ત્યારે, હું વખતે તમારા વિચાર સમજી શકું તો ભલે. હાલ તો તમે અંગ્રેજની મદદની વાત કરી મને વહેમમાં નાખી દીધો છે, ને તમારા વિચારની સામે મને ભરમાવ્યો છે. એટલે એ વાતને ન લંબાવો તો સારું.
ReaderAll this sounds like nonsense to me just now. Getting the help of the English and getting swaraj—that’s a contradiction. What have swaraj and the English to do with each other? Still, I don’t need that question settled right now. It would be a waste of time to spend time on it. When you show me how swaraj is to be won, I may perhaps understand your views; well and good. For now, your talk of English help has filled me with suspicion and set me against your views. So I’d rather you didn’t drag the point out.
Editorહું અંગ્રેજની વાત લંબાવવા નથી માગતો. તમે વહેમમાં પડ્યા તેની ફિકર નહીં. મારે જે ભારે પડતું કહેવાનું હોય તે આગળથી જ જણાવી દઉં તે ઠીક ગણાય. તમારા વહેમને સબૂરી પકડી દૂર કરવો એ મારી ફરજ છે.
EditorI have no wish to drag out the subject of the English. Never mind your suspicion. It is right for me to say at the very start whatever I have to say that will be hard to take. It is my duty to remove your suspicion patiently.
Readerતમારું આ વાક્ય મને પસંદ પડ્યું છે. તેથી મને જે ઠીક લાગે તે બોલવાની હિંમત આવી છે. હજુ મારી એક શંકા રહી ગઇ છે. કૉંગ્રેસની શરૂઆતથી સ્વરાજનો પાયો, તે કેમ?
ReaderI like what you’ve just said. It gives me the courage to say whatever seems right to me. I still have one doubt left. The foundation of swaraj laid with the beginning of the Congress—how so?
Editorજુઓ; કૉંગ્રેસે જુદા જુદા ભાગમાં હિંદીઓને એકઠા કરી તેઓને 'એક પ્રજા છીએ' એવો જુસ્સો આપ્યો. કૉંગ્રેસની ઉપર સરકારની કરડી નજર રહેતી હતી. કૉંગ્રેસે હંમેશાં મહેસૂલ સંબંધી હક પ્રજાને હોવો જોઇએ એવી માગણી કરી છે. જેવું કૅનેડામાં સ્વરાજ છે તેવું કૉંગ્રેસે હંમેશાં ઇચ્છ્યું છે. તેવું મળે કે ન મળે, તેવું જોઇએ કે ન જોઇએ, તેના કરતાં બીજું વધારે સરસ છે કે નહીં, એ સવાલ જુદો છે. મારે બતાવવાનું તો એટલું જ છે કે કૉંગ્રેસે સ્વરાજનો રસ હિંદને ચખાડ્યો. બીજા
EditorLook: the Congress brought together Indians from different parts of the country and filled them with the feeling, “We are one nation.” The government kept a stern eye on the Congress. The Congress has always demanded that the people should have rights in matters of revenue. It has always wanted the kind of swaraj Canada has. Whether we get it or not, whether we ought to want it or not, whether there is something better than it—that is a separate question. All I have to show is that the Congress gave India a taste of swaraj. For anyone else
તેનું માન લેવાને માગે તે અઠીક ગણાય, અને તેમ આપણે માનીએ તો આપણે નગણા કહેવાઈએ; એટલું જ નહીં પણ તેથી આપણો જે હેતુ છે તે પાર પાડવામાં મુશ્કેલીઓ આવે છે. કૉંગ્રેસને નોખી ગણવાથી ને સ્વરાજની વિરોધી ગણવાથી આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા.
to claim the credit for it would be improper, and if we ourselves thought so, we would be ingrates. Not only that: it puts difficulties in the way of achieving our aim. If we treat the Congress as something apart, as opposed to swaraj, we cannot make use of it.
2. The Partition of Bengal
બંગાળાના ભાગલા · The partition of Bengal in 1905 woke India up; the boycott that followed showed what the people could do.
Readerતમે કહો છો તે પ્રમાણે વિચારતાં કૉંગ્રેસથી સ્વરાજનો પાયો રોપાયો એ ઠીક જણાય છે. છતાં તે ખરી જાગૃતિ ન કહેવાય, એમ તો તમારે કબૂલ કરવું જોઇએ. ખરી જાગૃતિ ક્યારે ને કેમ થઈ?
ReaderThinking it over as you put it, it does seem right that the Congress laid the foundation of swaraj. Still, you must admit that it can’t be called a real awakening. When and how did the real awakening come?
Editorહમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીને નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે. તેમ કૉંગ્રેસને વિશે સમજજો. જેને તમે ખરી જાગૃતિ ગણો છો તે તો બંગાળાના ભાગલાથી થઈ. તેને સારુ આપણે લૉર્ડ કર્ઝનનો આભાર માનવો પડશે. બંગાળાના ભાગલા વખતે બંગાળીઓએ કર્ઝન સાહેબને બહુ વીનવ્યા પણ તેઓ સાહેબ પોતાની સત્તાના અભિમાનથી બેદરકાર રહ્યા. તેમણે માની લીધું કે હિંદીઓ માત્ર બકવાદ કરશે; બાકી તેઓનાથી કંઈ જ થવાનું નથી. તેમણે અપમાનભરેલી ભાષા વાપરી ને મરડી મચડીને બંગાળાના વિભાગ કર્યા. તે દહાડેથી અંગ્રેજ રાજ્યના વિભાગ થયા એમ ગણી શકાય છે .બંગાળાના ભાગલાથી જે ધક્કો અંગ્રેજી સત્તાને પહોંચ્યો છે તે ધક્કો બીજા કોઈ પણ કાર્યથી નથી પહોંચ્યો.
EditorWe never see the seed. The seed does its work under the soil, and it is when the seed itself perishes that the tree appears above ground. Think of the Congress in the same way. What you call the real awakening came with the Partition of Bengal. For that we have to thank Lord Curzon. At the time of the Partition the Bengalis pleaded with Lord Curzon again and again, but in the pride of his power he paid no heed. He assumed that the Indians would only talk and would never do anything. He used insulting language and twisted and wrenched Bengal into pieces. From that day, one may say, English rule itself began to be divided. No other act has dealt English power such a blow as the Partition of Bengal.
આનો અર્થ એમ નથી કે, બીજા ગેરઇન્સાફો થયા છે તે કંઇ ભાગલાથી ઊતરતા હતા. નિમકવેરો એ કંઇ ઓછો ગેરઇન્સાફ નથી. એવું બીજું તો આપણે આગળ ઉપર ઘણું જોઇશું. પણ બંગાળાના ભાગલાની સામે થવાને પ્રજા તૈયાર હતી. પ્રજાની લાગણી તે વખતે તીવ્ર હતી. તે વેળા બંગાળામાં ઘણા આગેવાનો પોતાનું બધું જતું કરવા તૈયાર હતા. પોતાની સત્તાનું તેમને ભાન હતું તેથી એકદમ ભડકો થયો. તે હવે ઓલવાય તેવો નથી, ઓલવવાની જરૂર પણ નથી. ભાગલા તૂટશે, બગાળા પાછું જોડાશે, પણ અંગ્રેજી વહાણની જે તડ પડી છે તે તો રહેવાની જ. તે દહાડે દહાડે મોટી થશે. જાગેલું હિંદ પાછું સૂઇ જાય એ બનવા જેવું નથી. ભાગલા રદ કરવા એ સ્વરાજની માગણી બરોબર છે. બંગાળાના આગેવાન આ વાત બરાબર સમજે છે. અંગ્રેજી સત્તાવાળા પણ એ વાત સમજે છે.
This does not mean that the other injustices done to us were any less than the Partition. The salt tax is no small injustice. We shall see many more such things as we go on. But the people were ready to resist the Partition of Bengal. Public feeling at the time ran high. Many leaders in Bengal were then ready to give up everything. They knew their own power, and so the fire blazed up at once. It is not going to die down now, and there is no need to put it out either. The Partition will be undone, Bengal will be joined again, but the crack in the English ship will remain. It will grow wider day by day. An India that has woken up is not going to fall asleep again. To demand that the Partition be canceled is as good as demanding swaraj. The leaders in Bengal understand this well. The English authorities understand it too.
તેથી જ ભાગલા ગયા નથી. જેમ દિવસ જાય છે તેમ પ્રજા ઘડાય છે. પ્રજા કંઈ એક દહાડામાં થતી નથી; તેને વરસો જોઇએ છે.
That is exactly why the Partition has not been undone. As the days go by, a nation is being formed. A nation is not made in a day; it takes years.
Editorઆજ લગી આપણે ધારતા આવ્યા છીએ કે બાદશાહની પાસે અરજી કરવી ને અરજી કરતાં દાદ ન મળે તો સહન કરવું; જોકે અરજી તો કર્યા જ કરવી. ભાગલા પડ્યા પછી લોકોએ જોયું કે અરજીની પાછળ બળ જોઈએ, લોકોમાં સહનશક્તિ જોઈએ. આ નવો જુસ્સો તે ભાગલાનું મુખ્ય પરિણામ ગણાય. તે જુસ્સો છાપાનાં લખાણોમાં જોવામાં આવ્યો. લખાણો કડક થવા લાગ્યાં. જે વાત લોકો બીકમાં કે છાની કરતા, તે જાહેરમાં થવા-લખાવા લાગી. સ્વદેશી હિલચાલ ચાલી. અંગ્રેજને જોઈ નાનામોટા નાસતા તે હવે બીતા બંધ થયા; મારામારીથી પણ ન ડર્યા; જેલ જવું તેમાં હરકત ન ગણી; અને હિંદનાં પુત્રરત્ન હાલ દેશનિકાલ થઇ વિરાજે છે. આવી સામગ્રી તે અરજીનાં કરતાં જુદી જાતની છે. આમ લોકોમાં કોલાહલ થઇ રહ્યો છે.
EditorUntil now we have believed that we should petition the Emperor, and if petitioning brought no redress, put up with it—though we were to go on petitioning all the same. After the Partition people saw that a petition needs force behind it, that people must be able to endure suffering. This new spirit may be counted the chief result of the Partition. It showed in what the newspapers wrote. Their writing grew harsh. What people used to say in fear or in secret began to be said and written in public. The swadeshi movement began. People great and small, who used to run at the sight of an Englishman, stopped being afraid; they did not fear even blows; they saw nothing wrong in going to jail; and some of India’s finest sons now dwell in exile, deported. These things are of a different kind from petitions. So there is an uproar among the people.
બંગાળાનો પવન ઉત્તરમાં પંજાબ લગી અને મદ્રાસ ઇલાકામાં કન્યાકુમારી ભૂશિર સુધી પહોંચી વળ્યો છે.
The wind from Bengal has swept north as far as the Punjab, and through the Madras Presidency as far as Cape Comorin.
Readerઆ સિવાય બીજું કંઇ જાણવા જેવું પરિણામ તમને સૂઝે છે?
ReaderCan you think of any other result worth knowing?
Editorબંગાળાના ભાગલાથી અંગ્રેજી વહાણમાં ભાગલો પડ્યો છે, તેમ આપણામાં પણ ભાગલો પડ્યો છે. મોટા બનાવોનાં પરિણામ એમ મોટાં જ આવે છે. આપણા આગવાનોનાં બે તડાં થયાં છે. એક મૉડરેટ અને બીજા એક્સ્ટ્રીમિસ્ટ. તેમને આપણે 'ધીમા' અને 'ઉતાવળા' એમ કહી શકીએ છીએ. કોઇ મૉડરેટને બીકણ પક્ષ અને એક્સ્ટ્રીમિસ્ટને હિંમતવાન પક્ષ, એમ પણ કહે છે. સહુ પોતપોતાના વિચાર પ્રમાણે તો બે શબ્દનો અર્થ કરે છે. એટલું તો ખરું છે કે આ પક્ષ પડ્યા છે તેની વચ્ચે ઝેર પણ પેદા થયું છે. એક પક્ષ બીજાનો અવિશ્વાસ કરે છે ને એકબીજાંને મહેણાં મારે છે. સુરતની કૉંગ્રેસ વખતે લગભગ મારામારી પણ થઇ. આ બે પક્ષ પડ્યા છે તે નિશાની દેશને સારુ ઠીક નથી એમ મને તો લાગે છે.
EditorJust as the Partition of Bengal has split the English ship, it has split us as well. Great events bring great consequences like that. Our leaders have broken into two camps: the Moderates and the Extremists. We might call them the “slow” and the “hasty.” Some call the Moderates the timid party and the Extremists the bold party. Each person reads the two words according to his own views. This much is true: now that these parties have formed, poison has grown up between them. Each distrusts the other, and they taunt each other. At the Surat Congress it nearly came to blows. To me the existence of these two parties seems a bad sign for the country.
પણ હું એમ પણ માનું છું કે એવા પક્ષ લાંબી મુદ્દત સુધી ટકશે નહીં. કેટલી મુદ્દત સુધી આમ તડાં રહેશે એ આગેવાનોની ઉપર આધાર રાખે છે.
But I also believe that such parties will not last long. How long the split lasts depends on the leaders.
3. Unrest and Discontent
અશાન્તિ અને અસંતોષ · Discontent is useful: unrest is the first stage of an awakening, like the turmoil of a sick body before it heals.
Readerત્યારે બંગભંગ એ તમે જાગૃતિનું કારણ માન્યું. તેથી ફેલાયેલી અશાંતિ તે ઠીક ગણાય કે અઠીક?
ReaderSo you take the Partition of Bengal to be the cause of the awakening. Is the unrest it has spread a good thing or a bad one?
Editorમાણસ ઊંઘમાંથી ઊઠે છે ત્યારે આળસ મરડે છે, આમતેમ ફરે છે ને અશાંત હોય છે. તેને પૂરું ભાન આવતાં વખત લાગે છે. તેમ જ જોકે બંગભંગથી જાગૃતિ થઈ છે તોપણ બેભાની નથી ગઈ. હજુ આળસ મરડવાની સ્થિતિમાં અપણે છીએ. હજુ સ્થિતિ અશાન્તિની છે, જેમ ઊંઘ અને જાગૃતિની વચ્ચેની અવસ્થા જરૂરની ગણવી જોઈએ ને તેથી તે ઠીક છે એમ કહેવાય, તેમ બંગાળમાં ને તેથી હિંદુસ્તાનમાં અશાન્તિ તે પણ ઠીક કહેવાય. અશાંતિ છે એમ આપણે જાણીએ છીએ તેથી શાન્તિનો વખત આવવા સંભવ છે. ઊંઘમાંથી ઊઠતાં સદાય આળસ મરડવાની સ્થિતિમાં આપણે નથી રહેતા, પણ વહેલામોડા આપણી શક્તિ પ્રમાણે પૂરા જાગીએ છીએ. તેમ આ અશાન્તિમાંથી આપણે જરૂર છૂટીશું. અશાન્તિ કોઈને ગમતી વસ્તુ નથી.
EditorWhen a man wakes from sleep he stretches, moves about and is restless. It takes him time to come fully to his senses. In the same way, though the Partition of Bengal has brought an awakening, the stupor has not yet gone. We are still at the stretching stage. The situation is still one of unrest. Just as the state between sleep and waking must be considered necessary, and may therefore be called good, so the unrest in Bengal, and so in India, may also be called good. Because we know there is unrest, a time of calm is likely to come. On waking we do not stay forever at the stretching stage; sooner or later, according to our strength, we wake fully. In the same way we shall certainly come out of this unrest. Nobody likes unrest.
Editorઅશાન્તિ એ ખરું જોતા અસંતોષ છે, તેને હાલ આપણે 'અનરેસ્ટ' કહીએ છીએ. કોંગ્રેસકાળમાં તે 'ડિસકન્ટેન્ટ' કહેવાતો. મિ. હ્યુમ હમેંશા કહેતા કે હિંદુસ્તાનમાં અસંતોષ ફેલાવાની જરૂર છે. તે અસંતોષ બહુ ઉપયોગિ વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જ જોઈએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય. તેવો અસંતોષ આપણે મહાન હિંદીઓનાં તેમ જ અંગ્રેજોનાં પુસ્તકો વાંચીને પામ્યા છીએ. તે અસંતોષથી અશાન્તિ થઈ, ને એ અશાન્તિમાં કંઈ મૂઆ, કંઈ આખડ્યા, કંઈ જેલ ગયા, કંઈ દેશનિકાલ થયા. હજુ તેમ થશે, થવું જોઈએ. એ બધાં ચિહ્ન સારાં ગણી શકાય છે. પણ તેનું પરિણામ માઠું આવી શકે છે.
EditorUnrest is really discontent. Nowadays we call it “unrest”; in the early days of the Congress it was called “discontent.” Mr. Hume always used to say that discontent needed to be spread in India. Discontent is a very useful thing. So long as a man is content with his present state, it is hard to persuade him to get out of it. So every reform must be preceded by discontent. Only when we come to dislike a thing we have do we want to throw it away. We have acquired that discontent by reading the books of great Indians and of Englishmen. That discontent led to unrest, and in that unrest some have died, some have come to grief, some have gone to jail, some have been deported. There will be more of this; there must be. All these may be counted good signs. But they can also lead to bad results.
4. What Is Swaraj?
સ્વરાજ તે શું? · Driving out the English while keeping their ways would be wanting the tiger’s nature without the tiger.
Readerકૉંગ્રેસે હિંદુસ્તાનને એક પ્રજા કરવા શું કર્યું, બંગભંગથી કેમ જાગૃતિ થઈ, અશાંતિ અને અસંતોષ કેમ ફેલાયાં એ જાણ્યું. હવે સ્વરાજ વિશે તમારા વિચાર શા છે તે જાણવા માગું છું. મને ધાસ્તી છે કે વખતે આપણી સમજમાં ફેરફાર હોય.
ReaderWe have learned what the Congress did to make India one nation, how the Partition of Bengal brought an awakening, and how unrest and discontent spread. Now I want to know what your views on swaraj are. I’m afraid our understanding of it may differ.
Editorફેરફાર હોવા સંભવ છે. સ્વરાજને સારુ તમે અમે સહુ અધીરા બની રહ્યા છીએ, પણ તે શું એ બાબત આપણે ચોક્કસ વિચાર ઉપર આવ્યા નથી. અંગેજોને કાઢી મૂકવા એ વિચાર ઘણાખરાને મોઢેથી સંભળાય છે, પણ તે શા કારણથી એનો કંઈ વિચાર બરોબર કર્યો હોય એવું લાગતું નથી, તમને જ હું એક સવાલ પૂછું છું. કદાચ જેટલું આપણે માગીએ છીએ તેટલું બધું અંગ્રેજ આપે તો પછી અંગ્રેજને કાઢી મૂકવાની જરૂર તમે ગણો છો ખરા?
EditorIt may well differ. You and I and everyone are growing impatient for swaraj, but we have not arrived at any clear idea of what it is. You hear most people say that we must drive out the English, but it does not seem that anyone has properly thought out why. Let me ask you a question. Suppose the English were to give us everything we ask for—would you still think it necessary to drive them out?
Readerહું તો તેઓની પાસે એક જ ચીજ માગું. મહેરબાની કરીને તમે અમારા મુલકમાંથી જાઓ. આ માગણી તેઓ કબૂલ રાખે ને પછી તેઓ હિંદુસ્તાનમાંથી ગયા છતાં રહ્યા એમ અર્થનો અનર્થ કોઈ કરી બેસાડે તો મને હરકત નથી. તો પછી એમ માનીશું કે ગુજરાતી ભાષામાં 'ગયા' એ શબ્દનો અર્થ કોઈ 'રહ્યા' એમ કરે છે.
ReaderI would ask them for just one thing: please leave our country. If they agree to that, and then someone twists the meaning so that they have left India and yet stayed, I have no objection. Then we shall simply take it that someone reads the Gujarati word “left” as meaning “stayed.”
Editorવારુ, આપણે ધારી લઈએ કે માગણી મુજબ અંગ્રેજો ગયા, પછી શું કરશો?
EditorVery well. Let us suppose the English have left, as we asked. What will you do then?
Readerએ સવાલનો જવાબ અત્યારથી અપાય જ નહીં. જેવી રીતે તેઓ જાય તેને ઉપર પાછળની સ્થિતિનો આધાર રહેશે. તમે કહો છો તેમ ધારીએ કે તેઓ ગયા, તો મને લાગે છે કે તેઓએ બાંધેલું બંધારણ આપણે રાખીએ અને રાજકારભાર ચલાવીએ. તેઓ એમ જ ચાલ્યા જાય તો આપણી પાસે લશ્કર વગેરે તૈયાર જ હશે, એટલે આપણને રાજકારભાર ચલાવતાં અડચણ નહીં આવે.
ReaderThat question can’t be answered at this stage. What happens afterwards will depend on the way they leave. If, as you say, we suppose they have left, then I think we should keep the system they set up and carry on the government. If they simply go, we shall have the army and so on all ready, so we shall have no difficulty running the government.
Editorતમે ભલે એમ ધારો; હું તો નહી ધારું. છતાં હું તે બાબત હમણાં વધારે નથી ચર્ચવા માગતો. મારે તો તમારા સવાલનો જવાબ આપવો રહ્યો છે. તે હું તમને જ કેટલાય સવાલ પૂછીને સારી રીતે આપી શકું. તેટલા જ સારુ કંઈક સવાલો પૂછું છું. આપણે અંગ્રેજને શા સારુ કાઢવા માગીએ છીએ?
EditorYou may think so; I don’t. Still, I don’t want to discuss that further just now. What I have to do is answer your question. I can do that best by asking you a number of questions myself, and that is the only reason I am asking them. Why do we want to drive the English out?
Readerકેમ કે તેઓના રાજકારભારથી દેશ કંગાલ થતો જાય છે. તેઓ દર વરસે દેશમાંથી પૈસા લઈ જાય છે. તેઓ પોતાની જ ચામડીના માણસને મોટા હોદ્દા આપે છે. આપણને માત્ર ગુલામીમાં રાખે છે, આપણી તરફ ઉદ્ધતાઈથી વર્તે છે. ને આપણી કશી દરકાર નથી કરતા.
ReaderBecause their government is impoverishing the country. Every year they carry money out of the country. They give the high posts to men of their own color. They keep us in nothing but slavery, they treat us with arrogance, and they don’t care about us in the least.
Editorજો તેઓ પૈસા બહાર ન લઈ જાય, નમ્ર બને અને આપણને મોટા હોદ્દા આપે તો કંઈ તેઓના રહેવાથી અડચણ તમે માનો છો ખરા?
EditorIf they did not carry money out of the country, became courteous and gave us high posts, would you see any harm in their staying?
Readerએ સવાલ જ નકામો છે. વાઘ પોતાનું રૂપ ફેરવે તો તેની ભાઈબંધીમાં નુકશાન ખરું? એવી જાતનો સવાલ તમે પૂછ્યો છે તે ખાલી વખત ગુમાવવાને ખાતર. જો વાઘ પોતાનો સ્વભાવ ફેરવે તો અંગ્રેજો પોતાની આદત છોડે. જે બનવા જેવું નથી તે બનશે એમ માનવું તે માણસની રીત ન જ કહેવાય.
ReaderThat’s a pointless question. If a tiger changed its form, would there be any harm in being friends with it? You’ve asked that sort of question just to waste time. If the tiger changes its nature, the English will change their ways. To believe that what cannot happen will happen is not how a sensible person thinks.
Editorકૅનેડાને જે રાજસત્તા મળી છે, બોઅર લોકોને જે રાજસત્તા મળી છે, તેવી જ આપણને મળે તો?
EditorAnd if we got the same power of government that Canada has been given, that the Boers have been given?
Readerએ પણ નકામો સવાલ છે. આપણી પાસે તેઓની જેમ દારૂગોળો હોય ત્યારે એમ થાય ખરું. પણ જ્યારે તે લોકોના જેટલી સત્તા આપણને આપશે ત્યારે તો આપણે આપણો જ વાવટો રાખીશું. જેવું જાપાન તેવું હિંદુસ્તાન, આપણને આપણો કાફલો, આપણું લશ્કર, આપણી જાહોજલાલી અને ત્યારે જ હિંદુસ્તાન આખી દુનિયામાં ગાજી રહેશે.
ReaderThat’s a pointless question too. It might happen if we had gunpowder as they do. But once they give us as much power as those peoples have, we shall fly our own flag. India will be like Japan: our own fleet, our own army, our own splendor—and only then will India’s name resound through the whole world.
Editorઆ તો તમે ભલો ચિતાર ચિતર્યો. આનો અર્થ તો એ થયો કે આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી. એટલે કે તમે હિંદુસ્તાનને અંગ્રેજ બનાવવા માંગો છો. અને જ્યારે હિંદુસ્તાન અંગ્રેજી થશે ત્યારે તે હિંદુસ્તાન નહીં કહેવાય પણ ખરેખરું ઈંગ્લિસ્તાન કહેવાશે. આ સ્વરાજ મારા વિચારનું નથી.
EditorThat’s a fine picture you’ve painted. What it means is that we want English rule but not the English. You want the tiger’s nature but not the tiger. In other words, you want to make India English. And when India becomes English it will no longer be called India; it will truly be called England. This is not the swaraj I have in mind.
Readerમેં તો મને સૂઝે છે તેવું સ્વરાજ બતાવ્યું. જો આપણે કેળવણી લઈએ છીએ તે કંઈ કામની હોય, સ્પેન્સર, મિલ વગેરે મહાન લેખકોનાં લખાણો વાંચીએ છીએ તે કંઈ કામનાં હોય, અંગ્રેજની પાર્લમેન્ટ તે પાર્લમેન્ટોની માતા હોય તો પછી બેશક મને તો લાગે છે કે આપણે તે લોકોની નકલ કરવી જોઈએ; તે એટલે લગી કે જેમ તેઓ પોતાના મુલકમાં બીજાને પેસવા નથી દેતા તેમ આપણે પણ ન પેસવા દઈએ. બાકી પોતાના જ મુલકમાં જે તેઓએ કર્યું છે તેવું તો હજી બીજી જગ્યાએ જોવામાં નથી આવતું. એટલે આપણે તે તો દાખલ કરવું જ ઘટે. પણ હવે તમારા વિચાર જણાવો.
ReaderI have described swaraj as I see it. If the education we receive is of any use, if our reading of great writers like Spencer and Mill is of any use, if the English Parliament is the mother of parliaments, then I have no doubt we ought to imitate those people—so far that, just as they do not let others into their country, we too should not let others in. Besides, what they have done in their own country has not been seen anywhere else yet. So we certainly ought to bring that in. But now tell me your views.
Editorહજી વાર છે. મારા વિચાર એની મેળે આ ચર્ચામાં જણાઈ રહેશે. સ્વરાજ સમજવું તમને જેટલું સહેલ લાગે છે તેટલું જ મને તો મુશ્કેલ લાગે છે. એટલે હમણાં તો હું તમને એટલું જ સમજાવવા પ્રયત્ન કરીશ કે જેને તમે સ્વરાજ કહો છો તે તો ખરું જોતાં સ્વરાજ નથી.
EditorNot yet. My views will come out of their own accord in the course of our talk. Understanding swaraj seems to me just as hard as it seems easy to you. So for now I shall only try to make you see that what you call swaraj is not really swaraj.
5. The Condition of England
ઈંગ્લંડની સ્થિતિ · The “mother of parliaments” is sterile and a prostitute; the press is dishonest; the English are not to be imitated.
Readerત્યારે તમારા કહેવા ઉપરથી હું એ અનુમાન કરું છું કે ઇંગ્લંડ જેવું ભોગવે છે તે બરોબર નથી ને આપણને તે ન ઘટે.
ReaderThen from what you say, I infer that the condition England enjoys is not right, and is not fit for us.
Editorઆ અનુમાન તમે બરોબર કર્યું છે. ઈંગ્લંડમાં જે સ્થિતિ હાલ છે તે ખરેખર દયામણી છે, અને હું તો ઈશ્વરની પાસે માગું છું કે તેવી સ્થિતિ હિંદુસ્તાનની કદી ન થજો. જેને તમે પાર્લમેન્ટની માતા કહો છો તે પાર્લમેન્ટ તો વાંઝણી છે અને વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લમેન્ટ પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર જોર કરનાર કોઈ ન હોય તો તે કંઈ જ ન કરે એથી તેની સ્થિતિ સ્વાભાવિક રીતે છે, અને તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડલ રાખે તે પ્રધાનમંડળની પાસે તે રહે છે. આજે તેનો ધણી એસ્કવીથ, તો કાલે બાલફર અને પરમ દિવસે ત્રીજો.
EditorYou have inferred correctly. The state England is in at present is truly pitiable, and I pray to God that India may never come to such a state. The Parliament you call the mother of parliaments is sterile, and a prostitute. Both these words are harsh, yet they fit exactly. I called it sterile because so far Parliament has not done a single good thing of its own accord. If there were no one to put pressure on it, it would do nothing at all; that is its natural condition. And it is a prostitute because it stays with whatever ministry keeps it. Today its keeper is Asquith, tomorrow Balfour, and the day after someone else.
Readerઆ તો તમે કંઈક વ્યંગમાં બોલ્યા છો. વાંઝણી શબ્દ હજી તમે લાગુ પડ્યો નથી. પાર્લમેન્ટ લોકોની બનેલી છે, એટલે બેશક લોકોના હાથ નીચે જ કામ કરે. તે જ તેનો જ ગુણ છે, તેની ઉપરનો અંકુશ છે.
ReaderYou’re speaking with a touch of irony. You haven’t made the word “sterile” stick yet. Parliament is made up of the people, so of course it works under the people’s hand. That is its very virtue; that is the check on it.
Editorઆ વાત મહા ભૂલભરેલી છે. જો પાર્લમેન્ટ વાંઝણી ન હોય તો આમ થવું જોઈએ : લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરોને ચૂંટીને મોકલે છે. મેમ્બરો વગર પગારે જાય છે, એટલે લોકકલ્યાણને સારુ જવા જોઈએ. લોકો પોતે કેળવાયેલા ગણાય છે. એટલે ભૂલ ન કરે એમ આપને માનવું જોઈએ. આવી પાર્લમેન્ટને અરજી ન ઘટે, તેની ઉપર દાબ ન ઘટે. તે પાર્લમેન્ટનું કામ એવું સરળ હોવું જોઈએ કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય. તેને બદલે આટલું તો સૌ કબૂલ કરે છે કે પાર્લમેન્ટ મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લમેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે.
EditorThat is a great mistake. If Parliament were not sterile, this is how things would be: the people choose their very best men and send them there. Members go without pay, so they must go for the public good. The people themselves are considered educated, so we should assume they make no mistakes. Such a Parliament should need no petitions and no pressure. Its work should be so straightforward that its light shines brighter day by day and its influence on the people keeps growing. Instead, this much everyone admits: Members of Parliament are seen to be pompous and selfish. Each pulls his own way. Parliament does anything at all only out of fear. What it does today it has to undo tomorrow.
એક પણ વસ્તુ આજ સુધીમાં પાર્લમેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં નથી આવતો. મોટા સવાલોની ચર્ચા જ્યારે પાર્લમેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠાં ઝોલા ખાય છે. તે પાર્લમેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે. તેના એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડો' એવું નામ આપ્યું છે. મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે નીકળી આવે તો તે મેમ્બરના ભોગ સમજવા. જેટલો વખત અને પૈસા પાર્લમેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લમેન્ટ તો માત્ર પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે.
There is not one instance of Parliament ever having settled a single matter. When great questions are being debated in Parliament, its members lie stretched out or sit nodding off. In that Parliament members bellow so loudly that their listeners are worn out. One of its great writers has called it “the world’s chatterbox.” Members vote with their party without thinking; they are bound to. If someone turns out to be an exception, consider that member done for. If the time and money Parliament wastes were given to a few good men, the nation would be saved. This Parliament is merely the nation’s toy, and a toy that costs the nation dear.
આ વિચારો મારા અંગત છે એમ તમે ન જાણશો. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લમેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી. બીજા મેમ્બરે કહ્યું કે પાર્લમેન્ટ તો 'બેબી' (બચ્ચું) છે. બચ્ચાંને કોઈ દહાડો તમે સદાય બચ્ચાં રહેલ જોયેલાં? આજ સાતસેં વર્ષ પછી જો પાર્લમેન્ટ બચ્ચું હોય તો ક્યારે મોટી થશે?
Don’t think these views are just my own. Great and thoughtful Englishmen think so too. One Member actually said that Parliament was no longer a fit place for a religious man. Another said that Parliament is a “baby”—an infant. Have you ever seen a baby that stays a baby forever? If Parliament is still a baby after seven hundred years, when will it grow up?
Readerતમે મને વિચારમાં નાખ્યો. આ બધું મારે એકદમ માની લેવું એમ તો તમે નહીં જ કહો. તદ્દન જુદા વિચાર તમે મારા મનમાં પેદા કરો છો. તેને મારે પચાવવા જોઈશે. ઠીક છે; હવે 'વેશ્યા' શબ્દનું વિવેચન કરો.
ReaderYou’ve given me something to think about. Surely you won’t ask me to accept all this at once. You’re putting entirely new ideas into my head. I shall have to digest them. Very well; now explain the word “prostitute.”
Editorતમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કઈંક ખ્યાલ આવશે. પાર્લમેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે એ પણ બરોબર છે. તેને કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે - જેમ કે મુખ્ય પ્રધાન - ત્યારે પણ તેની ચાલ એકસરખી નથી રહેતી. જેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદા રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે.
EditorYou are right that you cannot accept my views all at once. If you read what you ought to read on the subject, you will get some idea. It is right, too, to call Parliament a prostitute. It has no master. It cannot have a single master. But that is not all I mean. Even when someone does become its master—the Prime Minister, say—its conduct does not stay steady. Parliament is always in the same sorry state as a prostitute. The Prime Minister cares little for Parliament. He revels in the pride of his power. His one obsession is how his party is to win. He gives little thought to how Parliament may do what is right.
પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવા દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે.
There are examples in plenty of a Prime Minister getting Parliament to do things just to strengthen his own party. All this is worth thinking about.
Readerત્યારે તમે તો, જેઓને આજ લગી આપણે દેશાભિમાની અને પ્રમાણિક માણસો ગણતા આવ્યા છીએ, તેમની ઉપર પણ હુમલો કરો છો.
ReaderThen you are attacking even the men we have always regarded as patriotic and honest.
Editorહા, એ ખરું છું, મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી તેથી પ્રમાણિક ભલે ગણાય. પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારુ ઈલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રમાણિકપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.
EditorYes, that’s true. I bear the prime ministers no ill will. But experience has shown me that they cannot be called true patriots. They may be considered honest, in that they do not take or give what we commonly call bribes. But influence can reach them. To get others to do their work, they hand out bribes in plenty, in the form of titles and the like. I can say boldly that they have neither pure motives nor real honesty.
The English voter and the press
The English form their views from partisan newspapers and change their minds constantly.
Readerઆમ તમારા વિચાર છે ત્યારે તો હવે અંગ્રેજ લોકો કે જેને નામે પાર્લમેન્ટ રાજ્ય કરે છે તેને વિશે પણ કંઈક કહો, એટલે તેઓના સ્વરાજ્યનો પૂરો ખ્યાલ આવે.
ReaderSince that is what you think, then tell me something too about the English people, in whose name Parliament rules, so that I can get a full idea of their self-government.
Editorઅંગ્રેજો જેઓ 'વોટર' છે (ચૂંટણી કરે છે). તેઓનું ધર્મ પુસ્તક (બાઈબલ) વર્તમાન પત્ર થઈ પડ્યાં છે. તેઓ તે પત્રમાંથી પોતાના વિચારો બાંધે છે. પત્રો અપ્રામાણિક છે; એક જ વાતને બે રૂપ આપે છે. એક પક્ષવાળા તે જ વાત મોટી કરી બતાવે છે. બીજા પક્ષવાળા તે જ વાત છોટી કરી નાખે છે. એક છાપાવાળો એક આગેવાન અંગ્રેજને પ્રામાણિક ગણશે, બીજો છાપાવાળો તેને અપ્રામાણિક ગણશે. આવા જે દેશમાં છાપાં છે તે દેશના માણસોના કેવા બેહાલ હોવા જોઈએ?
EditorThe English who are “voters” (who elect) have made the newspapers their scripture (their Bible). They form their views from the papers. The papers are dishonest; they give one and the same thing two different shapes. One party’s people blow a thing up; the other party’s people shrink the same thing down. One newspaperman will call a leading Englishman honest; another will call him dishonest. What must be the plight of the people in a country with newspapers like these?
Editorતે લોકો ઘડીઘડીમાં વિચારો બદલાવે છે. એમ તો એ લોકોમાં કહેણી છે કે સાત સાત વરસે રંગ બદલાય છે. ઘડિયાળના લોલકની માફક તે લોકો આમ તેમ ફર્યા કરે છે; ઠેકાણાસર બેસી શકતા નથી. કોઈ માણસ જરા છટાદાર હોય તે વાતો ભારે કરી દે અથવા તેઓને મિજલસ વગેરે આપે તો નગારચીની માફક ઢોલકી વગાડવા બેસી જાય છે. તેવા માણસોની પાર્લમેન્ટ તેવી જ હોય. તેઓનામાં એક વસ્તુ છે ખરી, તે એ કે પોતાના દેશને જવા નહીં દે; ને જો કોઈ તેની ઉપર નજર કરે તો તેને આંધળોભીંત કરી મુકશે. પણ તેથી કંઈ તે પ્રજામાં બધા ગુણ આવી ગયા, અથવા તે પ્રજાની નકલ કરવી, એમ કહી શકાય નહીં. જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે.
EditorThose people change their views from one moment to the next. They even have a saying that colors change every seven years. They swing to and fro like the pendulum of a clock; they can never settle in one place. Let a man be a little eloquent and talk big, or give them parties and the like, and they start beating his drum like a hired drummer. Such people have a Parliament to match. There is one thing about them, it is true: they will never let their country go, and if anyone casts eyes on it, they will strike him blind. But that does not mean that this people has every virtue, or that we should imitate them. It is my firm view that if India imitates the English people, India will be ruined.
Readerઅંગ્રેજી પ્રજા આવી થઈ ગઈ છે તેનાં શાં કારણ માનો છો?
ReaderWhat do you think are the reasons the English people have become like this?
Editorતેમાં અંગ્રેજોનો ખાસ દોષ નથી, પણ તેઓના - બલ્કે યુરોપના - આજકાલના સુધારાનો દોષ છે. તે સુધારો કુધારો છે અને તેથી યુરોપની પ્રજા પાયમાલ થતી ચાલી છે.
EditorThe English are not especially to blame; the fault lies with their—or rather Europe’s—modern civilization. That civilization is an uncivilization, and it is ruining the peoples of Europe.
6. Civilization
સુધારાનું દર્શન · Modern civilization measures progress by bodily comfort; it is a disease, an irreligion, and it will destroy itself.
Readerહવે તો તમારે સુધારાની વાત પણ કરવી પડશે. તમારે હિસાબે તો સુધારો તે કુધારો થયો.
ReaderNow you’ll have to talk about civilization too. By your reckoning, civilization turns out to be uncivilization.
Editorમારે હિસાબે જ નહીં, પણ અંગ્રેજ લેખકોને હિસાબે સુધારો તે કુધારો છે; તે વિશે બહુ પુસ્તકો લખાયાં છે. તેઓમાં સુધારાની સામે થવાના મંડળો પણ સ્થપાતાં જાય છે. એક માણસે, "સુધારો, તેનાં કારણો અને તેની દવા" એ નામે પુસ્તક લખ્યું છે. તેમાં તેણે સુધારો એ એક પ્રકારનો રોગ છે એમ બતાવી આપ્યું છે.
EditorNot only by my reckoning: by the reckoning of English writers, civilization is uncivilization. Many books have been written about it. Among the English, societies are even being formed to resist civilization. One man has written a book called Civilisation: Its Cause and Cure. In it he has shown that civilization is a kind of disease.
Editorએ તો દેખાઈ આવે એવું કારણ છે. કોઈ પણ માણસ પોતાની વિરુદ્ધ વાત કરે એવું ભાગ્યે જ બને છે. સુધારામાં મોહાઈ પડેલા માણસ તેની સામે નહીં લખે; પણ તેને ટેકો મળે એવી વાતો અને દલીલો શોધે કાઢશે, આ તેઓ જાણીજોઈને કરે છે એમ પણ નથી. તેઓ જે લખે છે તે પોતે માને છે. નિદ્રાવશ થયેલો માણસ પોતાને સ્વપ્નું આવે છે તે ખરું જ માને છે. જ્યારે તેની ઊંઘ ઊડે ત્યારે જ તેને પોતાની ભૂલ માલૂમ પડે છે. આવી દશા સુધારાવશ માણસની છે. આપણે જે કંઈ વાંચીએ છીએ તે સુધારાના હિમાયતીનાં લખાણ હોય છે. તેમાં બહુ હોશિયાર અને બહુ ભલા માણસો પડ્યા છે. તેઓના લખાણથી આપણે અંજાઈ જઈએ છીએ. એમાં એક પછી એક માણસ ફસાતા જાય છે.
EditorThe reason is plain enough. People hardly ever speak against themselves. Those infatuated with civilization will not write against it; instead they will hunt out facts and arguments to support it. Nor do they do this deliberately. They believe what they write. A man asleep takes his dream for the truth; only when he wakes does he discover his mistake. That is the state of a man under the spell of civilization. Whatever we read is the writing of civilization’s advocates. Among them are very able and very good men. We are dazzled by what they write. One after another, people get caught in it.
Readerઆ વાત તમે બરોબર કરી છે. હવે તમે જે વાંચ્યું-વિચાર્યું છે તેનો ખ્યાલ આપો.
ReaderYou’re right there. Now give me an idea of what you have read and thought.
The marks of modern civilization
The Editor lists better houses, machines, trains and guns as what Europe calls civilization.
Editorપ્રથમ તો સુધારો એ નામ કઈ સ્થિતિને આપવામાં આવે છે તે વિચારીએ. આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્ ની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે. તેના દાખલા લઈએ. સો વરસ પહેલાં જેવા ઘરમાં યુરોપના લોકો રહેતા હતા તેના કરતા હાલ વધારે સરસ ઘરમાં રહે છે; આ સુધારાની નિશાની ગણાય છે. આમાં શરીરસુખની વાત રહેલી છે. તે અગાઉ માણસો ચામડાંના વસ્ત્ર પહેરતા ને ભાલાં વાપરતા. હવે તેઓ મોટા લેંઘા પહેરે છે ને શરીરશણગાર સારુ તરેહવાર કપડાં બનાવે છે, તથા ભાલાંને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરવાળી બંદૂકડી વાપરે છે; તે સુધારાની નિશાની છે. કોઈ મુલકના માણસ જોડા વગેરે ન પહેરતા હોય તે જ્યારે યુરોપના કપડાં પહેરતાં શીખે છે ત્યારે [આદિમ] દશામાંથી સુધરેલી દશામાં આવ્યા ગણાય છે.
EditorFirst, let us consider what condition it is that is given the name of civilization. The real mark of this civilization is that people find the meaning and purpose of life in discoveries about the outer world and in bodily comfort. Let us take examples. People in Europe today live in better houses than they lived in a hundred years ago; this is considered a sign of civilization. Bodily comfort is what is at stake here. Before that, people wore clothes of skins and used spears. Now they wear long trousers and make all sorts of clothes to adorn the body, and instead of spears they use the revolver, with its turning chamber, which can fire five shots one after another; this is a sign of civilization. When the people of some country, who wear no shoes and so on, learn to wear European clothes, they are considered to have passed from a primitive state to a civilized one.
અગાઉ યુરોપમાં માણસો સાધારણ હળથી પોતાના જોગી જમીન જાતમહેનતથી ખેડતા, તેને બદલે હાલ વરાળયંત્રથી હળ ચલાવી એક માણસ ઘણી જમીન ખેડી શકે છે ને ખૂબ પૈસો એકઠો કરી શકે છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ માણસો કોઈક જ પુસ્તકો લખતાં તે અમૂલ્ય ગણાતાં, આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે તથા લોકોના મન ભમાવે છે; આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો ગાડાં વાટે દહાડાની બાર ગાઉની મજલ કરતા. હાલ રેલગાડીથી ચારસેં ગાઉની મજલ કરી શકે છે; આ તો સુધારાની ટોચ ગણાઈ છે. હજુ જેમ સુધારો વધતો જાય છે તેમ એવું ધારવામાં આવે છે કે માણસો હવાઈ વહાણથી મુસાફરી કરશે ને થોડા કલાકમાં દુનિયાના ગમે તે ભાગમાં જઈ પહોંચશે. માણસોને હાથપગ નહીં વાપરવા પડે.
Formerly in Europe people plowed as much land as they needed with an ordinary plow, by their own labor; now one man can plow a great deal of land by working the plow with a steam engine, and amass a great deal of money; this is considered a sign of civilization. Formerly people wrote only a few books, and those were held priceless; today anyone writes and prints whatever he pleases and leads people’s minds astray; this is a sign of civilization. Formerly people traveled twelve gau a day by bullock cart; now they can travel four hundred gau by train; this is regarded as the very peak of civilization. As civilization advances further, it is expected that people will travel by airship and reach any part of the world in a few hours. People will not have to use their hands and feet.
એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે. બધું સંચાથી જ કામ લેવાશે. અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે, આ સુધારાની નિશાની છે. અગાઉ લોકો ખુલ્લી હવામાં પોતાને ઠીક પડે તેટલું સ્વતંત્રપણે કામ કરતા, હવે હજારો મજૂરો પોતાના ગુજરાનને ખાતર એકઠા મળી મોટાં કારખાનાં કે ખાણોમાં કામ કરે છે, તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે. તેઓની સીસા વગેરેના કારખાનાંઓમાં જાનની ખુવારી કરી કામ કરવું પડે છે. આનો ભોગ પૈસાદાર માણસોને મળે છે.
They will press one button and the clothes they are to wear will arrive; press another and their newspapers will come; press a third and their carriage will be ready; they will have new dishes every day; they will have no need of hands or feet at all. Everything will be done by machinery. Formerly, when people wanted to fight, they pitted their bodily force against each other. Now a single cannon-ball can take thousands of lives; this is a sign of civilization. Formerly people worked in the open air, as freely as suited them; now thousands of workers gather together to earn their living and work in big factories or mines, and their condition has sunk lower than that of animals. In lead works and the like they have to work at the cost of their lives. The rich get the benefit of it.
અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે. અગાઉ લોકોમાં દરદ ન હતાં તેવા દરદ પેદા થયાં છે, ને તેની સાથે દાકતરો શોધ કરવા લાગ્યા છે કે તે દરદો કેમ મટાડવાં. આમ કરતા ઇસ્પતાલો વધી છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ કાગળો લખતા ત્યારે ખસૂસ ખેપિયો જતા અને બહુ ખરચે તેવું બની શકતું. આજ મારે કોઈને ગાળ ભાંડવાનો કાગળ લખવો હોય તો એક દોઢિયે હું ગાળ કાઢી શકું છું. કોઈને મારે શાબાશી આપવી હોય તો તે પણ હું તેટલી જ કિંમતે પહોંચાડી શકું છું; આ સુધારાની નિશાની છે.
Formerly people were made slaves by beating; now they are enslaved by the lure of money and luxury. Diseases have appeared that people never had before, and along with them doctors have set about discovering how to cure them. In this way hospitals have multiplied; that is considered a sign of civilization. Formerly, to send a letter, a special messenger had to go, and it could be done only at great expense. Today, if I want to write someone a letter full of abuse, I can hurl my abuse for a single copper. If I want to send someone my congratulations, I can deliver those too for the same price; this is a sign of civilization.
અગાઉ માણસો બેથી ત્રણ વખત ખાતા ને તે પણ હાથે પકાવેલી રોટી ને થોડી તરકારી હોય તો તે હવે બબ્બે કલાકે ખાવાનું જોઈએ, અને તે એટલે દરજ્જે કે ખાવામાંથી લોકો નવરા જ નથી થતા હવે કેટલું કહું? આ બધું તમે ગમે તે પુસ્તકમાં જોઈ શકો છો. સુધારાની આ બધી ખરી નિશાની છે. અને જો કોઈ પણ માણસ તેથી જુદી વાત સમજાવે તો તે ભોળો છે એમ ચોક્કસ માનજો. સુધારો તો હું જણાવી ગયો છું તે જ ગણાય છે. તેમાં નીતિની કે ધર્મની વાત છે જ નહીં, સુધારાના હિમાયતી ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી. ધર્મ તે તો ઢોંગ છે એમ કેટલાક માને છે.
Formerly people ate two or three times a day, and then only bread they had baked themselves and perhaps a few vegetables; now they need to eat every two hours, so much so that they hardly have time for anything but eating. What more need I say? You can find all this in any book you like. These are all the true signs of civilization. And if anyone tells you anything different, you may be sure he is naive. Civilization is just what I have been describing. There is no question of morality or religion in it at all; the advocates of civilization say plainly that it is not their business to teach people religion. Some think religion is mere humbug.
કેટલાક વળી ધર્મનો ડોળ કરે છે, નીતિની વાર્તા પણ કરે છે; છતાં હું તમને વીસ વરસના અનુભવ પછી કહું છું કે નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે. નીતિ ઉપલી વાતોમાં હોઈ ન શકે એ બાળક પણ સમજી શકે એવું છે, શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે; એ જ તે આપવા મહેનત કરે છે, છતાં તે સુખ પણ નથી મળી શકતું.
Others, again, make a show of religion and talk about morality too; yet I tell you, after twenty years’ experience, that immorality is taught in the name of morality. Even a child can see that there can be no morality in the things described above. Civilization seeks only how bodily comfort may be had; that is all it labors to provide—and yet it cannot provide even that comfort.
આ સુધારો તે અધર્મ છે અને તે યુરોપમાં એટલે દરજ્જે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધાગાંડા જેવા જોવામાં આવે છે. તેઓનામાં ખરું કૌવત નથી; પોતાનું જોર નશો કરી ટકાવી રાખે છે. એકાન્તે તે લોકો બેસી શકતા નથી, સ્ત્રીઓ ઘરની રાણી હોવી જોઈએ તેમને શેરીઓમાં ભટકવું પડે છે, અથવા તો તેઓને મજૂરીએ જવું પડે છે. ઇંગ્લંડમાં જ ચાળીસ લાખ રંક અબળાઓ પેટને અર્થે ગધ્ધામજૂરી કરે છે, અને હાલ તેને લીધે સફ્રૅજેટની હિલચાલ ચાલી રહી છે.
This civilization is irreligion, and it has spread so far in Europe that the people there seem half mad. They have no real strength; they keep up their vigor with intoxicants. They cannot sit alone in quiet. Women, who ought to be the queens of the home, have to wander the streets or go out to work. In England alone four million poor, helpless women slave like donkeys for their bread, and it is because of this that the suffragette movement is now under way.
આ સુધારો એવો છે કે, જો આપણે ધીરજ રાખી બેસીશું તો સુધારાની હડફેટમાં આવેલા માણસો પોતે સળગાવેલા અગ્નિમાં બળી મરશે. પેગમ્બર મહમ્મદના શિક્ષણ પ્રમાણે આ શયતાની રાજ્ય ગણાય. હિંદુ ધર્મ આને હડહડતો કળિકાળ કહે છે. હું તમને આ સુધારાનો આબેહૂબ ચિતાર નથી આપી શકતો. મારી શક્તિ બહારની એ વાત છે. પણ તમે સમજશો કે આ સુધારાથી અંગ્રેજી પ્રજામાં સડો ઘર કરી ગયો છે. તે સુધારો નશાકારક અને નાશવંત છે. તેનાથી દૂર રહેવું ઘટે છે અને તેથી જ અંગ્રેજ પાર્લમેન્ટ ને બીજી પાર્લમેન્ટો નકામી થઈ પડી છે. તે પાર્લમેન્ટ તે પ્રજાની ગુલામીની નિશાની છે એ ખચીત વાત છે. વાંચો વિચારો તો તમને પણ તેમ જ લાગશે. તેમાં અંગ્રેજનો વાંક તમે નહીં કાઢો. તેમની ઉપર તો દયા ખાવા જેવું છે.
Such is this civilization that if we only sit and wait patiently, the people caught in its path will burn to death in the fire they themselves have lit. By the teaching of the Prophet Muhammad, this would be counted the rule of Satan. Hinduism calls it the Dark Age at its blackest. I cannot give you a true-to-life picture of this civilization; that is beyond my powers. But you will understand that this civilization has set a rot in the English people. It is a civilization that intoxicates and is bound to perish. We must keep away from it, and that is why the English Parliament and other parliaments have become useless. It is certain that the Parliament is a sign of that nation’s slavery. If you read and think, you will feel the same. You will not hold the English to blame for it. They are rather to be pitied.
તેઓ બાહોશ માણસ છે, એટલે એ જાળમાંથી નીકળી આવશે એમ મારું માનવું છે. તેઓ સાહસિક છે ને મહેનતુ છે. તેઓના વિચાર મૂળે અનીતિભરેલા નથી, એટલે તેમને વિશે મારા મનમાં ઉત્તમ વિચાર જ છે, તેઓનું હાડ ખરાબ નથી. સુધારો એ તેઓને અસાધ્ય રોગ નથી, પણ હાલ તેઓ તે રોગમાં ઘેરાયા છે એ તો ભૂલવાનું જ નથી.
They are a capable people, so I believe they will find their way out of the net. They are enterprising and hardworking. Their thinking is not immoral at root, so I have only the highest opinion of them; they are not bad to the bone. Civilization is not an incurable disease for them; but we must never forget that for the present they are in its grip.
7. Why Was India Lost?
હિંદુસ્તાન કેમ ગયું? · The English did not take India; we gave it to them, for the sake of trade and profit.
Readerતમે સુધારાને વિશે તો બહુ બોલ્યા : મને વિચારમાં નાખી દીધો. હવે મારે યુરોપની પ્રજા પાસેથી શું લેવું ને શું ન લેવું એ સંકટ આવી પડ્યું, પણ મને એક સવાલ તો તરત ઊગી આવે છે. સુધારો એ કુધારો છે, એ રોગ છે, તો અંગ્રેજ આવા સુધારામાં પડેલા તે હિંદ કેમ લઈ શક્યા? તેમાં કેમ રહી શકે?
ReaderYou have said a great deal about civilization; you’ve set me thinking. Now I face the dilemma of what to take from the peoples of Europe and what not to take. But one question springs to mind at once. If civilization is uncivilization, if it is a disease, how could the English, caught up in such a civilization, take India? How can they stay there?
Editorતમારા આ સવાલનો જવાબ હવે કંઈક સહેલથી આપી શકાશે અને હવે આપણે સ્વરાજનો વિચાર પણ થોડી વારમાં કરી શકીશું. તમારા એ સવાલનો જવાબ મારે હજુ આપવાનો છે એ કંઈ ભૂલ્યો નથી. પણ તમારા છેલ્લા સવાલ ઉપર આપણે આવીએ. હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા, પણ આપણે તેઓને રાખ્યા છે. તે કેમ, એ જોઈએ. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુરને યાદ કરો. તેને બહાદુર કોણે બનાવી? તેઓ બિચારા રાજ્ય કરવાનો ઇરાદો પણ નહોતા રાખતા. કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? તેઓનો માલ કોણ વેચી આપતું? ઇતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા.
EditorThat question of yours can now be answered fairly easily, and before long we shall be able to consider swaraj too. I haven’t forgotten that I still owe you an answer to your other question. But let us take up your last one. It is not that the English took India; we gave it to them. They have not held on in India by their own strength; we have kept them. How so? Let us see. I remind you that they originally came to our country to trade. Remember your “Company Bahadur,” the mighty Company. Who made it mighty? The poor fellows had no intention even of ruling. Who helped the Company’s men? Who was dazzled at the sight of them? Who sold their goods for them? History proves that it was we who did all this.
પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. આપણે તેઓને મદદ કરતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? હિંદુસ્તાનના ખરા સેવકે બરોબર શોધ કરી મૂળ તપાસવું પડશે. મને બહુ ખાવાથી અપચો થયો હશે તો હું પાણીનો દોષ કાઢી અપચો દૂર નહીં કરી શકું. તબીબ તો એ કે જે દરદનું મૂળ શોધે. તમે હિંદી રોગીના તબીબ થવા માગો છો તો તમારે દરદનું મૂળ શોધ્યે જ છૂટકો છે.
We welcomed them in the hope of making money quickly. We helped them. If I am in the habit of taking bhang and a seller sells me bhang, am I to blame the seller or myself? Will blaming the seller cure my addiction? If we drive that seller away, won’t others sell me bhang? A true servant of India will have to look properly and get to the root. If I have indigestion from overeating, I cannot cure it by blaming the water. The true physician is the one who finds the root of the disease. If you want to be physician to the Indian patient, you have no choice but to find the root of the disease.
Readerતમે ખરું બોલો છો. હવે તમારે મને સમજાવવાને દલીલ કરવાની જરૂર નહીં રહે. હું તમારા વિચાર જાણવા અધીરો બન્યો છું. આપણે હવે અત્યંત રસિક ભાગ ઉપર આવ્યા છીએ એટલે મને તમારા વિચારો જ વતાવો. મને તેમાં શંકા આવશે ત્યારે હું તમને અટકાવીશ.
ReaderYou are right. Now you won’t need arguments to convince me. I am impatient to know your views. We have come to the most interesting part, so just tell me what you think. When I have a doubt, I will stop you.
Editorબહુ સારું, પણ મને ધાસ્તી છે કે આગળ ચાલીશું ત્યારે વળી આપણને મતભેદ તો થશે જ. છતાં તમે અટકાવશો ત્યારે જ દલીલમાં ઊતરીશ. આપણે જોયું કે અંગ્રેજી વેપારીને આપણે ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગપેસારો કરી શક્યા. તેમ જ જ્યારે આપણા રાજાઓ માંહોમાંહે લડ્યા ત્યારે તેઓએ કંપની બહાદુરની મદદ માગી. કંપની બહાદુર વેપારમાં ને લડાઈના કામમાં કુશળ હતી. તેમાં તેને નીતિ-અનીતિની નડતર ન હતી. વેપાર વધારવો ને પૈસા કમાવા એ તેનો ધંધો હતો. તેમાં જ્યારે આપણે મદદ આપી ત્યારે તેણે મદદ લીધી ને પોતાની કોઠીઓ વધારી. કોઠીઓનો બચાવ કરવા તેણે લશ્કર રાખ્યું. તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે. આ વખતે હિંદુ-મુસલમાન વચ્ચે વેર પણ ચાલતું હતું. તેમાં કંપનીને લાગ મળ્યો.
EditorVery well. But I fear that as we go on we will disagree again. Still, I will argue only when you stop me. We have seen that the English merchants got a foothold because we encouraged them. In the same way, when our princes fought among themselves, they asked the Company Bahadur for help. The Company Bahadur was skilled in trade and in war. Questions of right and wrong did not get in its way. Its business was to increase trade and make money. When we offered help, it took it and multiplied its warehouses. To protect the warehouses it kept an army. We made use of that army, and it is pointless to blame the Company for it now. At that time there was also enmity between Hindus and Muslims. That too gave the Company its chance.
આમ બધી રીતે કંપનીનો કાબૂ હિંદુસ્તાનમાં જામે તેવું આપણે તેને સારુ કર્યું. એટલે આપણે હિંદુસ્તાન અંગ્રેજને આપ્યું એમ કહેવું એ હિંદુસ્તાન ગયું એમ કહેવા કરતાં વધારે સાચું છે.
So in every way we did what was needed to make the Company’s hold on India firm. To say that we gave India to the English is therefore truer than to say that India was lost.
Readerહવે અંગ્રેજો હિંદુસ્તાન કેમ રાખી શકે છે એ કહો.
ReaderNow tell me how the English manage to keep India.
Editorજેમ આપણે તેઓને આપ્યું તેમ આપણે હિંદુસ્તાન તેઓની પાસે રહેવા દઈએ છીએ. તેઓએ હિંદુસ્તાન તલવારથી લીધું એમ તેઓમાંના કેટલાક કહે છે, અને તલવારથી રાખે છે એમ પણ કહે છે. આ બંને વાત ગલત છે. હિંદુસ્તાનને રાખવામાં તલવાર કંઈ જ કામ આવે એમ નથી; આપણે જ તેઓને રહેવા દઈએ છીએ.
EditorJust as we gave India to them, we let them keep it. Some of them say they took India by the sword, and they also say they hold it by the sword. Both claims are false. The sword is of no use at all in keeping India. It is we who let them stay.
નેપોલિયને અંગ્રેજોને વેપારી પ્રજા કહી છે એ તદ્દન વાજબી વાત છે. તેઓ જે દેશને રાખે છે તે દેશ વેપારને અર્થે રાખે છે એ જાણવા જેવું છે. તેઓનાં લશ્કર કે કાફલા માત્ર વેપારની રક્ષા કરવા અર્થે છે. જ્યારે ટ્રાન્સવાલમાં વેપાર નહોતો ત્યારે મિ. ગ્લૅડસ્ટનને તરત સૂઝી આવ્યું કે ટ્રાન્સવાલને અંગ્રેજોએ નહીં રાખવું જોઈએ. જ્યારે ટ્રાન્સવાલમાં વેપાર જોયો ત્યારે તેની સાથે લડાઈ કરી અને મિ. ચેમ્બરલેને શોધી કાઢ્યું કે ટ્રાન્સવાલની ઉપર અંગ્રેજની હકુમત છે. મરહૂમ પ્રેસિડન્ટ ક્રૂગરને કોઈએ સવાલ પૂછ્યો : 'ચાંદમાં સોનું છે કે નહીં?' તેણે જવાબ આપ્યો કે, 'ચાંદમાં સોનું હોવાનો સંભવ નથી; કેમ કે જો હોત તો અંગ્રેજો તેને પોતાના રાજ્ય સાથે જોડી દેત.' તેઓનો પરમેશ્વર પૈસો છે, એ ધ્યાનમાં રાખવાથી બધા ખુલાસા થઈ શકશે.
Napoleon called the English a nation of traders, and he was quite right. It is worth knowing that whatever country they hold, they hold for the sake of trade. Their armies and fleets exist only to protect trade. When there was no trade in the Transvaal, it at once occurred to Mr. Gladstone that the English ought not to hold the Transvaal. When they saw trade in the Transvaal, they went to war with it, and Mr. Chamberlain discovered that the English had sovereignty over the Transvaal. Someone once asked the late President Kruger whether there was gold in the moon. He replied: “There is not likely to be gold in the moon, for if there were, the English would have annexed it.” Their god is money. Keep that in mind and everything is explained.
ત્યારે અંગ્રેજોને આપણે હિંદુસ્તાનમાં રાખીએ છીએ તે માત્ર આપણી ગરજે. આપણને તેઓનો વેપાર પસંદ આવે છે. તેઓ કાવાદાવા કરી આપણને રીઝવે છે ને રીઝવીને આપણી પાસેથી કામ લે છે. તેમાં આપણે તેઓનો દોષ કાઢવો એ તેઓની સત્તા નિભાવવા જેવું છે. આમાં વળી આપણે માંહોમાંહે તકરાર કરી તેઓને વધારે ઉત્તેજન આપીએ છીએ.
જો તમે ઉપરની વાત બરાબર માનો તો આપણે સાબિત કર્યું કે અંગ્રેજો વેપારને અર્થે આવ્યા, વેપારને અર્થે રહે છે, ને તેઓને રાખવામાં આપણે જ મદદગાર છીએ. તેઓનાં હથિયાર તે તદ્દન નકામાં છે.
So we keep the English in India purely for our own ends. We like their trade. They please us with their wiles, and having pleased us they get work out of us. To blame them for this is to help prop up their power. On top of that, we quarrel among ourselves and encourage them all the more.
If you accept what I have said, we have proved that the English came for trade, they stay for trade, and it is we who help keep them here. Their weapons are of no use at all.
આ પ્રસંગે તમને હું યાદ આપું છું કે જાપાનમાં અંગ્રેજી વાવટો ઊડે છે એમ તમે માનજો. જાપાનની સાથે અંગ્રેજે કરાર કર્યો છે તે તેના વેપારને સારુ; અને જાપાનમાં તમે જોશો કે અંગ્રેજો પોતાનો વેપાર ખૂબ જમાવશે. અંગ્રેજ પોતાના માલને સારુ દુનિયાને પોતાની બજાર બનાવવા માગે છે. આમ નહીં કરી શકે એ બરોબર છે. તેમાં કંઈ તેઓનો વાંક નહીં ગણાય. તેઓ પોતાની મહેનતમાં કચાશ રાખવાના નથી.
At this point let me remind you: you may take it that the English flag flies in Japan. The English made their treaty with Japan for the sake of their trade, and you will see that they will build up their trade in Japan enormously. The English want to make the whole world a market for their goods. It is true that they will not manage it. But no blame can be laid on them for trying. They will spare no effort.
8. The Condition of India
હિંદુસ્તાનની દશા · India is ground down not by the English but by modern civilization; religion, not irreligion, is India’s strength.
Readerહિંદુસ્તાન કેમ અંગ્રેજના હાથમાં છે એ સમજી શકાય છે. હવે હિંદુસ્તાનની દશા વિશે તમારા વિચાર જાણવા માગું છું.
ReaderI can understand how India came to be in English hands. Now I want to hear your views on the condition of India.
Editorહિંદુસ્તાનની અત્યારે રાંકડી દશા છે. તે તમને કહેતાં મારી આંખમાં પાણી આવે છે ને મારું ગળું સુકાય છે. તે હું તમને પૂરી રીતે સમજાવી શકીશ કે નહીં તે વિશે મને શક છે. મારો ખાસ અભિપ્રાય છે કે હિંદુસ્તાન અંગ્રેજથી નહીં, પણ આજકાલના સુધારા નીચે કચરાયેલું છે; તેની ઝડપમાં તે આવી ગયું છે. તેમાંથી બચવાનો હજી ઉપાય છે ખરો, પણ દિવસે દિવસે વખત જતો જાય છે. મને તો ધર્મ વહાલો છે, એટલે પ્રથમ દુઃખ તો એ છે કે હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતું ચાલ્યું છે, ધર્મનો અર્થ હું અહીં હિંદુ કે મુસલમાન કે જરથોસ્તી એમ નથી કરતો; પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે જતો રહે છે; આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ.
EditorIndia’s condition today is pitiful. As I tell you this my eyes fill with tears and my throat goes dry. I doubt whether I can make it fully clear to you. It is my firm opinion that India is being ground down not by the English but by modern civilization. It has been caught in its grip. There is still a way of escape, but time is running out day by day. Religion is dear to me, and so my first sorrow is that India is losing its religion. By religion I do not mean here Hindu or Muslim or Zoroastrian. I mean that the religion which lies within all these religions is slipping away. We are turning our backs on God.
Editorહિંદુસ્તાન ઉપર એવું તહોમત છે કે, આપણે આળસુ છીએ અને ગોરાઓ મહેનતુ તથા ઉત્સાહી છે. આ આપણે માની લીધું છે, ને તેથી આપણે આપણી સ્થિતિ બદલાવવા માગીએ છીએ.
હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી બધા ધર્મ શીખવે છે કે, આપણે દુન્યવી વસ્તુઓ વિશે મંદ રહેવું ને ધાર્મિક વસ્તુઓ વિશે ઉત્સાહી રહેવું; આપણે આપણા દુન્યવી લોભની હદ બાંધવી ને ધાર્મિક લોભને મોકળો રાખવો. આપણો ઉત્સાહ તેમાં જ રાખવો.
EditorIndia stands accused of being lazy, while the whites are said to be hardworking and enterprising. We have accepted this, and so we want to change our condition.
All religions, Hindu, Muslim, Parsi and Christian, teach that we should be slow about worldly things and zealous about religious things. We should set limits to our worldly greed and leave our religious greed free. That is where our zeal belongs.
Readerઆ તો તમે પાખંડી થવાનું શિક્ષણ આપતા લાગો છો. આવી વાતો કરી ધુતારાઓ ધૂતી ગયા છે ને હજુ ધૂતે છે.
ReaderYou seem to be teaching us to be hypocrites. Swindlers have swindled people with talk like this, and they still do.
Editorતમે ધર્મ ઉપર ખોટો આરોપ મૂકો છો. પાખંડ તો બધા ધર્મમાં રહ્યો છે. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધારું રહેલું જ છે. પડછાયો દરેક વસ્તુ વિશે છે. ધર્મધુતારા એ દુન્યવી ધુતારા કરતાં સારા છે એમ તમે જોશો. સુધારામાં જે પાખંડ હું તમને બતાવી ગયો તે પાખંડ ધર્મમાં જોયું જ નથી.
EditorYou are wronging religion. There is hypocrisy in every religion. Where there is sun, there is darkness too. Everything casts a shadow. You will find that religious swindlers are better than worldly ones. The hypocrisy I have shown you in civilization I have never seen in religion.
Readerએમ કેમ કહેવાય? ધર્મને બહાને હિંદુ-મુસલમાન લડ્યા, ધર્મને બહાને ખ્રિસ્તીઓમાં મહાયુદ્ધો થયાં. ધર્મને બહાને હજારો નિરપરાધી માણસો માર્યાં ગયાં, તેઓને બાળી નાખ્યાં, તેઓની ઉપર મહાસંકટો પાડ્યાં. આ તો સુધારા કરતાં ખરાબ જ ગણાય.
ReaderHow can you say that? In the name of religion Hindus and Muslims have fought. In the name of religion Christians have waged great wars. In the name of religion thousands of innocent people have been killed and burned, and terrible sufferings inflicted on them. Surely that is worse than civilization.
Editorહું તો કહું છું કે એ બધું સુધારાના દુઃખ કરતાં વધારે સહન થઈ શકે તેવું છે. તમે કહ્યું તે પાખંડ છે એમ સહુ સમજે છે. તેથી પાખંડમાં આવેલાં માણસો મરી રહે એટલે ઊકલી જાય છે. જ્યાં ભોળાં માણસો રહ્યાં છે ત્યાં તેવું ચાલ્યા જ કરશે, પણ તેની અસર સદાયને સારુ બૂરી રહેતી નથી, સુધારાની હોળીમાં જે માણસો બળી મૂઆં છે તેની તો હદ જ નથી. તેની ખૂબી તો એ છે કે માણસો સારું માનીને તેમાં ઝંપલાવે છે. તેઓ નથી રહેતા દીનના કે નથી રહેતા દુનિયાના. તેઓ ખરી વસ્તુને તદ્દન ભૂલી જાય છે. સુધારો તે ઉંદરની જેમ ફૂંકીને ફોલી ખાય છે. તેની અસર જ્યારે આપણે જાણીશું ત્યારે અગાઉના વહેમો તે આપણને પ્રમાણમાં મીઠા લાગશે. હું એમ નથી કહેતો કે આપણે તે વહેમોને કાયમ રાખવા.
EditorI say that all this is easier to bear than the misery of civilization. Everyone knows that what you describe is hypocrisy. So when the people caught up in it die, it comes to an end. Where there are simple, credulous people, such things will go on, but their effect does not stay evil forever. But there is no counting the people who have been burned to death in the bonfire of civilization. The cunning of it is that people leap into it believing it to be good. They end up belonging neither to faith nor to the world. They forget the real thing altogether. Civilization eats us away the way a rat does, blowing on the spot as it gnaws. When we come to know its effects, the old superstitions will seem sweet by comparison. I am not saying we should keep those superstitions.
નહીં, તેની સામે તો લડીશું જ; પણ તે લડત કંઈ ધર્મ ભૂલી જવાથી નથી લેવાવાની, પણ ખરી રીતે ધર્મ સંપાદન કરી લેવાશે.
No, we shall certainly fight them. But that fight will not be won by forgetting religion. It will be won by truly making religion our own.
The peace of English rule
The Editor says English peace has made Indians cowardly and dependent on others for protection.
Readerત્યારે તમે તો એમ પણ કહેશો કે અંગ્રેજે હિંદુસ્તાનમાં શાંતિનું સુખ આપ્યું છે તે નકામું છે.
ReaderThen you will also say that the blessing of peace the English have given India is worthless.
Editorતમે શાંતિ જુઓ તો ભલે. હું તો શાન્તિસુખ જોતો નથી.
EditorYou may see peace, if you like. I see no blessing of peace.
Readerત્યારે ઠગ, પીંઢારા, ભીલ વગેરે જે ત્રાસ ઉપજાવતા હતા તે તમારે હિસાબે કંઈ હરકત જેવું નહોતું!
ReaderSo the terror spread by the Thugs, the Pindaris, the Bhils and the rest was nothing to worry about, by your reckoning!
Editorતમે જરા વિચારી જોશો તો માલૂમ પડશે કે તેઓનો ત્રાસ માત્ર નજીવો હતો. જો તેઓનો ત્રાસ ખરો જ હોત તો પ્રજા જડમૂળથી ક્યારની નાશ પામી હોત. વળી હાલની શાંતિ તો માત્ર નામની જ છે. હું એમ કહેવા માગું છું કે આપણે તે શાંતિથી નામર્દ, બાયલા અને ભીરુ બની ગયા છીએ. ભીલ-પીંઢારાનો સ્વભાવ અંગ્રેજે ફેરવ્યો છે એમ માની લેવાનું નથી. આપણને તેવી જાતની પીડા હોય તે સહન કરવા જેવું છે, પણ બીજા માણસ તે પીડામાંથી આપણને બચાવે તે તદ્દન હીણપત ઉપજાવનારું છે. આપણે અબળા બનીએ તેના કરતાં ભીલનાં તીરકામઠાંથી મરવું એ મને વધારે પસંદ છે. તે સ્થિતિમાં જે હિંદુસ્તાન હતું તે હિંદુસ્તાન જુદા જ જુસ્સાનું હતું. મૅકૉલૅએ હિંદીને નામર્દ ગણેલા તે તેની અધમ અજ્ઞાન દશા સૂચવે છે. હિંદી બાયલા કદી હતા જ નહીં.
EditorIf you think about it a little, you will see that their terror was trifling. If it had really been terror, the people would have been wiped out root and branch long ago. Besides, today’s peace is peace in name only. What I mean is that this peace has made us cowardly, spineless and timid. Don’t suppose the English have changed the nature of the Bhils and Pindaris. If we have to suffer that kind of trouble, it is worth bearing. But to be saved from it by someone else is utterly degrading. I would rather die by a Bhil’s bow and arrow than become helpless. The India of those days had quite a different spirit. Macaulay’s thinking Indians cowardly shows only his own abject ignorance. Indians were never spineless.
જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેમનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.
Understand this: in a country inhabited by hill peoples, a country where tigers and wolves live, people who were truly fearful would simply perish. Have you ever been out to the fields? I assure you that our farmers still sleep fearlessly in the fields today, while the English and you would think twice about sleeping there. Strength lies in fearlessness, not in having plenty of lumps of flesh on the body. A little thought will show you that.
વળી તમે જે સ્વરાજ ઇચ્છનારા છો તેમને ચેતવું છું કે ભીલ, પીંઢારા અને ઠગ તે આપણા જ દેશી ભાઈ છે. તેને જીતવા તે તમારું ને મારું કામ છે. તમારા જ ભાઈનો તમને જ્યાં સુધી ભય રહેશે, ત્યાં સુધી તમે કદી ઠેકાણાસર પહોંચવાના નથી.
And I warn you who want swaraj: the Bhils, the Pindaris and the Thugs are our own countrymen. Winning them over is your work and mine. As long as you fear your own brothers, you will never reach the goal.
9. The Condition of India (continued): The Railways
હિંદુસ્તાનની દશા–રેલવેઓ · Railways spread plague and famine, speed up evil, and did not make India one nation; it was one already.
Readerહિંદુસ્તાનની શાંતિનો જે મારો મોહ હતો તે તમે લઈ લીધો. હવે તો મારી પાસે તમે કંઈ રહેવા દીધું હોય એમ યાદ આવતું નથી.
ReaderYou have taken away the fond belief I had in India’s peace. Now I can’t think of anything you have left me.
Editorહજુ તો તમને માત્ર ધર્મની દશાનો મેં ખ્યાલ આપ્યો છે. પણ હિંદુસ્તાન કેમ રાંક છે, એ વિશે તમને મારા વિચારો હું જણાવીશ ત્યારે વખતે તમને મારી ઉપર જ તિરસ્કાર છૂટશે; કેમકે જે કંઈ આજ સુધી તમે અમે લાભકારક માન્યું છે તે મને તો ગેરલાભકારક જણાય છે.
EditorSo far I have only given you an idea of the state of religion. But when I tell you my views on why India is poor, you may well come to despise me. For whatever you and I have thought beneficial until now seems harmful to me.
Editorહિંદુસ્તાનને રેલવેએ, વકીલોએ ને દાક્તરોએ કંગાલ બનાવ્યું છે. તે દશા એવી છે કે, જો આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.
EditorIndia has been impoverished by railways, lawyers and doctors. Things are such that if we do not wake up in time, we will be hemmed in on every side.
Readerઆપણો સંઘ દ્વારકા જશે કે નહીં એ વિશે મને ધાસ્તી છે. તમે તો બધું જે સરસ જોવામાં આવ્યું છે, મનાયું છે, તેની ઉપર જ હુમલો શરૂ કર્યો! હવે શું રહ્યું?
ReaderI am afraid our pilgrim band will never reach Dwarka. You have started attacking everything that has been seen and held as good! What is left now?
Editorતમારે ધીરજ રાખવી પડશે. સુધારો તે કેવો કુધારો એ તો મુસીબતે માલૂમ પડે તેમ છે. તબીબો તમને કહેશે કે, ઘાસણીના દરદવાળો મોતના હાડા લગી પણ જીવવાની આશા રાખ્યા કરે છે. ઘાસણીનો રોગ ઉપરથી દેખાય એવી ઈજા કરતો નથી. વળી તે રોગ માણસને ખોટી લાલી આપે છે. તેથી રોગી વિશ્વાસે તણાયા કરે છે અને છેવટે ડૂબે છે. તેમ જ સુધારાનું સમજવું, તે અદૃશ્ય રોગ છે. તેનાથી ચેતજો.
EditorYou will have to be patient. How much of an uncivilization this civilization really is can be grasped only with difficulty. Doctors will tell you that a consumptive goes on hoping to live right up to death’s door. Consumption does no harm you can see on the surface. What is more, it gives a person a false flush. So the patient is carried along by false confidence and in the end goes under. That is how to understand civilization: it is an invisible disease. Beware of it.
Readerઠીક છે ત્યારે હવે રેલવે પુરાણ સંભળાવો.
ReaderVery well, then. Now tell me the whole epic of the railways.
Editorતમને ઊગી આવશે કે રેલવે ન હોય તો અંગ્રેજોનો કાબૂ હિંદુસ્તાન ઉપર છે તેટલો ન જ રહે. રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગો આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' - સૂતક - આપણે પહેલાં પાળતા. રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે. જ્યાં મોંઘવારી હોય ત્યાં અનાજ તણાઈ જાય છે, લોકો બેદરકાર બને છે અને તેથી દુકાળનું દુઃખ વધે છે. રેલવેથી દુષ્ટતા વધે છે. ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે. હિંદુસ્તાનમાં જે પવિત્ર સ્થાનો હતાં તે અપવિત્ર થયાં છે. અગાઉ લોકો બહુ મુસીબતે તેવી જગ્યાએ જતા.
EditorIt will occur to you that without railways the English could not keep the hold on India that they have. Plague has been spread by the railways. Without them, only a few people would travel from place to place, and so infectious diseases could not spread across the whole country. In the past we used to practice “segregation,” what we call sutak, as a matter of course. Famines have increased because of the railways, for the convenience of the railways lets people sell off their grain. Grain is drawn away to wherever prices are high, people become careless, and so the misery of famine grows. Railways increase wickedness. Bad people can spread their evil at speed. The holy places of India have become unholy. In the past people reached such places only with great hardship.
તેવા લોકો ખરેખર ભાવથી ઈશ્વર ભજવા જતા, હવે તો ધુતારાની ટોળી માત ધૂતવા જાય છે.
Such people truly went in devotion to worship God. Now gangs of swindlers go only to swindle.
Readerઆ તો એકતરફી વાત તમે કરી. જેમ ખરાબ માણસો જઈ શકે તેમ સારા પણ જઈ શકે છે. તેઓ કેમ રેલવેનો પૂરો લાભ નથી લેતા?
ReaderThat is a one-sided argument. Good people can travel just as bad people can. Why don’t they make full use of the railways?
Editorસારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે. તેને તો રેલવેની સાથે ન જ બને. સારું કરનારને સ્વાર્થ હોય નહીં. તે ઉતાવળ નહીં કરે. તે જાણે છે કે માણસની ઉપર સારાની છાપ પાડતાં જમાનો જોઈશે. નઠારું જ કૂદી શકે છે. ઘર બાંધવું મુશ્કેલ છે, પાડવું એ સહેલું છે. એટલે હમેશાં રેલવે એ દુષ્ટતાનો ફેલાવો જ કરશે એમ ચોક્કસ સમજવા જેવું છે. તેથી દુકાળનો ફેલાવો થાય કે નહીં તે વિશે કોઈ શાસ્ત્રકાર મારા મનમાં ઘડીભર વહેમ પેસાડી શકશે, પણ રેલવેથી દુષ્ટતા વધે છે તે તો મનમાં કોતરાઈ ગયું છે તે જનાર નથી.
EditorWhat is good moves at a snail’s pace. It can never get along with the railways. Whoever does good has no selfish motive. He will not hurry. He knows it takes an age for good to leave its mark on people. Only evil can leap. Building a house is hard; pulling it down is easy. So we can be quite sure that the railways will always spread wickedness. Whether they spread famine or not, some expert might for a moment plant a doubt in my mind. But that the railways increase wickedness is carved into my mind and will not go away.
Were Indians one nation before the railways?
The Editor argues India was one nation long before the English, united by its pilgrimages.
Readerપણ રેલવેનો મોટામાં મોટો લાભ બીજા બધા ગેરફાયદાને ભુલાવી દે છે. રેલવે છે તો આજે હિંદુસ્તાનમાં એક પ્રજાનો જુસ્સો જોવામાં આવે છે. એટલે હું તો કહું છું કે રેલવે ભલે આવી.
ReaderBut the greatest benefit of the railways makes one forget all their disadvantages. It is because of the railways that a spirit of one nation can be seen in India today. So I say: let the railways come.
Editorઆ તમારી ભૂલ જ છે. તમને અંગ્રેજે શીખવ્યું છે કે તમે એક-પ્રજા ન હતા, ને થતાં સેંકડો વર્ષો જશે. આ વાત તદ્દન પાયા વગરની છે. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનમાં ન હતા ત્યારે આપણે એક-પ્રજા હતા, આપણા વિચારો એક હતા, આપણી રહેણી એક હતી ત્યારે તો તેઓએ એકરાજ્ય સ્થાપ્યું. ભેદ તો પછી તેમણે જ પાડ્યા.
EditorThat is simply your mistake. The English have taught you that you were not one nation and that it will take centuries to become one. This is completely baseless. When the English were not in India, we were one nation. Our ideas were one and our way of life was one. That is precisely why they were able to set up a single rule. The divisions were made afterwards, by them.
Editorહું જે કહું છું તે વગર વિચાર્યે નથી કહેતો. એક-પ્રજાનો અર્થ એવો નથી કે આપની વચ્ચે અંતર ન હતું; પણ આપણા મુખ્ય માણસો પગપાળા કે ગાડાંમાં આખા હિંદુસ્તાનમાં ફરતા, તેઓ એક-બીજાની ભાષા શીખતા ને તેઓની વચ્ચે અંતર ન હતું. જે દીર્ઘદર્શી પુરુષોએ સેતુબન્ધ રામેશ્વર, જગન્નાથ અને હરદ્વારની જાત્રા ઠરાવી તેઓનો શો વિચાર હતો એમ તમે માનો છો? તેઓ મૂર્ખ ન હતા એમ તમે કબૂલ કરશો. તેઓ જાણતા હતા કે ઈશ્વરભજન તો ઘેર બેઠાં થાય છે. તેઓએ જ આપણને શીખવ્યું છે કે મન ચંગા છે તેને ઘેર બેઠે ગંગા છે. પણ તેઓએ વિચાર્યું કે હિંદુસ્તાન તેઓએ એક મુલક બનાવ્યો છે તે એક-પ્રજાનો હોવો જોઈએ. તેથી તેઓએ જુદાં જુદાં સ્થાનકો ઠરાવી લોકોને એકતા નો ખ્યાલ એવી રીતે આપ્યો કે, જેવું દુનિયામાં બીજી જગ્યાએ નથી.
EditorI am not saying this without thought. Being one nation does not mean there were no differences among us. But our leading men traveled all over India on foot or by bullock cart. They learned one another’s languages, and there was no gulf between them. What do you suppose was in the minds of those far-sighted men who established pilgrimages to Setubandh Rameshwar, Jagannath and Hardwar? You will grant that they were no fools. They knew that God can be worshiped sitting at home. It was they who taught us that whoever’s mind is pure has the Ganges at home. But they reasoned that India, which they had made one land, must be the land of one nation. So they established these different holy places and gave the people an idea of unity in a way found nowhere else in the world.
બે અંગ્રેજ એક નથી તેટલા એક આપણે હિંદી હતા અને છીએ. માત્ર તમે અમે જે સુધર્યા છીએ તેને મન જ હિંદુસ્તાનમાં જુદી જુદી પ્રજા છીએ એમ આભાસ આવ્યો. રેલવેથી આપણે જુદી પ્રજા માનતા થયા ને રેલવેથી આપણે એક-પ્રજાનો ખ્યાલ પાછો લાવતા થયા છીએ એમ માનો તો મને બાધ નથી. અફીણી કહી શકે છે કે અફીણના ગેરફાયદાની આપણને ખબર પડી, વાસ્તે અફીણ એ સારી વસ્તુ છે. આ બધું તમે ખૂબ વિચારજો. તમને હજુ શંકાઓ ઊઠશે. પણ તે બધીનો નિર્ણય તમારી મેળે તમે કરી શકશો.
We Indians were and are more one than two Englishmen are. Only to you and me, who have become civilized, did it seem that India is made up of different nations. If you want to say that the railways made us think of ourselves as different nations, and that the railways are now bringing back the idea of one nation, I have no objection. An opium addict can say that he has learned the harm opium does, and therefore opium is a good thing. Think all this over carefully. Doubts will still come up. But you will be able to settle them all on your own.
Readerતમે કહેલું હું વિચારીશ. પણ એક સવાલ તો મને હમણાં જ ઊઠે છે. મુસલમાન હિંદુસ્તાનમાં દાખલ થયા તે પહેલાંના હિંદુસ્તાનની તમે વાત કરી. પણ હવે તો મુસલમાનોની, પારસીની, ખ્રિસ્તીની એમ મોટી સંખ્યા છે. તે એક-પ્રજા હોય નહીં, હિંદુ-મુસલમાનને તો હાડવેર છે એમ કહેવાય છે. આપણી કહેવત પણ તેવી જ છે. 'મિયાંને ને મહાદેવને ન બને.' હિંદુ પૂર્વમાં તો મુસલમાન પશ્ચિમમાં પૂજે, મુસલમાન હિંદુને બુતપરાસ્ત - મૂર્તિના પૂજનાર - ગણી તેમનો તિરસ્કાર કરે. હિંદુ મૂર્તિ-પૂજક છે, મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે. હિંદુ ગાયને પૂજે, મુસલમાન તેને મારે. હિંદુ અહિંસક, મુસલમાન હિંસક. આમ ડગલે ડગલે વિરોધ છે તે ક્યાંથી મટે ને હિંદુસ્તાન ક્યાંથી એક થાય?
ReaderI will think over what you have said. But one question comes up right away. You spoke of India before the Muslims came. But now there are large numbers of Muslims, Parsis and Christians. They cannot be one nation. Hindus and Muslims are said to have a bone-deep enmity. Our proverb says the same: “Miyan and Mahadev can never agree.” The Hindu worships facing east, the Muslim facing west. The Muslim despises the Hindu as a butparast, an idol-worshipper. The Hindu worships idols; the Muslim smashes them. The Hindu worships the cow; the Muslim kills it. The Hindu is nonviolent; the Muslim is violent. With conflict at every step like this, how can it ever end, and how can India ever be one?
10. The Condition of India (continued): Hindus and Muslims
હિંદુસ્તાનની દશા–હિંદુ-મુસલમાન · India is not two nations: Hindus and Muslims can live together as brothers, and their quarrels are fed by outsiders.
Editorતમારો છેલ્લો સવાલ મહાગંભીર જણાય છે. પણ તે વિચાર કરતાં સહેલો લાગશે. આ સવાલ ઊઠ્યો છે તેનું કારણ પણ રેલવે, વકીલ અને દાક્તર છે, વકીલ અને દાક્તરનો વિચાર તો આપણે હવે કરવો પડશે; રેલવેનો કરી ગયા. આટલું ઉમેરું છું કે માણસને એવી રીતે પેદા કરેલ છે કે, તેણે પોતાના હાથપગથી બને તેટલું જ તેણે આવાગમન વગેરે કરવું. જો આપણે રેલવે વગેરે સાધનોથી દોડધામ ન જ કરીએ તો આપણને બહુ ચૂંચવાડા ભરેલા સવાલો ન આવી પડે. આપણે હાથે કરીને દુઃખ ઓઢી લઈએ છીએ. માણસની હદ ખુદાએ તેના શરીરના ઘાટથી જ બાંધી, તો માણસે તે ઘાટની હદ ઓળંગવા ઉપાય શોધી કાઢ્યા. માણસને અક્કલ એવા કારણસર આપી કે, તેથી તે ખુદાને પિછાને; માણસે અક્ક્લનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો.
EditorYour last question looks very serious. But on reflection it will seem easy. This question too has arisen because of railways, lawyers and doctors. We have dealt with the railways; we still have to consider lawyers and doctors. I will add only this. Man is so made that he should do his coming and going, and the rest, only as far as his own hands and feet will take him. If we did not rush about by railway and other such means, we would not be faced with so many tangled questions. We bring misery on ourselves with our own hands. God set man’s limits by the very shape of his body, and man has found ways to cross them. God gave man intelligence so that he might know God, and man has used his intelligence to forget God.
મારાથી મારી કુદરતી હદ મુજબ મારી આસપાસ વસતા માણસોની સેવા થઈ શકે; તો મેં ઝટ લઈને મારી મગરૂરીમાં શોધી કાઢ્યું કે મારે તો આખી દુનિયાની સેવા મારા શરીર વતી કરવી. આમ કરવા જતાં ઘણા ધર્મના ને પ્રકારના માણસો સાથે આવે. તે બોજો માણસ જાત ઉપાડી શકે જ નહીં એટલે પછી અકળાય. આ વિચાર પ્રમાણે તમે સમજી લેશો કે રેલવે એ ખરેખરું તોફાની સાધન છે. માણસ રેલવેનો ઉપયોગ કરી ખુદાને ભુલેલ છે.
Within my natural limits I can serve the people who live around me. But in my pride I promptly discovered that I must serve the whole world with my body. In trying to do this, people of many religions and many kinds are thrown together. Humankind cannot carry that burden, and so it grows distressed. Following this line of thought, you will see that the railway is a truly mischievous device. By using the railway man has forgotten God.
Readerપણ હું તો હવે મારા ઉઠાવેલા સવાલનો જવાબ સાંભળવા અધીરો બની રહ્યો છું. મુસલમાન દાખલ થવાથી એક-પ્રજા રહી કે ગઈ?
ReaderBut now I am impatient to hear the answer to the question I raised. With the coming of the Muslims, did we remain one nation or not?
Editorહિંદુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે તેથી કંઈ તે એક-પ્રજા મટનાર નથી. નવા માણસો દાખલ થાય તે પ્રજા ભંગ નથી કરી શકતા; તેઓ પ્રજામાં ભળી જાય છે. એમ થાય ત્યારે જ અમુક મુલક એક-પ્રજા ગણાય. તે મુલકમાં બીજા માણસોનો સમાસ કરવાનો ગુણ હોવો જોઈએ. તેવું હિંદુસ્તાનમાં હતું અને છે. બાકી ખરું જોતાં, જેટલા માણસ તેટલા ધર્મ છે એમ ગણી શકાય. એક - પ્રજા થઈ રહેનાર માણસો એકબીજાના ધર્મની વચમાં પડતા જ નથી; જો પડે તો સમજવું કે તેઓ એક-પ્રજા થવાને લાયક નથી. હિંદુ જો એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુથી જ ભરેલું હોય તો તે સ્વપનું છે.
EditorPeople of any religion can live in India; that does not make it cease to be one nation. Newcomers cannot break up a nation; they merge into it. Only when that happens can a country be called one nation. A country must have the capacity to absorb others. India had it and still has it. In truth, you could say there are as many religions as there are people. People who live as one nation do not interfere with one another’s religion. If they do, it means they are not fit to be one nation. If Hindus think that all India should be filled with Hindus alone, that is a dream.
મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું, છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી, એકમુલકી છે; તે મુલકી ભાઈ છે, અને તેમણે એકબીજાના સ્વાર્થને ખાતર પણ એક થઈ રહેવું પડશે.
If Muslims think that only Muslims should live in it, that too is a dream. Hindus, Muslims, Parsis, Christians, all who have made that country their own and live in it, belong to one country, one land. They are brothers of the same land, and they will have to live as one, if only for one another’s sake.
દુનિયા કોઈ પણ ભાગમાં એક-પ્રજાનો અર્થ એક-ધર્મ એમ થયો નથી, હિંદુસ્તાનમાં હતો નહીં.
Nowhere in the world has one nation meant one religion. In India it never did.
Editor'હાડવેર' એ બંનેના દુશ્મને લીધેલું વચન છે. જ્યારે હિંદુ-મુસલમાન લડતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થયા છીએ. પછી હાડવેર શાનાં? વળી એટલું યાદ રાખજો કે અંગ્રેજ આવ્યા પછી આપણે લડતા બંધ થયા છીએ એવું કંઈ નથી, હિંદુઓ મુસલમાન રાજાઓની નીચે, અને મુસલમાનો હિંદુ રાજાઓ નીચે રહેતા આવ્યા છે. બંને જણને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈને ફાયદો નથી, લડાઈથી એકબીજા પોતાનો ધર્મ નહીં છોડે, તેમ એકબીજા પોતાની હઠ પણ નહીં મૂકે. તેથી બંને એ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજોએ શરૂ કરાવ્યા.
Editor“Bone-deep enmity” is a phrase picked up from the enemy of both. When Hindus and Muslims fought, they talked like that too. We stopped fighting long ago. So why the enmity? And remember, it is not as if we stopped fighting only after the English came. Hindus have long lived under Muslim kings, and Muslims under Hindu kings. Both found out in time that fighting profits no one, that fighting will not make either give up its religion, nor will either give up its obstinacy. So both resolved to live in harmony. It was the English who set the quarrels going again.
'મિયાંને ને મહાદેવને બને નહીં ' એ કહેવત પણ ઉપર પ્રમાણે સમજવી. કેટલીક કહેવતો રહી જાય છે તે નુકશાન કર્યા જ કરે છે. આપણે કહેવતની ધૂનમાં એટલું પણ યાદ નથી કરતા કે ઘણા હિંદુ તથા મુસલમાનના બાપદાદા એક જ હતા; આપણામાં એક જ લોહી છે. શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેના ખુદા તે જુદો છે? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના બે જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઈએ તેમાં શું થયું? તેમાં દુઃખ શું?
The proverb “Miyan and Mahadev can never agree” should be understood in the same way. Some proverbs linger on and go on doing harm. Caught up in proverbs, we forget even that many Hindus and Muslims had the same forefathers; the same blood runs in us. Does changing one’s religion make one an enemy? Is the God of the one different from the God of the other? Religions are different roads to the same place. What does it matter if we take different paths? Where is the harm in that?
વળી એવી કહેવતો શૈવો-વૈષ્ણવોમાં પણ રહેલી છે; તેથી કોઈ એમ નહીં કહે કે તેઓ એક-પ્રજા નથી. વેદધર્મી અને જૈન વચ્ચે બહુ જ તફાવત મનાય છે, છતાં તેથી તે બે જુદી પ્રજા નથી થતા, આપણે ગુલામ બની ગયા છીએ તેથી જ આપણે કજિયો ત્રીજે ઠેકાણે લઈ જઈએ છીએ.
Besides, there are such proverbs among Shaivites and Vaishnavites too, yet no one says they are not one nation. The followers of the Vedic religion and the Jains are thought to differ greatly, yet that does not make them two separate nations. It is only because we have become slaves that we take our quarrels to a third party.
જેમ મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે. તેમ હિંદુમાં પણ એવી શાખા જોવામાં આવે છે. જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તો પણ આપને તેની સામે વેરભાવ ન રાખવો ઘટે; આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ.
Just as Muslims are breakers of idols, so there is a sect among Hindus too that does the same. As true knowledge grows, we will understand that even if the other person follows a religion we do not like, we ought not to bear him ill will. We must not use force against him.
Protecting the cow
The Editor says the cow cannot be protected by fighting Muslims, only by persuasion and self-sacrifice.
Editorહું પોતે ગાયને પૂજું છું એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે. તે ઉપયોગી પ્રાણી છે એ તો મુસલમાન ભાઈઓ પણ કબૂલ કરશે.
EditorI myself worship the cow, that is, I honor it. The cow is India’s protector, for India, an agricultural country, depends on its offspring. The cow is useful in a hundred ways. Our Muslim brothers too will admit that it is a useful animal.
પણ જેમ હું ગાયને પૂજું છું તેમ હું માણસને પણ પૂજું છું. જેમ ગાય ઉપયોગી છે તેમ માણસ પણ - પછી તે મુસલમાન હોય કે હિંદુ હોય - ઉપયોગી છે. ત્યારે શું હું ગાયને બચાવવા હું મુસલમાનની સાથે લડીશ? હું તેને મારીશ? આમ કરવા જતાં હું મુસલમાનનો તેમજ ગાયનો દુશ્મન બનીશ, એટલે મારા વિચાર પ્રમાણે તો હું કહું છું કે, ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, કે મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો મારે ગાયને જતી કરવી, કેમ કે તે મારા અખત્યારની વાત નથી.
But just as I worship the cow, I worship human beings too. Just as the cow is useful, so is a human being, whether Muslim or Hindu. Then shall I fight a Muslim to save a cow? Shall I kill him? In doing so I would become the enemy of the Muslim and of the cow alike. So my view is that there is only one way to protect the cow. I should fold my hands before my Muslim brother and persuade him to spare the cow for the country’s sake. If he will not listen, I must let the cow go, for that is beyond my power.
મને જો ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારો પ્રાણ દેવો પણ કંઈ મુસલમાનનો પ્રાણ લેવો નહીં, આ ધાર્મિક કાયદો છે એમ હું તો માનું છું.
If I feel deep compassion for the cow, I should give up my own life, but never take the life of a Muslim. That, I believe, is the law of religion.
'હા'ને અને 'ના'ને હંમેશા વેર છે. જો હું વાદ કરું તો મુસલમાન પણ વાદ કરશે. જો હું ટેડો બનીશ તો તે પણ ટેડો થશે. જો હું વેંત નમીશ તો તે હાથ નમશે; ને કદાચ નહીં નમે તો કંઈ હું નમ્યો તે ખોટું કર્યું નહીં કહેવાય. જ્યારે આપણે હદ કરી ત્યારે ગાયનો વધ વધ્યો. મારો અભિપ્રાય છે કે ગોરક્ષાપ્રચારિણી સભા ને ગોવધપ્રચારિણી સભા ગણાવી જોઈએ. તેવી સભા છે એ આપણને નામોશી પહોંચાડે છે. જ્યારે ગાયની રક્ષા કરતાં ભૂલ્યા ત્યારે તેવી સભાની જરૂર પડી હશે.
“Yes” and “No” are forever at war. If I argue, the Muslim will argue too. If I turn awkward, so will he. If I bend a hand’s span, he will bend an arm’s length; and even if he does not, no one can say I was wrong to bend. When we went to extremes, cow-slaughter increased. In my opinion the cow-protection societies should be counted as cow-slaughter societies. That such societies exist is a disgrace to us. It must have been when we forgot how to protect the cow that we came to need them.
મારો ભાઈ ગાયને મારવા દોડ તો અમારે તેનું શું કરવું? તેને મારે મારવો કે પગે પડવું? જો તેને પગે પડવું એમ તમે કહેશો તો મુસલમાન ભાઈને પણ પગે પડવું.
ગાયને દુઃખ દઈને ગાયનો વધ હિંદુ કરે છે, તેને કોણ છોડવે છે? ગાયની પ્રજાને જે પરોણા હિંદુ મારે છે, તે હિંદુને કોણ સમજાવે છે? તેથી એક-પ્રજા થતાં આપણે અટક્યા નથી.
If my own brother rushes to kill a cow, what am I to do with him? Kill him, or fall at his feet? If you say I should fall at his feet, then I should fall at my Muslim brother’s feet too.
Hindus torment cows and kill them that way; who rescues the cow from them? Hindus beat the cow’s offspring with goads; who reasons with those Hindus? Yet none of this has stopped us from being one nation.
છેવટમાં, હિંદુ અહિંસક અને મુસલમાન હિંસક છે એ ખરું હોય તો અહિંસકનો શો ધર્મ છે? અહિંસકે કંઈ માણસની હિંસા કરવી એમ લખ્યું નથી. અહિંસકને તો સીધો રસ્તો છે. તેણે એકને બચાવવા બીજાને હિંસા કરવાની જ નથી, તેને તો માત્ર પાચનમન કરવાનું રહ્યું છે. તેમાં તેનો પુરુષાર્થ છે.
Finally, if it is true that the Hindu is nonviolent and the Muslim violent, what is the duty of the nonviolent? Nowhere is it written that the nonviolent should do violence to a human being. The nonviolent has a straight road. He must never do violence to one to save another. All he has to do is bow down and plead. That is where his valor lies.
પણ શું હિંદુમાત્ર અહિંસક છે? મૂળ વિચારતા કોઈ અહિંસક નથી, કેમ કે જીવની હાનિ તો આપણે કરીએ છીએ. પણ તેમાંથી છૂટવા માગીએ છીએ, તેથી અહિંસક, સાધારણ વિચાર કરતાં જોઈએ છીએ કે, ઘણાં હિંદુ માંસાહારી છે એટલે તે અહિંસક ન ગણાય. તાણીતોડીને જુદો અર્થ કરવો હોય તો મારે કંઈ કહેવાનું નથી, જ્યારે આમ છે ત્યારે એક હિંસક અને બીજા અહિંસક છે તેથી ન બને, એ વાત તદ્દન ખિલાફ છે.
But is every Hindu nonviolent? Strictly speaking, no one is nonviolent, for we all destroy life. But we want to be free of it, and so we are called nonviolent. Taking the ordinary view, we see that many Hindus eat meat, so they cannot be counted nonviolent. If anyone wants to twist the word into some other meaning, I have nothing to say. That being so, the claim that the two cannot get along because one is violent and the other nonviolent is utterly false.
આવા વિચારો સ્વાર્થી ધર્મશિક્ષક, શાસ્ત્રીઓ-મુલ્લાંઓએ આપ્યો છે; તે અધુરું હતું તે પૂરું અંગ્રેજોએ કર્યું છે. તેઓને ઈતિહાસો લખવાની ટેવ રહી; દરેક જાતિના રીતિરિવાજો જાણવાનો ડોળ રહ્યો. ઈશ્વરે મન નાનકડું બનાવ્યું છતાં તેઓ ઈશ્વરી દાવો કરતા ચાલ્યા છે, ને કંઈ કંઈ અખતરા કરે છે. પોતાનો ઢોલ પોતે વગાડે છે, ને આપણાં મન પર તેની ખાતરી બેસાડે છે, આપણે ભોળપણમાં તે બધું માનીએ છીએ.
Such ideas were put about by selfish religious teachers, by shastris and mullahs. What they left unfinished, the English have finished. They are in the habit of writing histories. They make a show of knowing the customs and usages of every community. God made the human mind small, yet they go on claiming the knowledge of God and trying all kinds of experiments. They beat their own drum and drive the belief into our minds, and in our simplicity we believe it all.
જેઓ આડું નથી જોવા માગતા તેઓ જોઈ શકે છે કે, કુરાને શરીફમાં એવાં સેંકડો વચનો છે કે, જે હિંદુને માન્ય હોય; ભગવદ્ગીતામાં એવું લખેલું છે કે તેની સામે મુસલમાનને કંઈ જ કહેવાપણું ન રહે. કુરાને શરીફમાં કેટલુંક મારાથી ન સમજાય અથવા મને પસંદ ન આવે તેથી શું મારે તેને માનનારનો તિરસ્કાર કરવો? કજિયો બે માણસથી જ થાય. મારે કજિયો નહીં જ કરવો હોય તો મુસલમાન શું કરે? અને મુસલમાનને નહીં કરવો હોય તો હું શું કરવાનો હતો? હવામાં હાથ ઉગામનારનો હાથ પડી જાય છે. સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.
Those who do not want to look away can see that the holy Quran contains hundreds of sayings a Hindu would accept, and the Bhagavad Gita says things to which a Muslim could have no objection at all. If there are parts of the holy Quran I do not understand or do not like, must I despise those who believe in it? It takes two to quarrel. If I am determined not to quarrel, what can the Muslim do? And if the Muslim will not quarrel, what could I do? Whoever swings his arm at the empty air finds it drops of itself. If each of us understands the true nature of his own religion and holds fast to it, and does not let shastris and mullahs come between us, quarreling will be left with a blackened face.
Readerઅંગ્રેજો બંને કોમને બનવા દેશે ખરા?
ReaderBut will the English really let the two communities get along?
Editorઆ સવાલ બીકણ માણસનો છે. એ સવાલ આપણી હલકાઈ બતાવે છે. બે ભાઈને બનાડવું હોય તો તેમાં કોણ ભંગ પાડી શકે છે? જો તેઓ વચ્ચે બીજો માણસ તકરાર કરાવી શકે તો તે ભાઈઓને આપણે કાચા હૈયાના કહીશું. તેમ જ જો આપણે - હિંદુ મુસલમાન - કાચા હૈયાના હોઈશું તો તેમાં અંગ્રેજનો વાંક કાઢવાનો નહીં રહે. કાચો ઘડો એક કાંકરેથી નહીં તો બીજેથી ફૂટશે. તેને બચાવવાનો રસ્તો ઘડાને કાંકરાથી દૂર રાખવો એ નથી, પણ તેને પાકો કરવો કે જેથી કાંકરાનો ભય જ ન રહે. તેમ જ આપણે પાકા હૈયાના થવાનું છે. વળી બેમાંથી એક પાકા હૈયાનો હોઈશું તો ત્રીજો ફાવી શકે તેમ નથી. આ કામ હિંદુથી સહેલમાં બની શકે તેમ છે.
EditorThat is a coward’s question. It shows how low we have sunk. If two brothers want to get along, who can break them apart? If a third person can make them quarrel, we would call those brothers weak of heart. In the same way, if we, Hindus and Muslims, are weak of heart, there will be no blaming the English. An unfired pot will crack on one pebble if not on another. The way to save it is not to keep it away from pebbles, but to fire it hard, so that there is no fear of pebbles at all. In the same way, we have to make our hearts firm. And if even one of the two of us is firm of heart, no third party can succeed. This is something the Hindus can do with ease.
તેમની સંખ્યા મોટી છે, તેઓ વધારે ભણેલા છે એમ તેઓ માને છે; તો પછી તેઓ પાકું હૈયું રાખી શકે છે.
They are more numerous, and they consider themselves the more educated. Then surely they can keep their hearts firm.
બંને કોમ વચ્ચે અવિશ્વાસ છે. તેથી મુસલમાન લોર્ડ મોર્લેની પાસેથી અમુક હક માગે છે. આમાં હિંદુ શું કામ સામે થાય? જો હિંદુ સામે ન થાય તો અંગ્રેજ ચમકે, મુસલમાન ધીમે ધીમે વિશ્વાસ કરે અને ભાઈચારો વધે. આપણી તકરાર તેઓની પાસે લઈ જતાં આપણે શરમાવું જોઈએ. હિંદુ આમ કરતાં કંઈ ખોવાના નથી; એ તમે તમારી મેળે હિસાબ કરી શકશો. જે માણસ બીજા પર વિશ્વાસ બેસડી શક્યો છે, તેણે આજ લગી કશું ખોયું નથી.
There is mistrust between the two communities. That is why the Muslims ask Lord Morley for certain rights. Why should the Hindus oppose this? If the Hindus did not oppose it, the English would be taken aback, the Muslims would slowly come to trust, and brotherhood would grow. We ought to be ashamed to take our quarrels to them. The Hindus will lose nothing by this; you can work that out for yourself. No one who has won another’s trust has ever lost anything by it.
હું એમ કહેવા નથી માગતો કે હિંદુ-મુસલમાન કોઈ દહાડો લડશે જ નહીં. બે ભાઈ ભેગા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણાં માથાં ફૂટશે. તેમ થવાની જરૂર હોય નહીં, પણ બધા માણસો સરખી મતિના નથી હોઈ શકતાં. એક બીજા આવેશમાં આવે ત્યારે ઘણી વાર સાહસકામ કરે છે. તે આપને સહન કરવાં પડશે. પણ આપણે તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહીં લઈ જઈએ. બે જણ લડ્યા, બંનેના કે એકના માથાં ફુટ્યા પછી તેમાં બીજા માણસ શો ન્યાય કરનાર હતો? લડશે તે ઘવાશે પણ ખરા. શરીરેશરીર અફલાય ત્યારે તેની નિશાની રહે જ. તેમાં ન્યાય શો હોઈ શકે?
I do not mean that Hindus and Muslims will never fight. When two brothers live together, they quarrel. Sometimes heads will be broken. That need not happen, but not everyone can be of the same mind. When people get worked up, they often do rash things. We will have to put up with that. But we will not stir up a lot of lawyering and drag even such quarrels into the English courts. Two men fought; both or one of them got a broken head. What justice could a third man do after that? Those who fight will get hurt. When body clashes with body, it is bound to leave its marks. What justice can there be in that?
11. The Condition of India (continued): Lawyers
હિંદુસ્તાનની દશા–વકીલ · Lawyers have enslaved India, sharpened Hindu–Muslim quarrels and strengthened English rule.
Readerતમે તો કહો છો કે બે જણ વઢે ત્યારે તેનો ન્યાય પણ ન કરાવવો. આ તો તમે અજબ વાત કહી.
ReaderSo you say that when two people fight, we should not even have the case judged. That is a strange thing to say.
Editorઅજબ કહો કે બીજું વિશેષણ આપો, પણ તે વાત ખરી છે અને તમારી શંકા તે આપણને વકીલ-દાક્તરની ઓળખાણ કરાવે છે. મારો મત એવો છે કે વકીલે હિંદુસ્તાનને ગુલામી અપાવી છે અને તેઓએ હિંદુ-મુસલમાનના કજિયા વધાર્યા છે; તેઓએ અંગ્રેજોની સત્તા વધારી છે.
EditorCall it strange, or call it what you like, but it is true. And your doubt brings us to lawyers and doctors. My view is that lawyers have brought slavery upon India. They have aggravated the quarrels between Hindus and Muslims, and they have strengthened the power of the English.
Readerઆવાં તહોમતો મૂકવાં સહેલાં છે; પણ સાબિત કરતાં મુશ્કેલી પડે. વકીલ વિના કોણ આપણને સ્વતંત્રતાનો માર્ગ બતાવત? તેઓ વિના ગરીબનો બચાવ કોણ કરત? તેઓ વિના દાદ કોણ અપાવત? જુઓ; મરહૂમ મનમોહન ઘોષે કેટલાને બચાવ્યા? પોતે તેમાંથી એક પેની સરખી નહીં લીધેલી. કૉંગ્રેસ કે જેનાં તમે જ વખાણ કરી ગયા તે વકીલોથી નભે છે ને તેઓની મહેનતથી તેમાં કામ થાય છે. આ વર્ગને તમે વખોડો એ તો ન્યાયનો અન્યાય કર્યા બરોબર છે. એ તો તમારે હાથ છાપું આવ્યું એટલે તમે ગમે તેમ બોલવાની છૂટ લીધા જેવું જણાય છે.
ReaderIt is easy to make such accusations, but hard to prove them. Without lawyers, who would have shown us the way to freedom? Without them, who would have defended the poor? Without them, who would have got us redress? Look at how many people the late Manmohan Ghose saved, without taking so much as a penny for himself. The Congress, which you yourself have praised, is kept going by lawyers, and it is their labor that gets its work done. To condemn this class is an injustice to justice itself. It looks as if, just because you have a newspaper in your hands, you have taken the liberty of saying whatever you please.
Editorતમે માનો છો તેમ એક વેળા હું પણ માનતો. વકીલોએ કોઈ દહાડો કંઈ જ સારું નથી કર્યું એમ મારે તમને નથી બતાવવું. મિ. મનમોહન ઘોષને હું માન આપું છું. તેમણે ગરીબોને મદદ કરેલી એ વાત બરોબર છે. કૉંગ્રેસમાં વકીલોએ કંઈક કર્યું તે પણ માની શકાય. વકીલો પણ માણસ છે અને માણસજાતમાં કંઈક તો સારું રહેલું જ છે. ઘણાખરા દાખલા જે વકીલોની સારમાણસાઈના જોવામાં આવે છે તે, તેઓ વકીલ છે એ ભૂલી ગયેલા છે, ત્યારે બનેલા છે. મારે તો તમને એટલું જ બતાવવાનું છે કે તેઓનો ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે; તેમાંથી ઊગરનાર થોડા જ છે.
EditorI used to think as you do. I do not want to show you that lawyers have never done any good at all. I respect Mr. Manmohan Ghose. It is true that he helped the poor. One may also grant that lawyers have done something in the Congress. Lawyers are human too, and there is some good in all humankind. But most of the instances of lawyers’ decency one comes across happened when they forgot that they were lawyers. All I want to show you is that their profession teaches them immorality. They fall into evil temptations, and few escape.
હિંદુ અને મુસલમાન લડ્યા છે. તેઓને ત્રાહિત માણસ કહેશે કે તમે હવે ભૂલી જાઓ; બેઉનો વાંક હશે; એકબીજા સંપીને રહેજો. તેઓ વકીલની પાસે ગયા. વકીલની ફરજ થઈ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી એ તેનું કામ છે. જો એમ ન કરે તો તેણે પોતાના ધંધાને લાંછન લગાડ્યું ગણાય. એટલે વકીલ તો ઘણે ભાગે લડત આગળ વધારવાની સલાહ આપશે.
Suppose Hindus and Muslims have fought. An outsider would tell them: forget it now; both of you were probably at fault; live together in harmony. Instead they go to a lawyer. The lawyer’s duty is to take his client’s side. It is his job to find arguments in his client’s favor that the client himself never thought of. If he does not, he is held to have disgraced his profession. So the lawyer will usually advise carrying the fight further.
વળી માણસો વકીલ થાય છે તે કંઈ પરદુઃખ ભાંગવાને સારુ નહીં, પણ પૈસા પેદા કરવાને. તે એક કમાણીનો રસ્તો છે. ત્યારે વકીલનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે. મારી જાણની વાત છે કે વકીલો પોતે જ્યારે કજિયા થાય છે ત્યારે રાજી થાય છે. મુખત્યારો તે પણ વકીલની જાત છે. નહિં હોય ત્યાંથી તેઓ કજિયા ઊભા કરશે. તેઓના દલાલો હોય છે તે જળોની માફક ગરીબોને વળગે છે ને તેઓનું લોહી ચૂસી લે છે. એ ધંધો જ એવા પ્રકારનો રહ્યો છે કે તેમાં માણસોને કંકાસનું ઉત્તેજન મળે જ. વકીલો એ નવરા માણસો છે. આળસુ માણસો એ એશાઅરામ ભોગવવાને ખાતર વકીલ બને છે. આ ખરી હકીકત છે. બીજી દલીલો અપાય તે બહાનાં છે. વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનારા વકીલ જ છે.
Besides, people do not become lawyers to relieve the sufferings of others, but to make money. It is a way of earning a living. So the lawyer’s interest lies in multiplying quarrels. I know for a fact that lawyers are glad when quarrels break out. Court agents belong to the lawyers’ tribe too. Where there are no quarrels, they will invent them. They have their touts, who cling to the poor like leeches and suck their blood. The very nature of the profession is such that it cannot help encouraging strife. Lawyers are people with time on their hands. Lazy men become lawyers in order to live in ease and luxury. That is the plain truth. The other reasons given are excuses. It was lawyers themselves who discovered that law is a highly honorable profession.
કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. માણસોની પાસેથી શું દામ લેવું એ પણ તેઓ જ મુકરર કરે છે ને માણસોની ઉપર દાબ બેસાડવા આડંબર એવો કરે છે કે જાણે તેઓ કોઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવતાઈ પુરુષ ન હોય!
They make the laws, and they are the ones who praise them. They are the ones who fix what fees to take from people, and to overawe people they put on such airs that you would think they were divine beings come down from heaven!
મજૂરના કરતાં તેઓ શા સારુ વધારે દહાડિયું માગે છે? તેઓની હાજતો મજૂર કરતાં વધારે શા સારુ છે? મજૂર કરતાં તેઓએ દેશનું શું વધારે ભલું કર્યું છે? ભલું કરનારને કંઈ વધારે પૈસા લેવાનો હક છે ખરો? જો પૈસાની ખાતર તેમણે કર્યું તો પછી તે ભલું કેમ ગણાયું? આ તો તે ધંધાનો જે ગુણ છે એ તમને હું કહી ગયો, પણ તે તો અલગ વાત રહી છે.
Why do they ask for higher daily wages than a laborer? Why are their needs greater than a laborer’s? What more good have they done the country than a laborer has? Does anyone who does good have a right to take more money for it? If they did it for money, how can it be counted as good? This is the character of the profession that I have already described; but that is a matter apart.
વકીલોથી કેટલાક હિંદુ-મુસલમાન વચ્ચેનાં હુલ્લડ થયાં છે એ જેમણે અનુભવ લીધો છે તે જાણતા હશે. તેથી કેટલાંક કુટુંબો પાયમાલ થઈ ગયાં. તેઓનાથી ભાઈઓ વચ્ચે ઝેર દાખલ થયાં છે. કેટલાંક રજવાડાં વકીલોની જાળમાં ફસાઈ જઈ કરજદાર થઈ પડ્યાં છે. ઘણા ગરાસિયા તે વકીલોના કારસ્તાનથી લૂંટાઈ ગયા છે. આવા દાખલા ઘણા આપી શકાય છે.
Anyone with experience will know that some of the riots between Hindus and Muslims have been the work of lawyers. Some families have been ruined by them. Through them poison has entered between brothers. Some princely states have fallen into lawyers’ nets and sunk into debt. Many small landholders have been fleeced by lawyers’ schemes. Many such examples could be given.
પણ વધારેમાં વધારે નુકસાન તેઓને હાથે એ થયું છે કે અંગ્રેજી ધૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઈ છે. તમે વિચારો. તમને લાગે છે કે અંગ્રેજી અદાલતો ન હોત તો અંગ્રેજો રાજ ચલાવી શકત? અદાલતો એ કંઈ લોકોના સ્વાર્થને સારુ નથી. જેને પોતાની સત્તા નિભાવવી છે તે અદાલતની વાટે લોકોને વશ કરે છે. લોકો પોતે લડી લે તેમાં ત્રીજો માણસ પોતાની સત્તા નથી બેસાડી શકતો. ખરેખર, જ્યારે માણસો પોતાને હાથે મારામારી કરીને અથવા તો સગાંને પંચ નીમીને લડી લેતા ત્યારે મરદ રહેતા. અદાલતો આવી ત્યારે બાયલા બન્યા. એકબીજાએ લડી મરવું તે જંગલી ગણાતું. હવે ત્રીજો માણસ મારો કજિયો પતાવે ત્યારે ઓછું જંગલીપણું છે? કોઈ કહી શકશે કે જ્યારે ત્રીજો માણસ ઠરાવ આપે ત્યારે તે ખરો જ હોય છે? કોણ ખરું છે એ બંને પક્ષકાર જાણે છે.
But the greatest harm done at their hands is that the English yoke has been fastened tight around our necks. Think about it. Do you suppose the English could carry on their rule without English courts? Courts do not exist for the people’s benefit. Whoever wants to maintain his power brings the people under his control by way of the courts. When people settle their own fights, no third party can impose his authority. Indeed, when people fought it out with their own hands, or appointed their relatives as arbitrators and settled matters that way, they were brave. When the courts came, they grew spineless. It used to be thought barbarous for people to fight one another to the death. Is it any less barbarous now that a third man settles my quarrel? Can anyone say that the third man’s verdict is always right? Both parties know who is in the right.
આપણે ભોળપણમાં માની લઈએ છીએ કે ત્રીજો માણસ આપણા પૈસા લઈ જઈ આપણો ઇન્સાફ કરે છે.
In our simplicity we imagine that the third man who takes our money is doing us justice.
તે વાત અલગ રાખીએ. હકીકત તો આટલી જ બતાવવાની છે કે અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઈએ તો ચાલી જ ન શકે. અંગ્રેજો જ જડ્જ હોત, અંગ્રેજો જ વકીલ હોત, અંગ્રેજો જ સિપાઈ હોત તો અંગ્રેજો માત્ર અંગ્રેજો ઉપર જ રાજ્ય કરત. હિંદી જડજ અને હિંદી વકીલ વિના ન જ ચાલી શક્યું. વકીલો કેમ થયા, તેઓએ કેવી ધાલાવેલી કરેલી એ બધું તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે. અંગ્રેજી સતાની એક મુખ્ય ચાવી તેઓની અદાલત છે ને અદાલતની ચાવી વકીલો છે. જો વકીલો વકીલાત છોડી દે ને તે ધંધો વેશ્યાના જેવો નીચ ગણાય તો અંગ્રેજી રાજ્ય એક દિવસમાં પડી ભાંગે.
Let us leave that aside. All I need to show is that the English have tightened their grip on us by means of the courts, and that those courts could not run at all unless we became lawyers. If the English were the only judges, the only lawyers and the only soldiers, they would rule only over the English. It simply could not have worked without Indian judges and Indian lawyers. If you understood how lawyers came to be and what havoc they have wrought, you would come to loathe that profession as much as I do. One of the master keys of English power is their courts, and the key to the courts is lawyers. If lawyers gave up practicing law, and the profession came to be thought as low as prostitution, English rule would collapse in a single day.
વકીલોએ હિંદી પ્રજાની ઉપર આરોપ મુકાવ્યો છે કે આપણને કજિયા વહાલા છે ને આપણે કોરટ-દરબારરૂપી પાણીનાં માછલાં છીએ.
Lawyers have brought upon the Indian people the charge that we love quarrels and are fish that live in the water of the courts.
વકીલને વિશે જે શબ્દો હું વાપરું છું તે જ શબ્દો જડ્જોને લાગુ પડે છે. તે બંને મસિયાઈ ભાઈ છે, ને એકબીજાને જોર આપનારા છે.
The words I use about lawyers apply equally to judges. The two are cousins, and each lends the other strength.
12. The Condition of India (continued): Doctors
હિંદુસ્તાનની દશા–દાક્તર · Doctors cure the body only to let us indulge it again; their profession makes us weak and dependent.
Readerવકીલનું તો સમજાય છે. તેઓએ સારું કર્યું છે તે માત્ર અનાયાસે, એમ પ્રતીતિ આવે છે. બાકી તેઓનો ધંધો જોતાં તો તે કનિષ્ઠ જ છે, પણ દાક્તરને પણ તમે તો સાથે ઘસડો છો. એ કેમ હશે?
ReaderAbout lawyers I see your point. I am convinced that whatever good they have done was only by accident. Otherwise, judging by their profession, it is the lowest of the low. But you drag in doctors as well. Why would that be?
Editorહું જે વિચારો તમારી આગળ રજૂ કરું છું તે અત્યારે મારા પોતાના છે, પણ તે કંઈ મેં જ કરેલા છે એમ નથી. પશ્ચિમના સુધારકો પોતે મારા કરતાં વધારે સખત શબ્દોમાં લખી ગયા છે. તેઓએ વકીલ-દાક્તરોને બહુ વખોડ્યા છે. તેમાંના એક લેખકે એક ઝેરી ઝાડ બનાવ્યું છે. તેની ડાળ વકીલ-દાક્તર વગેરે નકામા ધંધાદારીઓની કરી છે અને તે ઝાડના થડની ઉપર નીતિધર્મ રૂપ કુહાડી ઉગામી છે. અનીતિને તે બધા ધંધાનું મૂળ રૂપ આપ્યું છે. એટલે તમે સમજશો કે હું તમારી આગળ મારા ખીસામાંથી કાઢેલા નવા વિચાર નથી મૂકતો, પણ બીજાનો તેમ જ મારો અનુભવ રજૂ કરું છું.
EditorThe views I am setting before you are my own now, but I am not the only one to have formed them. Western reformers themselves have written in harsher words than mine. They have strongly condemned lawyers and doctors. One of these writers has drawn a poisonous tree. Its branches are the useless professions, lawyers, doctors and the like, and over its trunk he has raised the axe of morality and religion. Immorality he has made the root of all these professions. So you will understand that I am not setting before you new ideas pulled out of my own pocket, but presenting the experience of others as well as my own.
દાક્તરના વિશે જેમ તમને હજુ મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે. આપણે ત્યાં વૈદ્યનો ધંધો સારા ધંધામાં ગણાયો નથી, એનું હવે મને ભાન આવ્યું છે ને હું તે વિચારની કિંમત પારખી શકું છું.
I was once as infatuated with doctors as you still are. There was a time when I myself meant to become a doctor and thought I would serve the community as one. Now the infatuation is gone. I now understand why the healer’s trade was never counted among the respectable callings in our country, and I can see the worth of that view.
અંગ્રેજોએ દાક્તરી વિદ્યાથી પણ આપણી ઉપર કાબૂ બેસાડ્યો છે. દાક્તરોના દંભની પણ ખામી નથી. મોગલ બાદશાહને ભમાવનાર તે અંગ્રેજી તબીબ હતો. તેણે તેના ઘરમાં કંઈ માંદગી મટાડી એટલે તેને શિરપાવ મળ્યો. અમીરની પાસે પહોંચી જનાર તે પણ દાક્તર છે.
દાક્તરે આપણને હલમાલાવી નાખ્યા છે. દાક્તરોના કરતાં ઊંટવૈદ્ય ભલા એમ કહેવાનું મને મન થઈ જાય છે. આપણે વિચારીએ.
The English have also used medical science to tighten their hold on us. Nor are doctors lacking in humbug. It was an English physician who beguiled the Mughal emperor. He cured some illness in the emperor’s household and was rewarded with a robe of honor. It is a doctor, too, who has found his way to the Amir.
Doctors have shaken us to the core. I am tempted to say that quacks are better than doctors. Let us think it over.
દાક્તરોનું કામ માત્ર શરીર સંભાળવાનું છે. વળી શરીર સંભાળવાનું છે એમ પણ નથી. તેઓનું કામ શરીરમાં રોગ થાય તે દૂર કરવાનું છે. રોગ કેમ થાય છે? આપણી જ ગફલતથી. હું બહુ જમું, મને અજીર્ણ થાય, હું દાક્તર પાસે જાઉં, તે મને ગોળી આપે. હું સાજો થાઉં, પાછો ખૂબ ખાઉં ને પાછો ગોળી લઉં. આમાં બન્યું છે તે આ છે. જો હું ગોળી ન લેત, તો અજીર્ણની સજા ભોગવત અને ફરી પાછો હદ ઉપરાંત ન જમત. દાક્તર વચમાં આવ્યો ને તેણે મને હદ ઉપરાંત ખાવામાં મદદ કરી. તેથી મને શરીરમાં આરામ તો થયો, પણ મારું મન નબળું થયું. આમ ચાલતાં છેવટે મારી સ્થિતિ એવી થાય કે મારા મનની ઉપર હું જરાયે કાબૂ ન રાખી શકું.
A doctor’s business is only to look after the body. In fact, it is not even to look after the body. His business is to remove the diseases that arise in it. How do diseases arise? Through our own carelessness. I overeat, I get indigestion, I go to the doctor, he gives me a pill. I get better, I overeat again, and I take another pill. Here is what has happened. If I had not taken the pill, I would have suffered the punishment of indigestion and would not have overeaten again. The doctor stepped in and helped me to overeat. My body got relief, but my mind grew weaker. If this goes on, I end up unable to keep any control at all over my mind.
મેં વિષય કર્યો. હું માંદો પડ્યો, મને દાક્તરે દવા આપી, હું સાજો થયો. હું ફરી વિષય નહીં કરું? કરીશ જ. જો દાક્તર વચ્ચે ન આવત તો કુદરત પોતાનું કામ રત, મારું મન દૃઢ થાત ને હું અંતે નિર્વિષયી થઈ સુખી થાત.
ઈસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે.
I indulged my lusts. I fell ill, the doctor gave me medicine, and I recovered. Will I not indulge again? Of course I will. If the doctor had not stepped in, nature would have done its work, my mind would have grown firm, and in the end I would have been free of desire and happy.
Hospitals are the root of sin. Because of them people take less care of their bodies and indulge more in immorality.
યુરોપી દાક્તરો હદ વાળે છે. તેઓ માત્ર શરીરના જ ખોટા જતનને ખાતર લાખો જીવોને દર વરસે મારે છે, જીવતા જીવ ઉપર અખતરા કરે છે. આવું એક પણ ધર્મને કબૂલ નથી. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બધા કહે છે કે માણસના શરીરને સારુ આટલા જીવો મારવાની જરૂર નથી.
European doctors go beyond all bounds. Merely for the sake of a false care of the body, they kill hundreds of thousands of creatures every year and experiment on living animals. No religion approves of this. Hindus, Muslims, Christians, Parsis, all say that there is no need to kill so many creatures for the sake of the human body.
દાક્તરો આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ હિંદુ-મુસલમાનને ખપે તેવી નથી. આપણે સુધરેલાનો ડોળ કરી, બધાઓને વહેમી ગણી સ્વચ્છંદે ગમે તેમ કર્યા કરીએ તે જુદી વાત છે, પણ દાક્તરો ઉપર પ્રમાણે કરે છે એ ચોખ્ખી ને સીધી વાત છે.
Doctors make us betray our religion. Most of their medicines contain animal fat or alcohol. Neither of these is permitted to Hindus or Muslims. We may put on airs of being civilized, write everyone else off as superstitious, and do whatever we like; that is another matter. But that doctors do what I have described is a plain and simple fact.
આનું પરિણામ એ આવ્યું છે કે આપણે નમાલા અને નામર્દ બનીએ છીએ. આવી સ્થિતિમાં આપણે લોકસેવા કરવાને લાયક નથી રહેતા અને આપણે શરીરહીન તથા બુદ્ધિહીન થતા જઈએ છીએ. અંગ્રેજી કે યુરોપી દાક્તરી શીખવી તે માત્ર ગુલામીની ગાંઠ મજબૂત કરવાને ખાતર છે.
The result is that we are becoming feeble and spineless. In this condition we are no longer fit to serve the people, and we are losing our strength of body and of mind. To learn English or European medicine is only to tighten the knot of slavery.
આપણે દાક્તર કેમ થઈએ છીએ એ પણ વિચારવાનું છે. તેનું ખરું કારણ તો આબરુદાર અને પૈસા કમાવાનો ધંધો કરવાનું છે; પરોપકારની વાત નથી. તે ધંધામાં પરોપકાર નથી એ તો હું બતાવી ગયો. તેથી લોકોને નુકસાન છે. દાક્તરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે અને તેઓની દવા જે એક પાઈની કિંમતની હોય છે તેના તેઓ રૂપિયા લે છે. આમ વિશ્વાસમાં ને સારા થવાની આશામાં લોકો ઠગાય છે. આવું જ છે ત્યારે ભલાઈનો ડોળ ઘાલનાર દાક્તરો કરતાં દેખીતા ઠગવૈદ સારા ગણાય.
We must also consider why we become doctors. The real reason is to have a respectable, money-making profession. Serving others has nothing to do with it. I have already shown that there is no service to others in that profession. So people are harmed by it. Doctors take large fees from people by mere show, and for medicine worth a pie they charge rupees. So people are cheated through their trust and their hope of getting well. That being so, out-and-out quacks are better than doctors who put on a show of doing good.
13. What Is True Civilization?
ખરો સુધારો શું? · Civilization is the conduct that shows a person the path of duty: India’s old civilization, which limited wants, is the best.
Readerતમે રેલવેને બાતલ કરી, વકીલને વખોડ્યા, દાક્તરને દબાવી દીધા, સંચાકામ માત્ર તમે નુકસાનકારક ગણશો એમ હું જોઈ શકું છું. હવે સુધારો તે કોને કહેવો?
ReaderYou have thrown out the railways, condemned the lawyers and crushed the doctors. I can see that you will count all machinery as harmful. Then what is to be called civilization?
Editorએ સવાલનો જવાબ મુશ્કેલ નથી. હું માનું છું કે જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. જે બીજ આપણા વડવાઓએ રોપ્યાં છે તેની બરોબરી કરી શકે તેવું કંઈ જોવામાં આવ્યું નથી. રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરયાની (ઇજિપ્તની) બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તો પણ હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.
EditorThat question is not hard to answer. I believe that nothing in the world can match the civilization India has shown. Nothing has been seen that can equal the seeds our forefathers sowed. Rome has been ground to dust, Greece is only a name, the empire of the Pharaohs (of Egypt) is gone, and Japan has fallen into the clutches of the West. Of China nothing can be said. But India, for all its stumbling and falling, is still sound at its foundations.
જે રોમ અને ગ્રીસ પડ્યાં છે તેનાં પુસ્તકોમાંથી યુરોપના લોકો શીખે છે. તેઓની ભૂલો પોતે નહીં કરે એવું ગુમાન કરે છે. આવી તેઓની કંગાલ સ્થિતિ છે, ત્યારે હિંદ અચલિત છે. એ જ તેનું ભૂષણ છે. હિંદની સામે આરોપ છે કે તે એવું જંગલી, એવું અજ્ઞાન છે કે તેની પાસે કંઈ ફેરફાર કરાવી શકાતા નથી. આ આરોપ એ આપણો ગુણ છે, દોષ નથી. અનુભવે જે આપણને ઠીક લાગ્યું છે તે આપણે કેમ ફેરવીશું? ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે, ત્યારે હિંદ અડગ રહે છે. આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.
The peoples of Europe learn from the books of Rome and Greece, which have fallen. They flatter themselves that they will not repeat their mistakes. Such is their sorry state, while India stands unmoved. That is her glory. India is accused of being so barbarous, so ignorant, that she cannot be made to change. This charge is our virtue, not our fault. Why should we change what experience has shown us to be right? Many givers of advice come and go, but India stands firm. That is her beauty; that is her anchor.
Civilization defined
True civilization is conduct that shows the path of duty, through mastery of mind and senses.
સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇંદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ 'સુ' એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.
Civilization is the conduct that shows a person the path of duty. To do one’s duty is to observe morality. To observe morality is to keep our mind and our senses under control. In doing so we come to know ourselves. This is sudharo: su, that is, a good dharo, a good way of conduct. Whatever runs against it is kudharo, a bad way: uncivilization.
ઘણા અંગ્રેજ લેખકો લખી ગયા છે કે ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ જ શીખવવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃત્તિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઇચ્છા વધતી જય છે. તેથી પૂર્વજોએ હદ બાંધી. ઘણા વિચારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ છે. તવંગર તે તવંગરીના કારણથી સુખી નથી; ગરીબ તે ગરીબાઈના કારણથી દુઃખી નથી. તવંગર દુઃખી જોવામાં આવે છે, ગરીબ સુખી જોવામાં આવે છે. કરોડો તો ગરીબ જ રહેશે. આમ જોઈ તેઓએ ભોગની વાસના છોડાવી. હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં.
Many English writers have written that, by the definition above, India has nothing left to learn. That is right. We have seen that human desires are restless. The mind keeps flailing about. The more we give the body, the more it asks for. Even with more, it is not happy. The more we indulge, the more we want to indulge. So our ancestors set a limit. After much thought they saw that happiness and misery come from the mind. The rich are not happy because of their riches, and the poor are not miserable because of their poverty. The rich are often seen to be miserable, and the poor to be happy. Millions will always remain poor. Seeing this, our ancestors weaned us from the craving for indulgence. We went on with the plow we had thousands of years ago. We kept the huts we had thousands of years ago.
હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણે નાશકારક હરીફાઈ રાખી નહીં; સહુ સહુનો ધંધો કરતા રહ્યા. તેમાં તેઓએ દસ્તૂર મુજબ દામ લીધું. આપણને કંઈ સંચા વગેરે શોધતાં ન આવડે તેમ ન હતું; પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.
Our education went on as it had been thousands of years ago. We had no ruinous competition. Each person kept to their own trade and took the customary wage for it. It was not that we did not know how to invent machines and the like. But our ancestors saw that if people got caught in the tangle of machinery they would become slaves and abandon their morality. After careful thought they said that we should do only what can be done with our hands and feet. True happiness lies in using our hands and feet, and so does health.
તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.
તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો - ઋષિઓ અને ફકીરોના કરતાં ઊતરતા ગણ્યા.
આવું જે પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવાલાયક નથી.
They thought that founding great cities was a useless bother. People would not be happy in them. Gilded gangs and white lanes would spring up there, and the poor would be robbed by the rich. So they were content with small villages.
They saw that moral force is stronger than kings and their swords. So they ranked kings below men of moral strength, the sages and fakirs.
A nation with such a constitution is fit to teach others. It has no need to learn from others.
આ પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા, પણ તે બધા રીતસર નિયમમાં હતા. સહુ જાણતું હતું કે એ ધંધા કંઈ ભારે ન હતા. વળી વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા. લોકોના ઉપરી થઈ ન રહેતા. ઈન્સાફ તો ઠીક ઠીક થતો. અદાલતે ન જવું એ લોકોની નેમ હતી. તેઓને ભમાવવાને સ્વાર્થી માણસો ન હતા. આટલો સડો પણ માત્ર રાજારજવાડાની આસપાસમાં જ હતો. આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું.
This nation had courts, lawyers and physicians, but they were all kept within proper bounds. Everyone knew these were not grand professions. Besides, lawyers, physicians and the like did not plunder the people. They depended on the people and did not set themselves up as their masters. Justice was done fairly enough. The people made it their aim to stay out of court. There were no self-seeking men to lead them astray. Even this much rot was found only around kings and their courts. The common people lived apart from it and were masters of their own fields. True swaraj was theirs.
અને જ્યાં ચાંડાળ સુધારો નથી પહોંચ્યો ત્યાં તેવું હિંદુસ્તાન હજુયે છે. તેને તમારા નવા ઢોંગોની વાત કરશો તે હસી કાઢશે. તેની ઉપર અંગ્રેજ રાજ્ય કરતા નથી, તમે રાજ્ય કરવાના નથી.
જે લોકોને નામે આપણે વાત કરીએ છીએ તેને આપણે ઓળખતા નથી, તેઓ આપણને નથી ઓળખતા. તમને અને જેને દેશદાઝ છે તેમને મારી સલાહ છે કે તમારે મુલકમાં - જ્યાં રેલની રેલ નથી ફરી વળી તેવા ભાગમાં - છ મહિના ફરવું ને પછી દેશની દાઝ લાવવી; પછી સ્વરાજની વાત કરવી.
That India still exists wherever this accursed civilization has not reached. Talk to it about your new fads and it will laugh at you. The English do not rule over it, and you never will.
We do not know the people in whose name we speak, and they do not know us. My advice to you, and to all who burn with love of country, is this. Travel for six months through the land, in the parts the railway has not yet overrun. Then let your love of country burn. Then talk of swaraj.
હવે તમે જોયું કે ખરો સુધારો હું કઈ વસ્તુને કહું છું. ઉપર મેં જે ચિતાર આપ્યો છે તેવું હિંદુસ્તાન જ્યાં હોય ત્યાં જે માણસ ફેરફાર કરશે તેને દુશ્મન જાણવો. તે નર પાપી છે.
Now you have seen what I call true civilization. Wherever India is as I have pictured it, anyone who changes it should be regarded as an enemy. Such a man is a sinner.
Readerતમે જે કહ્યું તેવું જ હિંદુસ્તાન હોય તો તો ઠીક, પણ જે દેશમાં હજારો બાળવિધવાઓ છે, જે દેશમાં બે વરસની બાળકીનાં લગ્ન થાય છે, જે દેશમાં બાર વર્ષે છોકરા-છોકરી ઘરસંસાર ચલાવે છે, જે દેશમાં સ્ત્રી એક કરતાં વધારે ભરથાર કરે છે, જે દેશમાં નિયોગનો ચાલ છે, જે દેશમાં ધર્મને નામે કુમારિકાઓ વેશ્યા બને છે, જે દેશમાં ધર્મને નામે પાડા-બકરાંઓનો વધ થાય છે તે દેશ પણ હિંદુસ્તાન છે. તો પણ તમે જે કહ્યું તે સુધારાનું લક્ષણ છે શું?
ReaderIf India were just as you say, well and good. But this too is India: a country with thousands of child widows, where two-year-old girls are married, where boys and girls of twelve run households, where women take more than one husband, where the custom of niyoga prevails, where girls become prostitutes in the name of religion, and where buffaloes and goats are slaughtered in the name of religion. Is all that, too, a mark of the civilization you describe?
Editorતમે ભૂલ્યા છો. તમે જે ખામીઓ બતાવી તે ખામી છે. તેને કોઈ સુધારો નથી કહેતું. તે ખામીઓ સુધારા છતાં રહેલી છે. તે દૂર કરવા હંમેશાં પ્રયત્ન થયા છે ને થયા જ કરશે. આપણને જે નવો જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ.
મેં તમને જે આધુનિક સુધારાની નિશાની કહી તે તે સુધારાના હિમાયતી પોતે બતાવે છે. મેં જે હિંદનો સુધારો વર્ણવ્યો છે તે તેના હિમાયતી વર્ણવે છે.
EditorYou are mistaken. The defects you point to are defects. No one calls them civilization. They persist in spite of civilization. Efforts have always been made to remove them and always will be. We can use the new zeal that has come over us to remove them.
The marks of modern civilization I described to you are the ones its own champions point to. And the Indian civilization I have described is the one its own champions describe.
કોઈ પણ દેશમાં કોઈ પણ સુધારા નીચે બધા માણસો સંપૂર્ણતા નથી પામ્યા. હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે; તેથી તેને કુધારો કહ્યો. પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારો સેશ્વરી છે.
આમ સમજી, શ્રદ્ધા રાખી, હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેમ વળગી રહેવું ઘટે છે.
In no country, under no civilization, have all people reached perfection. The tendency of Indian civilization is to strengthen morality; that is why I called the other uncivilization. Western civilization is godless. Indian civilization is God-centered.
Understanding this and keeping faith, those who wish India well should cling to Indian civilization as a child clings to its mother.
14. How Can India Become Free?
હિંદ કેમ છૂટે? · Swaraj is the rule of ourselves: it is in our own hands, and begins when each of us experiences it.
Readerસુધારા વિશે તમારા વિચાર સમજ્યો. તમારા કહેવા ઉપર ધ્યાન દેવું પડશે. એકદમ બધું ગ્રહણ કરાય એમ તમે નહીં માનો. એવી આશા પણ નહીં રાખતા હો. તમારા આવા વિચાર પ્રમાણે હિંદને છૂટવાનો શો ઉપાય તમે ધારો છો ?
ReaderI understand your views on civilization. I shall have to think over what you say. You will not expect everything to be taken in at once, and I suppose you do not even hope for it. Given these views of yours, how do you think India can be freed?
Editorમારા વિચાર એકદમ સહુ કબૂલ કરે એવું હું ધારતો જ નથી. તમારા જેવા માણસો જે મારા વિચાર જાણવા માગે તેને મારે જણાવવા એ જ મારું કર્તવ્ય છે. પછી તે વિચારો તેવાને પસંદ પડે કે નહીં તે તો કાળે કરીને જ જણાશે.
હિંદને છૂટવાના ઉપાય તો ખરું જોતાં આપણે જોઈ ગયા; છતાં તે બીજે રૂપે જોયા. હવે આપણે સ્વ-રૂપે તપાસીએ.
EditorI do not expect everyone to accept my views at once. My duty is only to share them with people like you who want to know them. Whether such people come to like them, only time will tell.
In truth we have already looked at the ways India can be freed, but we looked at them in another form. Now let us examine them in their own form.
જે કારણથી દરદી માંદો પડ્યો હોય તે કારણ દૂર કરે તો દરદી સાજો થાય, એ જગતપ્રસિદ્ધ વાત છે. તેમ જ જે કારણથી હિંદ ગુલામીમાં આવ્યું તે કારણ દૂર થાય તો તે બંધનમુક્ત થાય.
Everyone knows that when the cause of a patient’s illness is removed, the patient recovers. In the same way, if the cause of India’s slavery is removed, India will be free of its bonds.
Readerહિંદનો સુધારો તમે ગણો છો તેમ સર્વોત્તમ છે, તો પછી તે કેમ ગુલામીમાં આવ્યું ?
ReaderIf Indian civilization is the best of all, as you consider it, then why did India fall into slavery?
Editorસુધારો તો મેં કહ્યો તેવો જ છે, પણ એમ જોવામાં આવે છે કે બધા સુધારાની ઉપર આફત આવ્યા જ કરે છે. જે સુધારો અચલિત છે તે છેવટે આફતને દૂર કરે છે. હિંદના બાળકમાં કચાશ હતી તેથી તે સુધારો ઘેરાયો, પણ ઘેરામાંથી છૂટવાની તેની તાકાત છે, એ તેનું ગૌરવ બતાવે છે.
EditorThe civilization is just as I have said. But we see that every civilization is struck by one calamity after another. A civilization that stands firm drives off the calamity in the end. India’s children were immature, and so that civilization was besieged. But it has the strength to break out of the siege, and that shows its greatness.
Swaraj as rule over ourselves
India’s slavery is the slavery of the Westernized few; swaraj is learning to rule ourselves.
વળી કંઈ આખું હિંદ તેમાં ઘેરાયેલું નથી. જેઓ પશ્ચિમની કેળવણી પામ્યાં છે ને તેના પાશમાં આવ્યાં છે તે જ ગુલામીમાં ઘેરાયાં છે. આપણે જગતને આપણા દમડીના માપથી પામીએ છીએ. જો અપણે કંગાલ દશા ભોગવીએ છીએ તેથી આખું હિંદુસ્તાન તેવું છે એમ માનીએ છીએ. હકીકતમાં તેવું કંઈ નથી. છતાં આપણી ગુલામી તે દેશની છે એમ માનવું એ વાસ્તવિક છે, પણ ઉપલી વાત ધ્યાનમાં લઈએ તો આપણે સમજી શકીશું કે આપણી પોતાની ગુલામી જાય તો હિંદુસ્તાનની ગુલામી ગઈ સમજવી. આમાં તમને સ્વરાજની વ્યાખ્યા હવે મળી રહે છે. આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.
Besides, the whole of India is not besieged. Only those who have received a Western education and fallen into its noose are caught in slavery. We measure the world by our own penny. Because we are in a wretched state, we suppose all of India is. In fact it is nothing of the kind. Still, it is fair to think of our slavery as the country’s. But if we bear in mind what I have just said, we shall see that once our own slavery is gone, India’s slavery may be counted gone. Here you now have the definition of swaraj. It is swaraj when we learn to rule ourselves, and that swaraj is in the palm of our hand.
તે સ્વરાજ સ્વપ્નવત્ ન માનશો. મનથી માનીને બેસી રહેવાનું એ સ્વરાજ નથી. એ તો એવું છે કે તમે ચાખ્યા પછી બીજાને તેનો સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યંત પ્રયત્ન કરશો, પણ મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે. ડૂબતો બીજાને નહીં તારે, પણ તરતો તારશે. આપણે પોતે ગુલામ હોઈશું ને બીજાને છોડવાની વાત કરીશું તે બનવાજોગ નથી.
પણ આટલેથી બસ નથી. હજુ આપણે આગળ વિચારવું પડશે.
તમને હવે એટલું તો જણાયું હશે કે
અંગ્રેજને કાઢવા એવી નેમ આપણે રાખવાની
જરૂર નથી. અંગ્રેજ જે હિન્દી થઈને રહે
Do not think of this swaraj as a dream. It is not a swaraj to imagine in your mind while you sit idle. Once you have tasted it, you will strive all your life to give others the taste of it. But the main thing is that each one of us should enjoy swaraj. A drowning man cannot save another; a swimmer can. If we are slaves ourselves and talk of freeing others, that cannot be.
But this is not enough. We still have to think further.
By now you will at least have seen that
we need not make it our aim to drive the English
out. If the English stay on as Indians,
તે આપણે તેને સમાસ કરી શકીયે છીયે.
અંગ્રેજ જે પોતાના સુધારા સહિત રહેવા
માગે તો તેની જગ્યા હિન્દમાં નથી. આવી
દશા લાવવી તે આપણા હાથમાં છે.
we can make room for them.
If the English want to stay on with their
civilization, there is no place for them in India. To bring about such
a state of affairs lies in our hands.
Readerઅંગ્રેજ હિંદી બને એ વાત તમે કરો છો તે ન બનવા જેવી છે.
ReaderWhat you say about the English becoming Indian is something that can never happen.
Editorએમ આપણે કહેવું તે તો અંગ્રેજ માણસ નથી એમ કહેવા બરોબર થયું. તેઓ આપણા જેવા થાય કે નહીં તેની આપણને પરવા પણ નથી રહેતી. આપણે આપણું ઘર સાફ કરીએ, પછી તેમાં રહેવા લાયક માણસ જ રહેશે; બીજા પોતાની મેળે ચાલ્યા જશે. આવો અનુભવ તો દરેક માણસને થયો હશે.
EditorFor us to say so is the same as saying the English are not human. Whether they become like us or not need not even concern us. Let us clean our own house. Then only those fit to live in it will stay, and the rest will leave of their own accord. Everyone must have had that experience.
Readerઆવું થયેલું તવારીખમાં તો નથી વાંચવામાં આવ્યું.
ReaderI have never read of such a thing happening in history.
Editorતવારીખમાં ન જોયું હોય તે ન બને એમ માનવું એ હીણપદ છે. જે વાત આપણી અક્કલમાં આવી શકે તે આપણે છેવટે અજમાવવી તો ઘટે જ છે.
દરેક દેશની સ્થિતિ એક હોતી નથી. હિંદુસ્તાનની સ્થિતિ વિચિત્ર છે. હિંદુસ્તાનનું બળ અતુલિત છે. એટલે આપણે બીજી તવારીખની સાથે સંબંધ થોડો છે. મેં તમને બતાવ્યું કે જ્યારે બીજા સુધારા રગદોળાઈ ગયા ત્યારે હિંદી સુધારાને આંચ નથી આવી.
EditorTo believe that what we have not seen in history cannot happen is to belittle ourselves. Whatever our reason can grasp, we ought at least to try in the end.
No two countries are in the same condition. India’s condition is unusual. India’s strength is beyond measure. So other histories have little bearing on us. I have shown you that when other civilizations were trampled in the dust, Indian civilization came to no harm.
Readerમને આ બધી વાત ઠીક નથી લાગતી. આપણે અંગ્રેજને લડીને કાઢવા જ પડશે, એમાં શક થોડો જ લાગે છે. તેઓ જ્યાં સુધી મુલકમાં છે ત્યાં સુધી જપ નથી વળવાનો. 'પરાધીન સપને સુખ નાહીં.' એવું જોવામાં આવે છે. તેઓ છે તેથી આપણે દૂબળા થતા જઈએ છીએ. આપણું તેજ જતું રહ્યું છે ને આપણા લોકો ગાભરા જેવા દીસે છે. તેઓ આપણા દેશ ઉપર કાળરૂપ છે. તે કાળને આપણે ગમે તેવો પ્રયત્ન કરીને નસાડ્યે જ છૂટકો છે.
ReaderNone of this seems right to me. We shall have to fight the English to drive them out; I have little doubt of that. As long as they are in the country we shall have no peace. Paradhin sapne sukh nahin [the dependent know no happiness even in dreams]. That is what we see. Because they are here, we grow weaker and weaker. Our spirit has gone, and our people look frightened. They are death itself hanging over our country. We have no way out but to drive that death away, whatever effort it takes.
Editorતમે મારું કહેવું બધું તમારા આવેશમાં ભૂલી ગયા છો. અંગ્રેજોને લાવ્યા આપણે અને તેઓ રહે છે આપણે લીધે. આપણે તેમનો સુધારો ગ્રહણ કર્યો છે તેથી તે રહી શકે છે, એ કેમ ભૂલો છો ? તેઓની ઉપર તમે તિરસ્કાર કરો છો તે તેઓના સુધારા ઉપર કરવો ઘટે છે. છતાં હવે ધારો કે આપણે લડાઈ કરી તેમને કાઢીએ. તે કેમ થઈ શકશે ?
EditorIn your excitement you have forgotten everything I said. We brought the English here, and they stay because of us. Why do you forget that they can stay because we have adopted their civilization? The contempt you feel for them you ought to feel for their civilization. Still, suppose now that we fight and drive them out. How is that to be done?
Readerજેમ ઇટાલીએ કર્યું તેમ. મૅઝિનીએ અને ગૅરિબાલ્ડીએ કર્યું તે તો આપણાથી પણ કરાય. તેઓ મહાવીર થઈ ગયા તેની તમે ના પાડી શકશો ?
ReaderAs Italy did. What Mazzini and Garibaldi did, we can do too. Can you deny that they were great heroes?
15. Italy and India
ઈટાલી અને હિંદ · Mazzini, Cavour and Garibaldi: Italy’s unification by arms did not bring self-rule to the Italian people.
Editorતમે ઇટાલીનો દાખલો ભલો આપ્યો. મૅઝિની મહાત્મા હતો. ગૅરિબાલ્ડી ભારે યોદ્ધો થઈ ગયો. તે બંને પૂજનીય હતા. તેમાંથી આપણે બહુ શીખી શકીએ છીએ. છતાં ઇટાલીની દશા ને હિંદની દશા જુદી છે.
EditorItaly is a good example to give. Mazzini was a great soul. Garibaldi was a mighty warrior. Both deserve reverence, and we can learn much from them. Yet Italy’s condition and India’s are different.
પ્રથમ તો મૅઝિની અને ગૅરિબાલ્ડી વચ્ચેનો તફાવત જાણવા જેવો છે. મૅઝિનીનો મનોરથ જુદો હતો. મૅઝિની જે ધારતો તે ઇટાલીમાં નથી થયું, મૅઝિનીએ માણસજાતની ફરજ ઉપર લખતાં બતાવી આપ્યું છે કે દરેક માણસે સ્વરાજ ભોગવતા થવું જોઈએ. એ તો તેને સ્વપ્નવત્ રહ્યું. ગૅરિબાલ્ડી તથા મૅઝિનીની વચ્ચે મતભેદ થયેલો એ યાદ રાખજો. વળી ગૅરિબાલ્ડીએ દરેક ઇટાલિયનને હથિયાર આપ્યાં ને દરેક ઇટાલિયને હથિયાર લીધાં.
In the first place, the difference between Mazzini and Garibaldi is worth knowing. Mazzini’s aspiration was different. What Mazzini hoped for has not come about in Italy. Writing on the duties of man, Mazzini showed that every individual must come to enjoy swaraj. For him that remained a dream. Remember that Garibaldi and Mazzini disagreed. Moreover, Garibaldi gave arms to every Italian, and every Italian took up arms.
ઇટાલી અને ઑસ્ટ્રિયા એ બેમાં સુધારા-ભેદ ન હતો. એ તો 'કાકા કાકાના' ગણાય. 'જૈસે કો તૈસા' એવી વાત ઇટાલીની હતી. ઇટાલીને પરદેશી(ઑસ્ટ્રિયા)ની ધૂંસરીમાંથી છોડાવવું એવો ગૅરિબાલ્ડીનો મોહ હતો. તેને અંગે તેણે કાવૂરની મારફતે જે કાવતરાં કર્યાં તે તેના શૌર્યને ઝાંખપ લગાડે છે.
Between Italy and Austria there was no difference of civilization. They were cousins, as the saying goes. Italy’s was a case of jaise ko taisa [like for like]. Garibaldi’s passion was to free Italy from the yoke of the foreigner, Austria. The intrigues he pursued through Cavour to that end tarnish his bravery.
અને અંતે ફળ શું આવ્યું ? ઇટાલીમાં ઇટાલિયન રાજ્ય કરે છે તેથી ઇટાલીની પ્રજા સુખી છે એમ તમે માનતા હો, તો મારે તમને કહેવું જોઈએ કે તમે અંધારામાં ભમો છો. મૅઝિનીએ આબેહૂબ બતાવી આપ્યું છે કે ઇટાલી કંઈ છૂટ્યું નહીં. ઇટાલીનો એક અર્થ વિક્ટર ઇમૅન્યુઅલે કર્યો, ને મૅઝિનીએ બીજો કર્યો. ઇમૅન્યુઅલ, કાવૂર અને ગૅરિબાલ્ડીના મનથી ઇટાલી એટલે ઇમૅન્યુઅલ અથવા ઇટાલીનો રાજા અને તેના પાગિયા મૅઝિનીના વિચાર પ્રમાણે ઇટાલીના લોક-તેના ખેડૂતો એ જ ઇટાલી; ઇમૅન્યુઅલ વગેરે તેના નોકર, મૅઝિનીનું ઇટાલી હજી ગુલામ છે. બે રાજા વચ્ચે શેતરંજની બાજી હતી. ઇટાલીની પ્રજા તો માત્ર પાયદળ હતી, અને છે. ઇટાલીના મજૂરો હજુ દૂઃખી છે.
And what came of it in the end? If you believe the Italian people are happy because Italians rule Italy, I must tell you that you are groping in the dark. Mazzini showed clearly that Italy was not freed at all. Victor Emmanuel took Italy to mean one thing, and Mazzini another. For Emmanuel, Cavour and Garibaldi, Italy meant Emmanuel, the King of Italy, and his henchmen. For Mazzini, Italy was its people, its peasants, and Emmanuel and the rest were their servants. Mazzini’s Italy is still enslaved. It was a game of chess between two kings. The Italian people were only the pawns, and they still are. Italy’s workers are still miserable.
ઇટાલીના મજૂરોની દાદ -નથી સંભળાતી, તેથી તે લોકો ખૂન કરે છે, સામે થાય છે, માથાં ફોડે છે ને તેમાં બંડ થવાની ધાસ્તી હજુ રહ્યા જ કરે છે. આમાં ઇટાલીને ઑસ્ટ્રિયાના જવાથી શો લાભ મળ્યો ? નામનો જ લાભ થયો. જે સુધારાને અર્થે જંગ મચ્યો એ સુધારા થયા નથી, પ્રજાની સ્થિતિ સુધરી નથી.
No one hears the grievances of Italy’s workers. So they commit murders, rise up and break heads, and the fear of revolt never goes away. What has Italy gained by Austria’s departure? A gain in name only. The reforms for which the war was fought have not come. The people’s condition has not improved.
હિંદુસ્તાનની દશા આવી કરવાનો તમારો ઇરાદો ન જ હોય. હું માનું છું કે તમારો વિચાર હિંદુસ્તાનના કરોડોને સુખી કરવાનો છે, નહીં કે તમારે ને મારે રાજ્યસત્તા લેવી છે. જો આમ હોય તો આપણે એક જ વિચાર કરવો ઘટશે તે એ કે પ્રજા કેમ સ્વતંત્ર બને.
તમે કબૂલ કરશો કે કેટલાંક દેશી રજવાડાં નીચે પ્રજા કચરાય છે. તેઓ અધમતાથી લોકોને પીડે છે. તેઓના જુલમ અંગ્રેજના કરતાં વધારે છે. આવો જુલમ તમારે હિંદુસ્તાનમાં જોઈતો હોય તો આપણો પાટો ઠેકાણાસર બેસે એમ છે જ નહીં.
You surely do not intend to bring India to such a state. I believe your aim is to make India’s millions happy, not to have you and me seize the power of government. If so, we must think of one thing only: how the people can become free.
You will admit that under some of the Indian princely states the people are crushed. The princes oppress them basely. Their tyranny is worse than that of the English. If you want that kind of tyranny in India, then you and I will never be on the same track.
મારું સ્વદેશાભિમાન મને એમ નથી શીખવતું કે, મારે દેશી રાજા નીચે તો રૈયત જેમ છૂંદાય તેમ છૂંદાવા દેવી. મારામાં બળ હશે તો હું તો દેશી રાજાના જુલમ સામે તેમ જ અંગ્રેજી જુલમ સામે ઝૂઝીશ.
સ્વદેશાભિમાન એટલે હું દેશનું હિત સમજું છું. જો કોઈ અંગ્રેજ કહેશે કે હિંદને છૂટું કરવું, જુલમની સામે થવું, ને લોકોની સેવા કરવી, તો તે અંગ્રેજને હું હિંદી તરીકે વધાવી લઈશ.
My patriotism does not teach me to let the subjects of an Indian prince be crushed however he pleases. If I have the strength, I shall fight the tyranny of Indian princes as well as English tyranny.
By patriotism I mean the good of the country. If any Englishman says that India must be freed, that tyranny must be resisted and the people served, I shall welcome that Englishman as an Indian.
વળી ઇટાલીની જેમ હિંદને હથિયાર મળે ત્યારે હિંદ લડે, આ મહાભારત કામનો તમે વિચાર જ નથી કર્યો જણાતો. અંગ્રેજ દારૂગોળે પૂરા છે; તેથી કંઈ ડર નથી લાગતો, પણ એમ તો જણાય છે કે તેમનાં હથિયાર વતી તેમની સામે લડવું હશે તો હિંદને હથિયારબંધ કરવું જ જોઈશે. જો આ થઈ શકતું હોય તો તેને કેટલાં વરસો જોઈએ ? વળી હિંદીમાત્રને હથિયારબંધ કરવા તે તો હિંદુસ્તાનને યુરોપની જેમ બનાવવા જેવું છે. તેમ થાય તો યુરોપના જે બેહાલ છે તે હિંદના થાય. ટૂંકામાં, હિંદે યુરોપનો સુધારો ગ્રહણ કરવો. આમ જ થવાનું હોય તો સરસ વાત એ છે કે જેઓ તે સુધારામાં કુશળ છે તેને જ રહેવા દઈએ, તેઓની સાથે થોડુંઘણું લડી કંઈક હક લઈશું, નહીં લઈશું ને દિવસ ગુજારીશું.
Then again, you do not seem to have considered the colossal task of India fighting once it gets arms, as Italy did. The English are well stocked with gunpowder. That does not frighten me. But it is clear that if we are to fight them with their own weapons, India will have to be armed. If that can be done at all, how many years will it take? And to arm every Indian would be to make India like Europe. If that happens, India will share Europe’s sorry plight. In short, India would have to adopt European civilization. If that is how things are to go, the better course is to let those who are skilled in that civilization stay. We could fight them a little here and there, win some rights or not, and get through our days.
પણ વાત એવી છે કે હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે, ન કરે એ જ ઠીક છે.
But the fact is that the people of India will never take up arms, and it is just as well that they do not.
Freedom through murder?
The Reader proposes assassination and guerrilla war; the Editor condemns murder, Dhingra’s included.
Readerતમે બહુ આગળ વધ્યા. બધાને હથિયારબંધ થવાની જરૂર હોય નહીં. આપણે પ્રથમ તો કેટલાંક ખૂન કરી ત્રાસ છોડાવશું. પછી થોડા માણસો હથિયરબંધ તૈયાર થયા હશે તે ઉઘાડા લડશે. તેમાં પ્રથમ તો વીસ-પચ્ચીસેક લાખ હિંદી મરશે ખરા. પણ છેવટે આપણે દેશ હાથ કરીશું. આપણે ગેરીલા (બહારવટિયાઓને મળતી) લડત ચલાવી અંગ્રેજોને હરાવી દઈશું.
ReaderYou go too far. Not everyone needs to be armed. First we shall commit a few murders and spread terror. Then the few who have been armed and made ready will fight in the open. At first two to two and a half million Indians may die. But in the end we shall win the country. We shall wage a guerrilla war, as outlaws do, and defeat the English.
Editorતમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે. ખૂન કરીને હિંદને છોડાવશું એ વિચાર કરતાં તમને ત્રાસ કેમ નથી છૂટતો ? ખૂન તો આપણે આપણું કરવું ઘટે છે, કેમ કે આપણે બાયલા બન્યા છીએ ત્યારે ખૂનનો વિચાર કરીએ છીએ. આવું કામ કરીને તમે કોને છોડાવશો ? હિંદી પ્રજા એવું કદી ઇચ્છતી નથી. આપણા જેવા, જેમણે અધમ સુધારારૂપી ભાંગ પીધી છે, તે જ એવો વિચાર કેફમાં કરીએ છીએ. ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને સુખી કરવાના નથી. જે ખૂન ધીંગરાએ કર્યું, જે ખૂન હિંદુસ્તાનમાં થયાં છે, તેથી ફાયદો થયો છે એમ માનતા હોય તે મોટી ભૂલ કરે છે. ધીંગરાને હું દેશભિમાની ગણું છું, પણ તેની પ્રીતિ ઘેલી હતી. તેણે પોતાન શરીરનો ભોગ કુમાર્ગે આપ્યો છે. તેથી અંતે ગેરફાયદો જ છે.
EditorYou seem bent on making a land of demons out of India’s holy soil. Why do you not shudder at the thought of freeing India by murder? If anyone is to be murdered, it should be ourselves. It is because we have become cowardly that we think of murder. Whom will you free by such deeds? The Indian people never want such a thing. Only people like us, who have drunk the bhang of a debased civilization, think such thoughts in our intoxication. Those who rule by murder will not make the people happy. Anyone who thinks that the murder Dhingra committed, or the murders committed in India, have done any good is making a great mistake. I count Dhingra a patriot, but his love was crazed. He sacrificed his body on the wrong path. In the end it can only do harm.
Readerપણ તમારે એટલું તો કબૂલ કરવું જ પડશે કે અંગ્રેજ આ ખૂનથી ડરી ગયેલ છે, અને લૉર્ડ મોલેએ જે આપ્યું છે તે તેવી ધાસ્તીથી આપ્યું છે.
ReaderBut you must at least admit that these murders have frightened the English, and that what Lord Morley has given was given out of that fear.
Editorઅંગ્રેજ બીકા પ્રજા છે, તેમ જ બહાદુર છે. દારૂગોળાની અસર તેની ઉપર તુરત જ થાય છે એ હું માનું છું. લૉર્ડ મોલેએ જે આપ્યું છે તે ધાસ્તીથી અપાયું હોય એવો સંભવ છે, પણ ધાસ્તીથી મળેલી વસ્તુ ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે છે.
EditorThe English are a timid people as well as a brave one. I believe gunpowder has an immediate effect on them. It is possible that what Lord Morley has given was given out of fear. But what is obtained through fear lasts only as long as the fear lasts.
16. Brute Force
દારૂગોળો · Bombs and assassination cannot win swaraj: the means are to the end as the seed is to the tree.
Readerધાસ્તીથી અપાયેલું ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે, એ વળી વિચિત્ર વાત કરી. આપ્યું તે આપ્યું. તેમાં વળી શો ફેરફાર થાય ?
ReaderWhat is given out of fear lasts only as long as the fear lasts? Now that is a strange thing to say. What is given is given. How can that change?
Editorએમ નથી. ૧૮૫૭નો રુક્કો અપાયો તે બંડને અંતે, લોકશાન્તિ જાળવવા સારુ. જ્યારે શાન્તિ થઈ અને લોકો ભોળા દિલના બની ગયા ત્યારે એનો અર્થ ફર્યો. હું સજાની ધાસ્તીથી ચોરી ન કરું, તો જ્યારે સજાની ધાસ્તી જતી રહે ત્યારે ચોરી.. કરવાનું પાછું મન થશે ને હું ચોરી કરીશ. આ તો બહુ સાધારણ અનુભવ છે; તેમાં ઈનકાર કરી શકાય એવું નથી. આપણે ધારી લીધું છે કે દમ ભરાવીને માણસો પાસેથી કામ લઈ શકાય છે, અને તેથી આપણે એમ કરતા આવ્યા છીએ.
EditorNot so. The proclamation of 1857 was issued at the end of the revolt, to keep the people at peace. Once peace returned and people became trusting again, its meaning changed. If I refrain from stealing for fear of punishment, then when that fear is gone I shall want to steal again, and I shall steal. This is a very common experience; no one can deny it. We have assumed that people can be made to work by intimidation, and so we have gone on doing it.
Readerઆમ તમે બોલો છો તે તમારી વિરુદ્ધ જાય છે એમ તમને નથી જણાતું ? તમારે કબૂલ કરવું પડશે કે અંગ્રેજોએ પોતે જે કંઈ મેળવ્યું તે મારામારી કરીને મેળવ્યું છે. તમે કહી ગયા છો કે તેઓએ મેળવેલું નકામું છે, એ મને યાદ છે. તેથી મારી દલીલને ધક્કો નથી પહોંચતો. તેઓએ નકામું મેળવવા ધાર્યું ને તે મેળવ્યું, મતલબ એ છે કે તેઓએ પોતાની ધારણા પાર પાડી. સાધન શું હતું તેની શી ફિકર છે ? આપણી મુરાદ સરસ હોય તે કેમ આપણે ગમે તે સાધનથી, મારામારી કરીને પણ, પાર ન પાડીએ ? ચોર મારા ઘરમાં પેસે ત્યારે કંઈ હું સાધનનો વિચાર કરીશ ? મારો ધર્મ તો તેને ગમે તેમ કરીને કાઢવાનો જ છે.
ReaderDo you not see that what you are saying goes against you? You will have to admit that whatever the English gained, they gained by fighting. I remember you said that what they gained is worthless. That does not touch my argument. They set out to gain something worthless and they gained it. The point is that they achieved their aim. Why worry about what the means were? If our aim is good, why should we not achieve it by any means at all, even by fighting? When a thief breaks into my house, am I to stop and think about means? My duty is to drive him out, one way or another.
તમે કબૂલ કરતા જણાઓ છો કે આપણને અરજી કરતાં કશું મળ્યું નથી અને મળવાનું નથી. ત્યારપછી મારીને કેમ ન લઈએ ? જરૂર જણાશે તો તેટલી મારની બીક હમેશાં જારી રાખીશું. બચ્ચું આગમાં પગ મૂકે, તેને તેમાંથી બચાવવા આપણે તેની ઉપર દાબ રાખીએ તેમાં તમે પણ દોષ નહીં જોશો. જ્યાં ત્યાંથી આપણે તો કાર્યસિદ્ધિ કરી લેવાની છે.
You seem to admit that we have got nothing by petitioning and never will. Then why not take it by force? If need be, we shall keep the fear of that force alive for good. If a child puts its foot in the fire and we hold it back to save it, even you will see nothing wrong in that. One way or another, we have to get the job done.
Editorતમે ઠીક દલીલ કરી છે. તે એવી છે કે તેથી ઘણા છેતરાયા છે. હું પણ તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે ને હું મારી ભૂલ જોઈ શકું છું. તમને તે બતાવવા મહેનત કરીશ.
પ્રથમ તો અંગ્રેજોએ જે મેળવ્યું તે મારામારી કરી મેળવ્યું, તેથી આપણે પણ તેમ કરી મેળવીએ, એ વિચાર લઈએ. અંગ્રેજે મારામારી કરી અને આપણે પણ કરી શકીએ, એ વાત તો બરાબર છે. પણ જે વસ્તુ તેઓને મળી તેવી જ આપણે લઈ શકીએ છીએ. તમે કબૂલ કરશો કે તેવું આપણને ન જ જોઈએ.
EditorYou have argued well. It is the kind of argument that has fooled many people. I used to argue that way myself. But now my eyes have been opened and I can see my mistake. I shall try to show it to you.
First, take the idea that the English got what they got by fighting, so we should get it that way too. It is quite true that the English fought and that we can fight too. But then we can get only the same kind of thing they got. You will admit that we do not want that at all.
Means and ends
The Editor argues that the means are the seed and the end the tree.
તમે માનો છો તેમ સાધન અને સાધ્ય - મરાદ - વચ્ચે સંબંધ નથી તે બહુ જ મોટી ભૂલ છે. એ ભૂલથી, જે ધર્મિષ્ઠ માણસો ગણાયા છે, તેઓએ ઘોર કર્મ કર્યાં છે. એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઇચ્છા રાખવા જેવું થયું. મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ. જેવા દેવ તેવી પૂજા, એ બહુ વિચરવા જેવું વાક્ય છે. તેનો ખોટો અર્થ કરી લોકો ભરમાયા છે. સાધન એ બીજ છે; અને સાધ્ય - મેળવવાનું - એ ઝાડ છે. એટલે જેટલો સંબંધ બીજ અને ઝાડ વચ્ચે છે તેટલો સાધન અને સાધ્ય વચ્ચે છે. સેતાનને ભજીને હું ઈશ્વરભજનનું ફળ મેળવું એ બનવા જોગ નથી.
You believe there is no connection between the means and the end, the aim. That is a very great mistake. Through this mistake, men regarded as religious have committed terrible deeds. It is like planting a bitter-gourd vine and expecting jasmine flowers. To cross the sea, my means can only be a ship. If I plunge into the water with a cart, the cart and I both go to the bottom. “As the god, so the worship” is a saying well worth pondering. People have misread it and gone astray. The means are the seed, and the end, what is to be obtained, is the tree. The connection between the means and the end is as close as that between the seed and the tree. I cannot get the fruit of worshiping God by worshiping Satan.
એટલે એમ કહેવું કે આપણે તો ઈશ્વરને જ ભજવો છે, સાધન ભલે સેતાન હોય, એ તો તદ્દન અજ્ઞાનની વાત છે. જેવી કરણી તેવી પારઉતરણી હોય છે. અંગ્રેજોએ મારામારી કરીને ૧૮૩૩માં વોટના વિશેષ હક્કો લીધા, શું મારામારી કરીને તેઓ પોતાની ફરજ સમજી શક્યા ? તેઓની ધારણા હક મેળવવાની હતી તે તેઓએ મારામારી કરીને મેળવ્યા. ખરા હક ફરજનું ફળ છે, તે તેઓએ નથી મેળવ્યા. પરિણામ એ આવ્યું છે કે સહુ હક મેળવવા મથ્યા છે, ફરજ ઊંઘી ગઈ છે. જ્યાં બધા હકની વાતો કરે, ત્યાં કોણ કોને આપે ? તેઓ કશી ફરજ નથી બજાવતા એમ કહેવાનો હેતુ અહીં નથી. પણ જે હક તેઓ માગતા હતા તેને લઈને બજાવવાની ફરજ તેઓએ બજાવી નથી. તેઓએ લાયકાત મેળવી નથી. તેથી તેઓના હક તેઓને ગળે ધૂંસરીરૂપ થઈ પડ્યા છે.
So to say, “We only want to worship God, never mind if the means is Satan,” is sheer ignorance. As the deed, so the crossing. In 1833 the English fought and won additional voting rights. Did fighting teach them their duty? Their aim was to get rights, and they got them by fighting. True rights are the fruit of duty, and those they did not get. The result is that everyone strives for rights and duty has gone to sleep. Where everyone talks of rights, who is to give to whom? I do not mean that they perform no duties at all. But they have not performed the duties that come with the rights they wanted. They did not make themselves fit for them. So their rights have become a yoke round their necks.
એટલે જે તેઓને મળ્યું છે, તે તેઓના સાધનનું જ પરિણામ છે. તેઓને જેવું જોઈતું હતું તેવાં સાધન તેઓએ વાપર્યાં.
So what they have got is simply the result of their means. They used means suited to what they wanted.
મારે તમારી પાસેથી તમારી ઘડિયાળ છીનવી લેવી હશે તો મારે બેશક તમારી સાથે મારામારી કરવી પડશે. પણ જો મારે તમારી ઘડિયાળ વેચાતી લેવી હશે તો તમને દામ આપવા પડશે. જો મારે બક્ષિસ લેવી હશે તો મારે કરગરવું પડશે. ઘડિયાળ મેળવવામાં મેં જે સાધન વાપર્યું તે પ્રમાણે તે ચોરીનો માલ, મારો માલ કે બક્ષિસ, એમ થયું. ત્રણ સાધનનાં ત્રણ જુદાં પરિણામ આવ્યાં. હવે તમે કેમ કહી શકશો કે સાધનની ફિકર નથી ?
હવે ચોરને કાઢવાનો દાખલો લઈએ; હું તમારા વિચારને મળતો નથી કે ચોરને કાઢવામાં ગમે તે સાધન વાપરી શકાય છે.
If I want to snatch your watch from you, I shall certainly have to fight you for it. But if I want to buy your watch, I shall have to pay you. If I want it as a gift, I shall have to plead for it. Depending on the means I used to get the watch, it became stolen property, my own property, or a gift. Three means, three different results. Now how can you say that means do not matter?
Now take the example of driving out a thief. I do not agree with you that any means at all may be used to drive out a thief.
જો મારા ઘરમાં મારો બાપ ચોરી કરવા આવશે તો હું એક સાધન વાપરીશ. તે જ સાધન મારો કોઈ ઓળખીતો ચોરી કરવા આવ્યો હશે તો નહીં વાપરું. વળી કોઈ અજાણ્યો માણસ આવ્યો હશે તો ત્રીજું સાધન વાપરીશ. જો તે માણસ ગોરો હશે તો એક સાધન, હિંદી હશે તો બીજું સાધન, એ પણ વખતે તમે કહેશો. જો કોઈ મુડદાલ છોકરો ચોરી કરવા આવ્યો હશે તો વળી તદ્દન જુદું સાધન વાપરીશ. જો તે મારો બરોબરિયો હશે તો વળી કંઈ જુદું, અને જો તે માણસ હથિયારબંધ જોરાવર હશે તો હું છાનો સૂતો રહીશ. આમાં બાપથી માંડીને બળિયાની વચ્ચે જુદાં સાધનો વપરાશે. બાપ હશે તોપણ મને લાગે છે કે હું સૂતો રહીશ અને પેલો હથિયારબળિયો હશે તોપણ સૂતો રહીશ. બાપમાં પણ બળ છે, હથિયારબંધ માણસમાં પણ બળ છે.
If my father comes to my house to steal, I shall use one means. I shall not use that same means if some acquaintance of mine comes to steal. And if a stranger comes, I shall use a third. You might even say I would use one means if he were white and another if he were Indian. If some puny boy comes to steal, I shall use a quite different means again. If he is my equal, something else again. And if he is an armed strongman, I shall lie quietly in bed. So between the father and the strongman, different means will be used. Even if it is my father, I think I shall lie quietly in bed, and if it is that armed strongman, I shall lie quietly in bed too. My father has strength, and the armed man has strength too.
બંને બળને વશ રહી હું મારી વસ્તુ જતી કરીશ. બાપનું બળ મને દયાઅથી રોવરાવશે, હથિયારનું બળ મારા મનમાં રોષ ઉત્પન્ન કરશે. અમે કટ્ટા દુશ્મન થઈશું, આવી કફોડી દશા છે. આ દાખલાઓ ઉપરથી આપણે બન્ને સાધનના નિશ્ચય ઉપર તો નહીં આવી શકીએ. મને તો આ ચોરના સંબંધમાં શું કરવું એ સૂઝી આવે છે. પણ તે ઈલાજ તમને ભડકાવે તેથી હું તમારી પાસે મૂકતો નથી. તમે સમજી લેજો, અને નહીં સમજો તો દરેક વખતે જુદાં સાધન તમારે લેવાં પડશે, પણ તમે એટલું તો જોયું કે ચોરને કાઢવાને ગમે તે સાધન કામ નહીં આવે, અને જેવું સાધન લેશો તેને લગતું પરિણામ આવશે. તમારો ધર્મ ગમે તેમ કરીને ચોરને કાઢવાનો નથી જ.
I shall give way to both kinds of strength and let my things go. My father’s strength will move me to tears of pity. The strength of arms will rouse anger in me, and we shall become bitter enemies. What an awkward position! From these examples the two of us cannot settle on the means. I myself can see what to do about this thief. But that remedy might alarm you, so I shall not put it before you. Work it out for yourself. If you do not, you will have to adopt a different means every time. But you have seen at least this much: not just any means will serve to drive out a thief, and whatever means you adopt, the result will match it. It is certainly not your duty to drive out the thief by any means whatever.
જરા આગળ વધીએ.પેલો હથિયારબળિયો તમારી વસ્તુ લઈ ગયો છે. તમે તે યાદ રાખી. તમને ગુસ્સો છે. તમે તે લુચ્ચાને તમારે સારુ નહીં, પણ લોકકલ્યાણને સારુ શિક્ષા કરવા માગો છો. તમે માણસો એકઠા કર્યા. તેના ઘર ઉપર તમે ચઢી ગયા. તેને ખબર પડી. તે નાઠો. તેણે બીજા લૂંટારા એકઠા કર્યા. તે પણ ખિજાયો છે. તેણે તમારું ઘર ધોળે દહાડે લૂંટવાનું કહેણ હવે તો મોકલ્યું છે. તમે બળવાન છો, ડરતા નથી. તમે તમારી તૈયારીમાં છો. દરમિયાન લૂંટારા તમારી આસપાસના લોકોને કનડે છે. તેઓ તમારી પાસે ફરિયાદ કરે છે. તમે કહો છો : 'હું તમારે સારુ તો આ બધું કરું છું. મારો માલ ગયો તે તો કંઈ જ વિસાતની વાત ન હતી.' લોકો કહે છે : 'પહેલાં તો અમને તે ન જ લૂંટતો.
Let us go a little further. That armed strongman has carried off your things. You remember it. You are angry. You want to punish the rascal, not for your own sake but for the public good. You gather some men. You march on his house. He gets wind of it and runs away. He gathers other robbers. He is enraged too. Now he has sent word that he will rob your house in broad daylight. You are strong and you are not afraid. You make your preparations. Meanwhile the robbers harass your neighbors. They complain to you. You say: “It is for you that I am doing all this. What I lost was nothing worth counting.” The people say: “Before, he never robbed us at all.
તમે તેની સાથે લડાઈ શરૂ કરી ત્યારથી તેણે આ શરૂ કર્યું છે.' તમે સપડાયા છો. ગરીબ ઉપર તમને રહેમ છે. તેઓની વાત સાચી છે. હવે શું કરવું ? લૂંટારાને છોડવો ? તેમાં તો તમારી લાજ જાય. લાજ તો સહુને વહાલી હોય. તમે ગરીબોને કહો છો : 'ફિકર નહીં, આવો, મારું ધન તેતમારું છે. હું તમને હથિયાર આપું છું. તમને તેનો ઉપયોગ શીખવીશ, ને તમે બદમાશને મારજો; મેલશો મા.' આમ સંગ્રામ વધ્યો. લૂંટારા વધ્યા, લોકોએ હાથે ચોલીને આંખો લાલ કરી. ચોરની નુપર વેર લેવાનું પરિણામ એ આવ્યું કે ઊંઘ વેચીને ઉજાગરો લીધો. શાન્તિ હતી ત્યાં અશાન્તિ થઈ. પહેલાં તો મોત આવતું ત્યારે મરતા. હવે તો સદાય મરવાનો દહાડો આવ્યો. હિંમતવાન મટી નાહિંમત બન્યા. આમાં કંઈ વધારેપડતો ચિતાર નથી આપ્યો, એમ તમે ધીરજથી જોઈ શકશો.
He started this when you started your war with him.” You are trapped. You feel for the poor, and what they say is true. Now what? Let the robber go? That would cost you your honor, and everyone holds their honor dear. You tell the poor: “Never mind. Come, my wealth is yours. I shall give you arms and teach you to use them. Strike the scoundrels down; do not spare them.” So the conflict grows. The robbers multiply. The people have rubbed their own eyes red. The outcome of taking revenge on the thief is that they have sold their sleep and bought sleeplessness. Where there was peace there is unrest. Before, people died when death came. Now every day is a day for dying. They were brave once and have become fearful. If you look patiently, you will see that this picture is not overdrawn.
આ એક સાધન.
That is one means.
The thief and the force of compassion
Meeting a thief with compassion rather than force turns him into a friend.
હવે બીજું સાધન તપાસીએ. ચોરને તમે અજ્ઞાન ગણ્યો, કોઈ વેળા લાગ આવશે તો તમે તેને સમજાવવા ધાર્યું છે. તમે વિચાર્યું કે તે પણ આદમજાત છે. તેણે શા હેતુથી ચોરી કરી તે તમે કેમ જાણો ? તમારો સારો રસ્તો તો એ જ છે કે, જ્યારે સમય આવશે ત્યારે તમે તેનામાંથી ચોરીનું બીજ જ કાઢશો. આમ તમે ખ્યાલ કરો છો તેવામાં તો ભાઈસાહેબ પાછા ચોરી કરવા આવ્યા. તમે ગુસ્સે ન થયા. તમે તેની ઉપર દયા ખાધી. તમને લાગ્યું કે આ માણસ દરદી છે. તમે બારીબારણાં ખુલ્લાં મૂક્યાં. તમે સૂવાની જગ્યા બદલી. તમારી જણસો ઝટ લેવાય તેમ રાખી. ચોર આવ્યો. તે ગભરાયો, આ તો તેણે નવું જોયું. માલ તો લઈ ગયો, પણ તેનું મન ચકડોળે ચઢ્યું. તેણે ગામમાં તપાસ કરી. તમારી દયાની તેને જાણ થઈ.
Now let us examine the second means. You consider the thief ignorant, and you resolve to reason with him if ever you get the chance. You think: he too is a human being. How can you know why he stole? Your best course is to pluck out the very seed of thieving in him when the time comes. While you are thinking this over, our good gentleman comes back to steal. You do not get angry. You take pity on him. You feel that the man is sick. You leave the doors and windows open. You change where you sleep. You leave your valuables where they can easily be taken. The thief comes. He is bewildered; this is something new to him. He takes the goods all the same, but his mind is on a merry-go-round. He makes inquiries in the village and learns of your compassion.
એ પસ્તાયો ને તમારી માફી માગી. તમારી જણસ પાછી લાવ્યો. તેણે ચોરીનો ધંધો છોડ્યો. તમારો તે સેવક બન્યો. તમે તેને ધંધે વળગાડ્યો. આ બીજું સાધન.
He repents and asks your forgiveness. He brings back your belongings. He gives up thieving and becomes your servant. You set him up in a trade. That is the second means.
તમે જુઓ છો કે જુદા સાધનથી જુદું પરિણામ આવે છે. બધા ચોર આમ જ વર્તે અથવા બહ્દામાં તમારા જેવો દયાભાવ હોય એમ આમાંથી હું સાબિત કરવા નથી માગતો. પણ એટલું જ બતાવવા માગું છું કે સારાં પરિણામ લવવાને સારાં જ સાધન જોઈએ. અને હમેશાં નહીં, તો ઘણેખરે ભાગે હથિયારબળ કરતાં દયાબળ વધારે જોરાવર છે. હથિયારમાં હાનિ છે, દયામાં કદી નથી.
You see that different means bring different results. I do not mean to prove from this that every thief will behave this way, or that everyone has compassion like yours. I only want to show that good results require good means. And that the force of compassion is mightier than the force of arms, if not always, then in most cases. In arms there is harm. In compassion there never is.
Petitions and the force behind them
A petition backed by refusal to cooperate, not by threats, carries soul-force.
હવે અરજીની વાત લઈએ. જેની પછવાડે બળ નથી તે અરજી નકામી છે, એ શંકા વિનાની વાત છે. છતાં મરહૂમ જસ્ટિસ રાનડે કહેતા કે અરજી એ લોકોને કેળવવાનું સાધન છે. તેથી લોકોને પોતાની સ્થિતિનું ભાન આપી શકાય છે ને રાજકર્તાને ચેતવણી આપી શકાય છે. આમ વિચારતાં અરજી એ નકામી વસ્તુ નથી. બરોબરિયો માણસ અરજી કરે તે તેના વિનયની નિશાની ગણાશે. ગુલામ અરજી કરે તે તેની ગુલામીની નિશાની છે. જે અરજીની પાછળ બળ છે તે બરોબરિયાની અરજી છે, અને તે પોતાની માગણી અરજીરૂપે જાહેર કરે તે તેની ખાનદાની બતાવે છે.
Now take petitions. A petition with no force behind it is useless; there is no doubt about that. Yet the late Justice Ranade used to say that petitions are a means of educating the people. Through them the people can be made aware of their condition, and the rulers can be warned. Seen this way, a petition is not useless. When an equal petitions, it will be counted a sign of his courtesy. When a slave petitions, it is a sign of his slavery. A petition with force behind it is an equal’s petition, and if he chooses to make his demand in the form of a petition, that shows his nobility.
અરજીની પાછળ બે પ્રકારનાં બળ છે. એક તો 'નહીં આપો તો તમને મારીશું.' આ દારૂગોળાબળ છે. તેનું ખરાબ પરિણામ આપણે જોઈ ગયા. બીજું બળ તે આ છે : 'તમે નહીં આપો તો અમે તમારા અરજદાર નહીં રહીએ. અમે અરજદાર હોઈશું તો તમે બાદશાહ રહેશો. અમે તમારી સાથે રમવાના નથી.' આ બળને દયાબળ કહો, આત્મબળ કહો, કે સત્યાગ્રહ કહો. તે બળ અવિનાશી છે ને તે બળ વાપરનાર પોતાની સ્થિતિ બરોબર સમજનારો છે. તેનો સમાવેશ આપણા ઘરડાઓએ 'એક નન્નો છત્રીસ રોગને હરે' તેમાં કર્યો છે. તે બળ જેનામાં છે તેની પાસે હથિયારબળ કામ કરી શકતું જ નથી.
Two kinds of force can stand behind a petition. One says: “If you do not give, we shall strike you.” That is the force of gunpowder, and we have seen its evil results. The other force says: “If you do not give, we shall not remain your petitioners. As long as we are petitioners, you remain the king. We shall not play along with you any more.” Call this force the force of compassion, call it soul-force, or call it satyagraha. This force cannot be destroyed, and whoever uses it understands his own position correctly. Our elders summed it up in the saying “one ‘no’ cures thirty-six ills.” Against one who has this force, the force of arms simply cannot work.
બચ્ચું આગમાં પગ મૂકે તેને દબાવવાની વાતનો દાખલો તપાસતાં તમે હારી જવાના છો. તમે બચ્ચાની ઉપર શું કરો છો ? કદી માનો છો કે બચ્ચું તમારી પાસે એવું જોર કરી શકે કે તમને તે મારીને આગમાં જશે; આગમાં જતું તે અટકશે જ નહીં. એનો ઉપાય તમારી પાસે આ છે : કાં તો આગમાં જતું અટકાવવા તમારે એનો પ્રાણ લેવો અથવા તો તેને આગમાં જતું તમે નથી જોઈ શકતા, તેથી તમે તેને તમારો પ્રાણ આપો. તમે બચ્ચાનો પ્રાણ તો નથી લેવાના. તમારામાં દયાભાવ સંપૂર્ણ નહીં હોય તો તમે તમારો પ્રાણ નહીં આપો એવો સંભવ છે. તો તમે લાચારીથી બચ્ચાંને આગમાં જવા દેશો. એટલે તમે બચ્ચાની ઉપર હથિયારબળ નથી વાપરતા.
Examine the example of holding back a child who puts its foot in the fire, and you will lose your case. What do you do to the child? Suppose the child could summon such strength against you that it struck you down and went into the fire, and nothing would stop it. Then you would have this choice. Either you take its life to keep it from the fire, or, since you cannot bear to see it go into the fire, you give your life for it. You will not take the child’s life. And if your compassion is not complete, you may well not give your own. Then you will helplessly let the child go into the fire. So you do not use force of arms on the child.
બચ્ચાને તમે બીજી રીતે રોકી શકો તો રોકો એ ઓછું; પણ તે હથિયારબળ છે એમ ન માની લેજો. એ બળ જુદા જ પ્રકારનું છે. તે જ સમજી લેવાનું રહ્યું છે.
If you can hold the child back some other way, well and good. But do not imagine that this is force of arms. That force is of a quite different kind, and that is what remains to be understood.
વળી બચ્ચાને અટકાવવામાં તમે માત્ર બચ્ચાનો સ્વાર્થ જુઓ છો. જેની ઉપર તમે અંકુશ મૂકવા માગો છો તેના જ સ્વાર્થ ખાતર તમે અંકુશ મૂકશો. આ દાખલો અંગ્રેજને લાગુ પડતો જ નથી. તમે અંગ્રેજની ઉપર હથિયારબળ વાપરવા માગો તેમાં તમારો જ, એટલે પ્રજાનો સ્વાર્થ જુઓ છો. તેમાં દયા લેશમાત્ર નથી. જો તમે એમ કહો કે અંગ્રેજ અધમ કામ કરે છે તે આગ છે, તે આગમાં અજ્ઞાનથી જાય છે, તેમાંથી તમે દયા ખાઈ અજ્ઞાનીને એટલે બચ્ચાને બચાવવા માગો છો, તો તે અખતરો અજમાવવા તમારે જ્યાં જ્યાં જે જે માણસ અધમ કામ કરતા હોય ત્યાં ત્યાં પહોંચવું પડશે, અને ત્યાં ત્યાં સામેનાનો - બચ્ચાનો - પ્રાણ લેવાને બદલે તમારો પ્રાણ હોમવો પડશે. એટલો પુરુષાર્થ કરવા ધારો તો તમે મુખત્યાર છો. વાત અસંભવિત છે.
Again, in stopping the child you think only of the child’s own good. You restrain the one you restrain for his own sake. This example does not apply to the English at all. In wanting to use force of arms against the English, you think of your own good, that is, the nation’s. There is not a trace of compassion in it. You may say that the base deeds of the English are the fire, that they go into it out of ignorance, and that you want, out of compassion, to save the ignorant one, the child. Then to try that experiment you will have to go wherever anyone is doing base deeds. And wherever you go, instead of taking the other’s life, the child’s, you will have to offer up your own. If you mean to attempt that much, you are free to do so. The thing is impossible.
17. Satyagraha: Soul-Force
સત્યાગ્રહ–આત્મબળ · History records only the world’s uproar; the force of compassion, soul-force, is what keeps the world alive.
Readerતમે જે સત્યાગ્રહ અથવા આત્મબળએએ વાત કરો છો તેનો કમી ઐતિહાસિક પુરાવો છે? આજ લગી એક પણ પ્રજા તેવા બળથી ચઢી હોય તેવું જોવામાં નથી આવતું. મારફાડ વિના દુષ્ટ સીધા રહે જ નહીં, એવી પ્રતીતિ હજુ પણ રહ્યાં કરે છે.
ReaderIs there any historical evidence for this satyagraha, or soul-force, you talk about? Not a single nation has ever been seen to rise by such force. The conviction remains that the wicked will never behave without violence.
Editorકવિ તુલસીદાસજીએ ગાયું છે કે,
'દયા ધરમ હો મૂલ હૈ, દેહ મૂલ અભિમાન; / તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટમેં પ્રાન.'
મને તો આ વાક્ય શાસ્ત્ર વચન જેવું જણાય છે. જેમ બે ને બે તે ચાર જ હોય, તેટલો ભરોસો ઉપરના વાક્ય ઉપર પડે છે. દયાબળ તે આત્મબળ છે, તે સત્યાગ્રહ છે. અને આ બળના પુરાવા ડગલે ડગલે નજરે આવી રહે છે. તે બલ ન હોય તો પૃથ્વી રસાતળ પહોંચી ગઈ હોત.
પણ તમે તો ઐતિહાસિક પુરાવો માગો છો. એટલે આપણે ઈતિહાસ કોને કહીએ છીએ.
EditorThe poet Tulsidas has sung:
“Daya dharam ko mul hai, deh mul abhiman; / Tulsi daya na chhodiye, jab lag ghat mein pran.” [Compassion is the root of religion, and pride the root of the body; Tulsi, do not give up compassion as long as there is breath in you.]
To me these lines are like the word of scripture. I trust them as surely as I trust that two and two make four. The force of compassion is soul-force; it is satyagraha. And evidence of this force is to be seen at every step. Without it the earth would long since have sunk to the depths.
But you want historical evidence. So let us see what we call history.
'ઇતિહાસ'નો, શબ્દાર્થ 'આમ થઈ ગયું' એ છે. એ અર્થ કરીએ તો તમને સત્યાગ્રહનાં પ્રમાણ પુષ્કળ આપી શકાશે. જે અંગ્રેજી શબ્દનો 'ઈતિહાસ' એ તરજુમો છે અને જે શબ્દનો અર્થ બાદશાહોની તવારીખ છે, તે અર્થ લેતાં સત્યાગ્રહનું પ્રમાણ હોઈ ન શકે. કથીરની ખાણમાં તમે ચાંદી શોધશો તે કેમ મળશે ? 'હિસ્ટરી' માં દુનિયાના કોલાહલની જ કહાણી મળશે. તેથી ગોરા લોકોમાં કહેવત છે કે જે પ્રજાને 'હિસ્ટરી' (કોલાહલ) નથી તે પ્રજા સુખી છે. રાજાઓ કેમ રમતા, તેઓ કેમ ખૂન કરતા, તેઓ કેમ વેર બાંધતા, એ બધું 'હિસ્ટરી'માં મળી આવે છે. જો આ જ ઈતિહાસ હોય, જો આટલું જ થયું હોય, તો દુનિયા ક્યારની ડૂબી ગઈ હોય. જો દુનિયાની કથા લડાઈથી શરૂ થતી હોય તો આજે એક પણ માણસ જીવતો ન હોય.
The literal meaning of itihasa is “thus it happened.” Take that meaning, and I can give you plenty of evidence for satyagraha. But itihasa also translates an English word that means the chronicle of kings, and in that sense there can be no evidence for satyagraha. If you look for silver in a tin mine, how will you find it? In “history” you will find only the story of the world’s uproar. That is why the white people have a saying that a nation which has no “history” (uproar) is happy. How kings played their games, how they murdered, how they made enemies: all that is found in “history”. If that were history, if that were all that had happened, the world would have sunk long ago. If the story of the world had begun with war, not a single person would be alive today.
જે પ્રજા લડાઈનો જ ભોગ થઈ પડી છે તેની આવી જ દશા થઈ છે. ઑસ્ટ્રેલિયાના [આદિવાસી] લોકોનું નિકંદન થઈ ગયું છે. તેઓમાંના ભાગ્યે જ કોઈને ઑસ્ટ્રેલિયાના ગોરાઓએ જીવવા દીધા છે. જેઓની જડ નીકળી ગઈ છે. તેઓ સત્યાગ્રહીઓ ન હતા. જે જીવશે ને જોશે કે ઑસ્ટ્રેલિયાના ગોરાના પણ તેવા જ હાલ થશે. 'જેઓ તલવાર ચલાવે છે તેમનું મોત તલવારથી થાય છે.' 'તારાનું મોત પાણીમાં છે', એથી આપણામાં કહેતી છે.
That is just what has become of the peoples who have fallen victim to war. The Aboriginal people of Australia have been all but wiped out. The whites of Australia have let hardly any of them live. Those who have been uprooted were not satyagrahis. Those who live long enough will see the whites of Australia meet the same fate. “They that take the sword shall perish by the sword.” We too have a saying: “The swimmer’s death is in the water.”
દુનિયામાં આટલા બધા માણસો હજુ છે એ જણાવે છે કે, દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે, આત્મ બળ ઉપર છે. એટલે મોટો ઐતિહાસિક પુરાવો તો એ જ છે કે દુનિયા લડાઈના હંગામા છતાં નભી છે. એટલે લડાઈના બળ કરતાં બીજું બળ તેનો આધાર છે.
The fact that there are still so many people in the world shows that the world rests not on force of arms but on truth, compassion, or soul-force. So the greatest historical evidence of all is that the world has survived in spite of the turmoil of war. It is held up by some force other than the force of war.
હજારો બલ્કે લાખો માણસો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે, કરોડો કુટુંબોના ક્લેશનો સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડો પ્રજા સંપથી રહેલી છે એની નોંધ 'હિસ્ટરી' લેતી નથી, 'હિસ્ટરી' લઈ પણ ન શકે. જયારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે. એક કુટંબના બે ભાઈ લડ્યા. તેમાં એકે બીજાની સામે સત્યાગ્રહ વાપર્યો. બંને ભાઈ પાછા સમ્પીને રહેવા લાગ્યા. આની નોંધ કોણ લે છે? જો બંને ભાઈમાં વકીલોની મદદથી કે એવાં બીજાં કારાણોથી વેરભાવ વધતાં, તેઓ હથિયારથી કે અદાલતો ( અદાલત તો એક પ્રકારનું હથિયાર, શરીરબળ છે.)થી લડત તો તેઓનાં નામ છાપે ચઢત, આડોશી પાડોશી જાણત અને વકહ્તે તવારીજખમાં નોંધાત. જેમ કુટુંબોમાં, જેમ જમતોમાં, જેમ સંઘોમાં તેમ જ પ્રજામાં સમજી લેવું.
Thousands, indeed millions, of people live their lives bound by love. The quarrels of tens of millions of families dissolve in love. “History” does not record that hundreds of nations live in harmony, and it could not record it. Only when this stream of compassion, love or truth is blocked, when it breaks its banks, does it get into the chronicles. Two brothers in a family quarreled. One of them used satyagraha against the other, and the two brothers went back to living in harmony. Who records that? Suppose that, with the help of lawyers or for some such reason, the enmity between them had grown, and they had fought with weapons or in the courts (a court is a kind of weapon too, a form of bodily force). Then their names would have got into the papers, the neighbors would have known, and perhaps it would have been recorded in history. What is true of families, of communities and of associations is true of nations as well.
કુટુંબોમાં એક કાયદો અને પ્રજામાં બીજો એમ માનવાનું કંઈ જ કારણ નથી. 'હિસ્ટરી' એ અસ્વાભાવિક બિનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી.
There is no reason at all to suppose there is one law for families and another for nations. “History” records what is unnatural. Satyagraha is natural, so there is no call to record it.
Readerતમે કહો છો એ પ્રમણે તો સમજાય છે કે, સત્યાગ્રહના દાખલા ઇતિહાસે ન જ ચઢી શકે. આ સત્યાગ્રહ વધારે સમજવાની જરૂર છે તમે શું કહેવા માગો છો. તે વધારે ચોખવટ કરી સમજવો તો સારું.
ReaderFrom what you say, I gather that examples of satyagraha simply cannot get into history. This satyagraha needs to be understood better. It would help if you explained more clearly what you mean.
What passive resistance is
Satyagraha means refusing to obey an unjust law and accepting the punishment.
Editorસત્યાગ્રહ અથવા આત્મબળ એનું અંગ્રેજી 'પૅસિવ રિઝિસ્ટન્સ' એમ કહેવાય છે. એ શબ્દ જે માણસોએ પોતાના હક્ક મેળવવા પોતે દુઃખ સહન કરેલું તે રીતને લાગુ આડવામાંઅ અવેલો છે. એનો હેતુ લડાઈબળનો વિરોધી છે. જ્યારે મને કંઈ કામ પસંદ ન પડે ત્યારે તે કામ હું ન કરું તેમાં હું સત્યાગ્રહ અથવા આત્મબળ વાપરું છું.
EditorIn English, satyagraha, or soul-force, is called “passive resistance”. The term has been applied to the method by which people have won their rights by suffering themselves. Its aim is the opposite of the force of war. When I disapprove of something and do not do it, I am using satyagraha, or soul-force.
દાખલા તરીકે, મને લાગુ પડતો અમુક કાયદો સરકારે પસાર કર્યો. તે મને પસંદ નથી. ત્યારે હું સરકારની ઉપર હુમલો કરી કાયદો રદ કરાવું તો મેં શરીરબળ વાપર્યું. જો હું તે કાયદો કબૂલ જ ન કરું ને તેને લીધે પડતી સજા ભોગવી લઉં, તો મેં આત્મબળ અથવા સત્યાગ્રહ વાપર્યો. સત્યાગ્રહમાં હું આપભોગ આપું છું.
For example, the government passes a law that applies to me. I do not like it. If I then attack the government and force it to repeal the law, I have used bodily force. If I simply refuse to accept the law and take the punishment that follows, I have used soul-force, or satyagraha. In satyagraha I sacrifice myself.
આપભોગ આપવો તે પરભોગ કરતાં સરસ છે, એમ સહુ કોઈ કહેશે. વળી સત્યાગ્રહથી લડતાં જો લડત ખોટી હોય તો માત્ર લડત લેનાર દુઃખ ભોગવે છે. એટલે પોતાની ભૂલની સજા પોતે ઊઠાવે છે. એવા ઘણા બનાવો થઈ ગયા છે કે જેમાં માણસો ભૂલથી સામે થેયેલા, કોઈ પણ માણ સ બેધડક રીતે નથી કહી શકતો કે અમુક કાર્ય ખરાબ જ છે. પણ જયારે તેને તે ખરાબ લાગ્યું ત્યારે તેને સારુ તો તે ખરાબ જ છે. એમ છે તો તેણે તે ન કરવું ને તેમ કરતાં દુઃખ ભોગવવું. આ સત્યાગ્રહની ચાવી છે.
Everyone will say that sacrificing oneself is better than sacrificing others. Moreover, when one fights by satyagraha and the cause is wrong, only the one who fights suffers. He bears the punishment for his own mistake. There have been many cases of people resisting by mistake. No one can say flatly that a given act is bad. But when it seems bad to him, then for him it is bad. If so, he should not do it, and should suffer for refusing. This is the key to satyagraha.
Readerત્યારે તમે તો કાયદાની સામે થાઓ છો ! આ તો બેવફાદારી ગણાય. આપણે તો હમેંશા કાયદાને માન આપનારી પ્રજા ગણાઈએ છીએ. તમે તો એકસ્ટ્રીમિસ્ટથી પણ આઘે જતા જણાઓ છો. એકસ્ટ્રીમિસ્ટ તો કહે છે કે, થયેલા કાઅદાને તો માન આપવું જ જોઈએ, પણ કાયદા ખરાબ છે તેથી કાયદા કરનારને મારીને કાંકી કાઢો.
ReaderSo you set yourself against the law! That would be called disloyalty. We have always been regarded as a law-abiding nation. You seem to go even beyond the Extremists. The Extremists say that laws once made must be obeyed, but since the laws are bad, strike down the lawmakers and throw them out.
Editorહું આઘે જાઉં છું કે પાછોઇ રહું છું તેની તમારે કે અમરે દરકાર હોય નહીં. આપણે તો જે સારું છે તે શોધવા ને તે પ્રમાણે વર્તવા માગીએ છીએ.
આપણે કાયદાને માન આપનારી પ્રજા છીએ, તેનો કહ્રો અર્થ તો એ છે કે આપણે સત્યાગ્રહી પ્રજા છીએ. કાયદા પસંદ ન પડે ત્યારે આપણે કાયદા કરનારનું માથું નથી તોડતા. પણ આપણે તે રદ કરાવવા સારુ લાંધીએ છીએ.
EditorWhether I go beyond them or stay behind need not concern you or me. We want to find out what is good and act on it.
The true meaning of our being a law-abiding nation is that we are a nation of satyagrahis. When we do not like laws, we do not break the lawmakers’ heads. We fast to have the laws repealed.
આપણે સારા કે નઠારા કાયદા કબૂલ કરીલઈએ છીએ, એ અર્થ તો આજકાલનો જોવામાં આવે છે. પૂર્વે એવું કંઈ ન હતું. મરજીમાં આવે તે કાયદા લોકો તોડતા ને તેની સજા ઉઠાવી લેતા.
કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષન મર્દાઈથી વિરુદ્ધ છે , ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે.
The idea that we accept laws good or bad is a recent one. In the old days there was nothing of the kind. People broke whatever laws they chose and took the punishment.
The teaching that we should obey laws even when we disapprove of them is contrary to courage, contrary to religion, and the very height of slavery.
સરકાર તો કહેશે કે આપણે નાગા થઈને તેમની પાસે નાચવું. તો શું આપણે નાચીશું? સત્યાગ્રહી હોઉં તો હું તો સરકારને કહું : ' એ કાયદો તમારા ઘરમાં રાખું. હું તમારી પાસે નાગો નથી થનારો ને નાચનારો પણ નથી.' છતાં આપણે એવા અસત્યાગ્રહી થયા છીએ કે, સરકારના જોહુકમ પાછળ નાગા થઈ નાચવા કરતાં વધારે હલકાં કામ કરીએ છીએ.
The government may tell us to strip naked and dance before it. Shall we dance, then? If I were a satyagrahi, I would tell the government: “Keep that law in your own house. I am not going to strip naked before you, and I am not going to dance.” Yet we have so far abandoned satyagraha that at the government’s high-handed orders we do things more degrading than stripping naked and dancing.
જે માણસ પોતે માણસાઈમાં છે, જેને ખુદાનો ડર છે, તે બીજાથી ડરવાનો નથી. તેને બીજાન કરેલા કાયદા બંધન કરનારા નથી. સરકાર પણ બિચારી નથી કહેતી કે, ' તમારે આમ કરવું જ પડશે.' તે પણ કહે છે કે, ' તમે આમ નહીં કરો તો તમને સજા થશે.' આપણે અહમ દશામાં માની લઈએ છીએ કે આપણે 'આમ કરવું' એ આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે.
A man who keeps his humanity, who fears God, will fear no one else. Laws made by others do not bind him. Even the government, poor thing, does not say, “You must do this.” It too says, “If you do not do this, you will be punished.” In our degraded state we assume that “doing this” is our duty, our religion.
જો લોકો એક વાર શીખી લે કે, આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું જોઈએ નામર્દાઈ છે તો પછી આપણને કોઈનો જુલમ કરી શકતો નથી. તે સ્વરાજની ચાવી છે.
Once people learn that it is cowardice to obey a law they think unjust, no one’s tyranny can touch them. That is the key to swaraj.
ઘણા માણસોએ કહ્યું એ થોડાએ કબૂલ કરવું તે અનીશ્વરની વાર્તા છે, તે વહેમ છે. એવા દાખલા હજારો મળી આવશે કે જેમાં ઘણા કહ્યું તે ખોટું હોય છે.અને થોડાએ કહ્યું હોય એ જ સાચું હોય છે. સઘળા સુધારા ઘણા માણસોની સામે થઈને થોડા માણસોએ દાખલ કરાવ્યા છે. ઠગન ગામમાં ઘણાં કહેશે કે ઠગવિદ્યા શેખવીએ જ જોઈએ. તો શું એક સાધુ હશે તે પણ ઠગ બનશે ? નહીં નહીં. અન્યાયી કાયદાને માન આપવું જોઈએ એ વહેમ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણી ગુલામી જનારી જ નથી. અને આવો વહેમ માત્ર સત્યાગ્રહી જ દૂર કરી શકે છે.
The idea that the few must accept what the many say is a godless notion. It is a superstition. Thousands of cases can be found where what the many said was wrong and what the few said was right. All reforms have been brought in by a few people standing against the many. In a village of swindlers, the many will say that everyone must learn the art of swindling. Will the one holy man among them become a swindler too? No, no. Until the superstition that unjust laws must be obeyed is gone, our slavery will not go. And only a satyagrahi can dispel that superstition.
શરીરબળ કરવું, દારૂગોળો લગાવવો તે તો આપણા ઉપલા કાનૂનને ખલેલ પહોંચાડે છે. તેનો અર્થ તો એમ થયો કે આપણને પસંદ છે તે સામા માણસ પાસે આપણે કરાવવા માગી છીએ. જો એ બરોબર હોય તો પછી સામેનો માણસ પોતાનું કહેલું કરાવવા આપણી ઉપર દારૂગોળો ચલાવવા અધિકારી છે. આમ કરતાં કોઈ દહાડો આપણે બંદરે પહોંચીએ જ નહીં. ઘાંચીના બાદની માફક આંખે પાટ હોવાથી માની લઈએ કે આગળ વધીએ છીએ, તો ભલે. પણ ખરું જોતાં તો તે બળદની જેમ આપણે તે જ કૂંડાળાની પ્રદક્ષિણા ફરીએ છીએ. જેઓ એમ માને છે કે પોતાને નાપસંદ કાયદાને માન આપવા માણ્સ બંધાયેલ નથી તેમણે તો સત્યાગ્રહ એ જ સાધન ખરું માનવું જોઈએ; નહીં ઓ મહા વિકટ પરિણામ આવે.
Using bodily force, resorting to gunpowder, violates the principle I have just stated. It means we want to make the other person do what we like. If that is right, then the other person is entitled to fire gunpowder at us to make us do what he says. That way we shall never reach port. Like the oil-presser’s blindfolded bullock, we may suppose we are going forward, if we like. But in truth, like that bullock, we keep going round the same circle. Those who believe that no one is bound to obey laws he disapproves of must regard satyagraha as the only true means. Otherwise the results will be terrible.
Readerતમે જે કહો છો તેમાંથી હું એમ જોઉં છું કે સત્યાગ્રહ નબળા માણસને ઠીક કામનો છે. તેઓ જ્કરૂર સબળા થાય ત્યારે તો તોપ ચલાવે.
ReaderFrom what you say, I gather that satyagraha is quite useful to the weak. Once they become strong, of course, they will fire cannon.
Editorઆ તો તને બહુ અજ્ઞાનની વાત અક્રી. સત્યાગ્રહતો સર્વોપરી છે. તે તોપબળ કરતાં વધારે કામ કરે છે, તો પછી નબળાનું હથિયાર કેમ ગણી શકાય? સત્યાગ્રહને સારુ જે હિંમત અને મર્દાની ઘટૅ છે તે તોપબળિયા પાસે હોઈ જ શકે નહીં. શું તમે એમ માનો છો કે નમાલો માણસ પોતાને નાપસંદ કાયદાનો ભંગ કરી શકશે > એકસ્ટ્રીત્રીમિસ્ટ તોપબળિયા છે. તેઓ કાં કાયદાને માન આપવાની વાત કરી રહ્યા છે. તેઓનો હું દોષ નથી કાઢતો. તેઓથી બીજી વાત થાય જ નહીં. તેઓ પોતે જ્યારે અંગ્રેજોને મારી રાજ્ય કરે ત્યારે મારી તમારી પાસે કાયદાને માન અપાવવા માગે છે. તેમના ધોરણને તે જ વાત ઘાજે. પણ સત્યાગ્રહી તો કહેશે કે જે કાયદા તેને પસંદ નહીં હોય તેને તે કબૂલ નહીં કરે; પછી ભલે તેને તોપને મોઢે બાંધે !
EditorNow that is very ignorant talk. Satyagraha is supreme. It achieves more than the force of cannon. How then can it be called the weapon of the weak? The man who relies on cannon cannot possibly have the courage and valor satyagraha demands. Do you think a spineless man can break a law he disapproves of? The Extremists rely on cannon-force. That is why they talk of obeying the law. I do not blame them; they can say nothing else. When they have killed off the English and rule themselves, they will want you and me to obey the law. That fits their standard. But the satyagrahi will say that he will not accept a law he does not approve of, even if they tie him to the mouth of a cannon!
તમે શું માનો છો ? તોપ વછોડી સેંકડોને મારવામાં હિંમત જોઈએ છે કે તોપનેમોઢે હસતે વહેરે બંધાતા હિંમત જોઈએ છે? પોતે મોત માથે લઈ ફરે છે તે રણવીર કે બીજાનાં મોત પોતાના હાથમાં રાખે છે તે ?
નામર્દ માણસથી એક ઘડીભર સત્યાગ્રહી રહેવાય નહીં એ ખચીત માનજો.
What do you think? Does it take courage to fire a cannon and kill hundreds, or to be tied smiling to the mouth of a cannon? Who is the true warrior: the man who goes about with death on his head, or the man who holds the death of others in his hands?
Take it as certain that a coward cannot remain a satyagrahi for a single moment.
હા, એટલું ખરું કે શરીરે ક્ષીણ હોય તે પણ સત્યાગ્રહી થઈ શકે. એક માણસ પણ થઈ શકે અને લાખો પણ થઈ શકે. ભાઈ માણસ થઈ શકે તેમ બાઈ માણસ થઈ શકે. તેને લશ્કરો તૈયાર કરવાની જરૂર નથી પડતી. તેને મલકુસ્તી શીખવવાની જરૂર નથી પડતી. તેણે પોતાના મનની ઉપર કાબૂ લીધો એટલે તે વનરાજ સિંહની માફક ગર્જના કરી શકે છે ને તેની ગર્જનાથી દુશ્મન થઈ બેઠા હોય તેમનાં હ્રદય ચિરાય છે.
Yes, this much is true: even someone frail in body can become a satyagrahi. One person can, and so can millions. A man can, and so can a woman. No armies need to be raised, and no one needs to be taught wrestling. Once a person has mastered their own mind, they can roar like the lion, king of the forest, and at that roar the hearts of those who have set themselves up as enemies are torn apart.
સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે. તે જેમ વાપરો તેમ વપરાય. વાપરનાર તથા જેને ઉપર તે વપરાય છે તે સુખી થાય છે. તે લોહી કાઢતી નથી, છતાં પરિણામ તેથી પણ ભારે લાવી શકે છે. તેને કાટ ચઢી શકતો નથી. તે કોઈ લઈ જઈ શકતું નથી. સત્યાગ્રહી જો હરીફાઈ કરે તો તેમાં થાક પડે જ નહીં. સત્યાગ્રહીની તલવારને મ્યાનનએએ જરૂર ન મળે. તે કોઈથી છીનવી શકાતી નથી. છતાં તમે સત્યાગ્રહીને નબળાનું હથિયાર છે.એમ ગણી એ તો કેવળ અંધેર કારખાનું જ ગણાય.
Satyagraha is a sword with an edge on every side. It can be used however you choose. Both the one who wields it and the one it is used on are the happier for it. It draws no blood, yet it can bring results weightier even than bloodshed. It cannot rust. No one can carry it off. If a satyagrahi enters a contest, he never tires. The satyagrahi’s sword needs no scabbard. No one can snatch it from him. And yet if you count satyagraha a weapon of the weak, that is nothing but a topsy-turvy state of affairs.
The peasants and the sword
India’s millions of peasants have always used satyagraha against their rulers’ tyranny.
Readerતમે કહ્યું કે હિંદુસ્તાનનું તે ખાસ હથિયાર છે, તો શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું ?
ReaderYou said it is India’s special weapon. Then has the force of cannon never prevailed in India?
Editorતમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેવડા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન એ કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.
EditorFor you, India means its princes, no bigger than a cupped handful. For me, India is its tens of millions of peasants, on whom the princes and all of us depend for our living.
રાજાઓ તો હથિયાર ચાપરશે જ. તેમની તો તે રીતે પડી. તેમને તો હુકમ ચલાવવો છે. પણ હુકમ ઉઠાવનારને તોપબળની જરૂર નથી. દુનિયાનો મોટો ભાગ હુકમ ઉઠાવનારો છે. તેઓને કાં તો તોપબળ કાંતો આત્મબળ શીખવવું જોઈએ. તેઓ જ્યાં તોપબળ શીખે છે ત્યાં રાજા પ્રજા બંને ગાંડાં જેવાં બની જાય છે. જ્યાં હુકમ ઉઠાવનારા સત્યાગ્રહ શીખ્યા છે ત્યાં રાજાનો જુલમ તેની ત્રણ ગજની તલવારથી છેટો જઈ શક્યો નથી ને હુકમ ઉથાવનારે અન્યાયી હુકમની દરકાર કરી નથી. ખેડૂતો કોઈના તલવારબળને વશ થયા નથી ને થવાના નથી. તેઓને તલવાર વાપરતા આવડતી નથી, બીજાની તલવારથી તેઓ ડરતા નથી. મોતને હંમેશા પોતાનો તકિયો કરી સૂનારી તે મહાન પ્રજા છે. તેણે મોતનો ડર છોડેલો છે, એટલે બહાનો ડર છોડ્યો છે. આ હું કઈંક વધારે પડતું ચિત્ર આપું છું, એ બરોઅબ્ર છે.
Princes will use weapons, of course. That is the way they have come to be. They want to give orders. But those who carry out orders have no need of cannon-force. Most of the world is made up of those who carry out orders. They must be taught either cannon-force or soul-force. Where they learn cannon-force, ruler and ruled alike become something like madmen. Where those who obey have learned satyagraha, the ruler’s tyranny has not reached beyond the three yards of his sword, and those who obey have paid no heed to unjust orders. The peasants have never bowed to anyone’s sword, and they never will. They do not know how to use the sword, and they are not afraid of anyone else’s. They are a great people who always lie down to sleep with death for a pillow. They have given up the fear of death, and so they have given up every fear. I admit I am painting a somewhat exaggerated picture.
પણ આપણે જે તલવારન બળથી છક થઈ ગયા છીએ તેને સારુ એ ચિત્ર વધારે પડતું નથી.
But for those of us who have been dazzled by the power of the sword, the picture is not exaggerated.
વાત એ છે કે ખેડૂતોએ, પ્રજામંડળે પોતાના તેમ જ રાજ્યના કારભારમાં સત્યાગ્રહ વાપરેલ છે. જ્યારે રાજા જુલમ કરે છે ત્યારે રૈયત રિસાય છે, એ સત્યાગ્રહ છે.
મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈય તની માફી માગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે પણ મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.
The fact is that the peasants, the people at large, have used satyagraha both in their own affairs and in the affairs of government. When the ruler is tyrannical, the subjects take offense and withdraw: that is satyagraha.
I remember that in one princely state the subjects did not like a certain order, so they began to leave their villages. The prince took fright, apologized to his subjects and withdrew the order. Many such examples can be found, but chiefly they are the crop of India’s soil. Where there are such subjects, there is swaraj. Swaraj without that is misrule.
Readerત્યારે તમે એક કહેશો કે આપણે શરીર કસવાની જરૂર જ નથી.
ReaderThen you will tell us that we need not train our bodies at all.
Editorએવું તમે ક્યાં જોયું ? શરીર કસ્યા વિના સત્યાગ્રહી થવું મુશ્કેલ છે. ઘણે ભાગે જે શરીર પંપાળીને નબળાં કરી નાખ્યાં છે તે શરીરમાં જે મન રહે છે તે પણ નબળું હોય છે. ને જ્યાં મનોબળ નથી ત્યાં આત્મબળ ક્યાંથી હોય ? આપણે બાળલગ્ન વગેરેનો તથા આળપંપાળવાળી રહેણીનો કુચાલ કાઢી શરીર તો સજવાં જ જોઈશે . રેંજીપેંજી માણસને એકાએક તોપને મોઢે ચઢવાનું હું કહીશ તો તે તો મારી હાંસી કરાવવાનું થશે.
EditorWhere did you get that idea? Without toughening the body it is hard to become a satyagrahi. As a rule, the mind that lives in a body pampered into weakness is weak too. And where there is no strength of mind, how can there be soul-force? We shall certainly have to make our bodies fit by getting rid of the bad customs of child marriage and the like, and of soft, coddled living. If I told some feeble weakling to step suddenly before the mouth of a cannon, I would only make myself a laughing-stock.
Readerતમે કહો છો તે જોતાં વળી એમ લાગે છે કે સત્યાગ્રહી થવું એ કંઈ જેવી તેવી વાત નથી, અને જો તેમ હોય તો સત્યાગ્રહી કેમ થવાય એ તમારે સમજાવવાની જરૂર છે.
ReaderFrom what you say, it seems once again that becoming a satyagrahi is no small matter. And if so, you need to explain how one becomes one.
What a satyagrahi needs
The satyagrahi must practice chastity, accept poverty, hold to truth and be fearless.
Editorસત્યાગ્રહી થવું એ સહેલું છે. પણ જેટલું સહેલું છે તેટલું જ કઠણ છે. ચૌદવરસનો છોકરો સત્યાગ્રહી બન્યો એ મેં અનુભવ્યું છે. રોગી માણસ સત્યાગ્રહી થાય એ પણ મેં જોયું. શરીરે જોરાવર અને બીજી રીતે સુખી તે માણસ નથી થઈ શક્યા એ પણ જોયું.
અનુભવે જોઉં છું કે જે માણ્સ દેશહિતને કારણે સત્યાગ્રહી થવા માગે છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, ગરીબાઈ ધારણ કરવી જોઈએ. સત્યનું તો સેવન કરવું જ પડે અને અભયતા આવવી જ જોઈએ.
EditorBecoming a satyagrahi is easy. But it is as hard as it is easy. I have known a fourteen-year-old boy become a satyagrahi. I have seen a sick man become one too. And I have also seen men strong in body and comfortable in every other way who could not.
Experience shows me that whoever wants to become a satyagrahi for the good of the country must observe brahmacharya and take up poverty. He must, of course, follow truth, and he must become fearless.
બ્રહ્મચર્ય એ મહાવ્રત છે, અને તે વિના મનની ગાંઘ સજ્જડા થનાર નથી. અબ્રહ્મચર્યથી માણસ અવીર્યવાન, બાયલો અને હીણો થાય છે. જેનું મન વિષયમાં ભમે છે તેનાથી કશી દોડ થવાની નથી. આ વાત અગણિત દાખલાથી બતાવી શકાય છે. ત્યારે ઘરસંસારીએ શું કરવું એ સવાલ ઊભો થાય છે. પણ એ ઊભો થવાની કશી જરૂર નથી. ઘરસંસારીએ સંગ કર્યો તે વિષય નથી એમ કોઈ કહી શકતું નથી. પ્રજાની ઉત્પત્તિને જ ખાતર સ્વસ્ત્રીસંગ કહ્યો છે. ત્યારે સત્યાગ્રહીને પ્રજોત્પતિની વાસના ન હોવી ઘટે. તેથી સંસારી છતાં બ્રહ્મચર્ય પાળી શકે છે. આ વાત વધારે સ્પષ્ટ કરીને લખવા જેવી નથી. સ્ત્રીનો શો વિચાર છે? કેમ એ બધું થાય ? આવા વિચારો ઉત્પન્ન થાય છે. છતાં જેને મહાકાર્યમાં ભાગ લેવો છે. તેને એ સવાલનું નિરાકરાણ કર્યા વિના છૂટકો જ નથી.
Brahmacharya is a great vow, and without it the mind’s knot will never be tied fast. Without brahmacharya a man loses his vigor and becomes spineless and abject. One whose mind wanders among sensual pleasures will get nowhere. Countless examples can show this. Then the question arises: what is a married man to do? But there is no need for the question to arise. No one can claim that a married man’s union with his wife is not sensual indulgence. Union with one’s own wife has been sanctioned only for the sake of having children. A satyagrahi ought to have no desire to beget children. So he can observe brahmacharya even though he is married. This is not a thing to write about more plainly. What does the wife think? How is all this to be done? Such questions arise. Still, whoever wants to take part in a great work has no choice but to settle this question.
જેમ બ્રહ્મચર્યની જરૂર છે તેમ ગરીબાઈ લેવાની જરૂર છે. પૈસાનો લોભ અને સત્યાગ્રહનું સેવન એ બની શકે તેવું નથી. પણ જેની પાસે પૈસો છે તેણે તે ફેંકી દેવો, એવું સમજાવવાનો અહીં હેતુ નથી. પણ પૈસાને વિશે બેદરકાર રહેવાની જરૂર છે. સત્યાગ્રહનું સેવન કરતાં પૈસો ચાલ્યો જાય તો બેફિકર રહેવું ઘટે છે.
Just as brahmacharya is needed, so is taking up poverty. Greed for money and the practice of satyagraha cannot go together. I do not mean here that whoever has money must throw it away. But one must be indifferent to money. If one’s money goes in the practice of satyagraha, one should not worry about it.
સત્યનું સેવન ન કરે તે સત્યનું બળ કેમ દેખાડી શકે? એટાલે સત્યની તો બરાબર જરૂર પડશે જ. ગમે તેટલું નુકશાન થતું હોય તોપણ સત્યને નહીં છોડી શકાય. સત્યને કંઈ સંતાડવાનું ન જ હોય. એટલે સત્યાગ્રહીને છૂપી સેના ન જ હોઈ શકે. આ સંબંધમાં, જીવ બચાવવા જૂઠું બોલવું કે નહીં એવા સવાલ મનમાં ન લાવવા. જેને જૂઠાનો બચાવ કરવો છે તે જે અએવા સવાલ ફોકટ ઉઠાવે છે. જેને સત્યનો જ રસ્તો લેવો છે તેને એવાં ધર્મ સંકટ આવતું નથી. તેવી કફોડી સ્થિતિમાં આવી પડે તોપણ સત્યવાદી માણસ ઉગરી જાય છે.
How can someone who does not follow truth show the power of truth? So truth will be needed in full measure. However much loss it may bring, truth cannot be given up. Truth has nothing to hide. So a satyagrahi can have no secret army. In this connection, do not let such questions as whether to lie to save one’s life even enter your mind. Only someone who wants to defend lying raises such questions, and to no purpose. One who means to take the path of truth alone never meets such moral dilemmas. And even if he does land in a tight spot of that kind, the truthful man comes through.
અભયતા વિના તો સત્યાગ્રહીની ગાડી એક ડગલું પણ નહીં ચાલી શકે. અભય સર્વથા અને સર્વ વસ્તુ બાબત ઘટશે. માલનો, ખોટા માનનો, સગાંસાંઈનો, રાજદરબારનો, જખમનો, મરણનો અભય હોય ત્યારે જ સત્યાગ્રહ પાળી શકાય.
આ બધું કરવું મુશ્કેલ છે એમ માનીને છોડી દેવાનું નથી. માથે આવી પડેલું સહી લેવાની શક્તિ કુદરતે માણસમાત્રમાં મૂકેલી છે. આવા ગુણ દેશસેવા ન કરવી હોય તો પણ સેવવા યોગ્ય છે.
Without fearlessness the satyagrahi’s cart cannot move a single step. Fearlessness will be needed in every way and about everything. Only when one has no fear for one’s property, for false honor, for one’s relatives, for the government, for wounds or for death can one practice satyagraha.
We are not to give all this up because we think it difficult. Nature has put into every human being the strength to bear whatever falls on him. These qualities are worth cultivating even for someone who has no wish to serve the country.
ઉપરાંત એટલું પણ સમજાય તેમ છે કે, જેને હથિયાર બળ મેળવવું હશે તેને પણ આટલી વસ્તુની જરૂર પડશે. રણવીર થવું એ કંઈ બધાયને ઈચ્છા થઈ કે તુરત સાંપડી જાય તેમ નથી. લડવૈયાને બ્રહ્મચર્ય પાળવું પડશે, ભિખારી થવું પડશે. રણમાં અભયતા ન હોય તે લડી રહ્યા. તેને સત્યવ્રત પાળવાની તેટલી જરૂર ન જણાય એમ વખતે કોઈને લાગશે પણ જ્યાં અભયતા છે ત્યાં સત્યતા સહેજે વસે છે. માણસ જ્યારે સત્ય છોડે છે ત્યારે તે કોઈ પણ પ્રકારના ભયને લીધે જ છોડે છે.
Besides, it is easy to see that whoever wants to acquire the force of arms will need these very things. Becoming a hero of the battlefield is not something anyone gets the moment he wishes it. The warrior will have to observe brahmacharya and become a beggar. A man without fearlessness on the battlefield—that is the end of his fighting. Some may perhaps think he does not need the vow of truth so much; but where there is fearlessness, truthfulness naturally lives too. When a man gives up truth, it is only out of fear of some kind that he does so.
એટલે આ ચાર ગુણથી ડરી જવાનું પ્રયોજન નથી. વલી કેટલાંક બીજો ફોકટ પ્રયાસ તલવારબાજને કરવો રહ્યો તે સત્યાગ્રહીને રહેતો નથી. જેટલો બીજો પ્રયાસ તલવારબાજને કરવો પડે છે તેનું કારણ ભય છે. જો તેને તદ્દન અભયતા આવે તો તે જ ઘડી તેની તલવાર તેના હાથમાંથી પડી જાય. તે ટેકાની તેને જરૂર રહેતી નથી, જેને વેર નહીં તેને તલવાર નહીં. સિંહની સામે આવનાર માણસથી એની મેળે જ લાકડી ઊંચકાઈ ગઈ. તે માણસે જોયું કે તેણે અભયતાનો પાઠ માત્ર મોઢે કર્યો હતો. તે દહાડે તેણે લાકડી છોડી અને અભયવાન થયો.
So there is no reason to be frightened of these four qualities. Moreover, the swordsman has to make many other useless efforts that the satyagrahi is spared. The reason the swordsman must make all those other efforts is fear. If he became entirely fearless, his sword would drop from his hand that very moment. He would no longer need that prop. Who has no enmity has no sword. When a man came face to face with a lion, his stick rose of its own accord. He saw that he had only learned his lesson in fearlessness by heart. That day he let go of his stick and became fearless.
18. Education
કેળવણી · Literacy alone is not education; English education has enslaved us; character comes first, and the mother tongue.
Readerતમે આટલું બધું બોલ્યા તેમાં તમે ક્યાંયે કેળવણીની તો જરૂર જ ન બતાવી. આપણે કેળવણીની ખામીની હંમેશાં રાવ ખાઈએ છીએ. ફરજિયાત કેળવણી આપવાની હિલચાલ આખા હિંદુસ્તાનમાં જોઈએ છીએ. મહારાજા ગાયકવાડે ફરજિયાત કેળવણી દાખલ કરી છે. તેની તરફ બધાની આંખ દોરવાઈ છે. આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. આ બધો પ્રયાસ શું વૃથા સમજવો ?
ReaderIn all you have said, you have nowhere shown any need for education. We are always complaining about the lack of education. We see a movement for compulsory education all over India. The Maharaja Gaekwad has introduced compulsory education. Everyone’s eyes have been drawn to it. We congratulate him. Is all this effort to be thought useless?
Editorજો આપણે આપણો સુધારો સર્વોત્તમ માનીએ તો મારે દિલગીરીપૂર્વક કહેવું પડશે કે એ પ્રયાસ ઘણે ભાગે વૃથા છે. મહારાજા સાહેબ તથા બીજા આપણા ધુરંધર આગેવાનો બધાને કેળવણી આપવા મથી રહ્યા છે. એમાં તેમનો હેતુ નિર્મળ છે, તેથી તેમને ધન્યવાદ જ ઘટે છે. પણ તેમના હેતુનું પરિણામ જે આવવા સંભવ છે તે આપણે ઢાંકી શકતા નથી.
EditorIf we believe our own civilization to be the best, I must say with regret that the effort is largely useless. The Maharaja and our other leading figures are striving to give education to all. Their intention is pure, and so they deserve only praise. But we cannot cover up the result that their intention is likely to bring.
કેળવણી એટલે શું ? જો તેનો અર્થ અક્ષરજ્ઞાન એટલો જ હોય તો તે એક હથિયાર થયું. તેનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. એક હથિયારથી વાઢકાપ કરીને દરદીને સાજો કરાય, તે જ હથિયાર જાન લેવાને સારુ વપરાય. એમ અક્ષરજ્ઞાન છે તેનો ગેરઉપયોગ પણ માણસ કરે છે એ તો આપણે જોઈએ છીએ. તેનો સદુપયોગ પ્રમાણમાં ઓછા જ માણસો કરે છે. આ વાત બરોબર હોય તો એમ સિદ્ધ થાય છે કે અક્ષરજ્ઞાનથી દુનિયાને ફાયદાને બદલે હાનિ થઈ છે.
What is education? If it means only knowledge of letters, then it is a tool. It can be put to good use, and it can be misused. With one instrument you can operate on a patient and cure him; the same instrument can be used to take a life. So it is with literacy: we see that people misuse it too. Comparatively few make good use of it. If this is right, it follows that literacy has done the world more harm than good.
કેળવણીનો સાધારણ અર્થ અક્ષરજ્ઞાન એ જ થાય છે. લોકોને લખતાં, વાંચતાં, હિસાબ ગણતાં શીખવવું એ મૂળ અથવા પ્રાથમિક કેળવણી કહેવાય છે. એક ખેડૂત પોતે પ્રામાણિકપણે ખેતી કરી રોટી કમાય છે. તેને સાધારણ રીતે દુન્યવી જ્ઞાન છે. તેણે માબાપ પ્રત્યે કેમ વર્તવું, છોકરાં તરફ કેમ ચાલવું, જે ગામડામાં તે વસે છે ત્યાં તેણે કેમ રીતભાત રાખવી, આ બધાનું જ્ઞાન પૂરતું છે. તે નીતિના નિયમો સમજે છે ને પાળે છે. પણ તેને પોતાની સહી કરતાં નથી આવડતી. આ માણસને તમે અક્ષરજ્ઞાન આપી શું કરવા માગો છો ? તેના સુખમાં શો વધારો કરશો ? તેના ઝૂંપડાનો કે તેની સ્થિતિનો તમારે અસંતોષ ઉપજાવવો છે ? તેમ કરવું હોય તોપણ તમારે તેને અક્ષરજ્ઞાન આપવાની જરૂર નથી. પશ્ચિમના પ્રતાપમાં દબાઈ જઈ આપણે લઈ ભાગીએ છીએ કે લોકોને કેળવણી આપવી.
The ordinary meaning of education is simply literacy. Teaching people to read, write and do sums is called elementary or primary education. A peasant earns his bread by farming honestly. He has an ordinary knowledge of the world. He knows well enough how to behave toward his parents, how to treat his children, how to conduct himself in the village where he lives. He understands the rules of morality and keeps them. But he cannot sign his name. What do you mean to do by giving this man literacy? What will you add to his happiness? Do you want to make him discontented with his hut or his lot? Even if you want that, you need not give him literacy to do it. Weighed down by the prestige of the West, we have run off with the idea that the people must be educated.
પણ તેમાં આગળપાછળનો વિચાર કરતા નથી.
But we do not think it through.
હવે ઊંચી કેળવણી લઈએ. હું ભૂગોળવિદ્યા શીખ્યો, ખગોળવિદ્યા શીખ્યો, બીજગણિત મને આવડ્યું, મેં ભૂમિતિનું જ્ઞાન લીધું, ભૂસ્તરવિદ્યાને ભૂંસી બાળી; તેથી શું ? તેથી મારું મેં શું ઉજાળ્યું ? મારી આસપાસનાને શું ઉજાળ્યા ? મેં તે જ્ઞાન શા હેતુથી લીધું ? તેમાં મને શો ફાયદો થયો ? અંગ્રેજોના જ એક વિદ્વાને (હક્સ્લીએ) આ પ્રમાણે કેળવણી વિશે કહ્યું છે : 'તે માણસને ખરી કેળવણી મળી છે કે જે માણસનું શરીર એવું કેળવાયું છે કે તે તેના અંકુશમાં રહી શકે છે, તે શરીર ચેનથી અને સરળતાથી તેને સોંપેલું કામ કરે છે. તે માણસને ખરી કેળવણી મળી છે કે જેની બુદ્ધિ શુદ્ધ છે, શાંત છે ને ન્યાયદર્શી છે. તે માણસે ખરી કેળવણી લીધી છે કે જેનું મન કુદરતના કાયદાઓથી ભરેલું છે ને જેની ઈંદ્રિયો તેને વશ છે.
Now take higher education. I learned geography, I learned astronomy, I mastered algebra, I acquired geometry, I polished off geology. So what? What credit have I brought myself by it? What light have I brought to those around me? Why did I acquire that knowledge? What good did it do me? An English scholar, Huxley, has said this about education: “That man has had a true education whose body has been so trained that it stays under his control, and does the work given it with ease and readiness. That man has had a true education whose intellect is pure, calm and fair-seeing. That man has received a true education whose mind is filled with the laws of Nature and whose senses are under his command.
જેની અંતર્વૃત્તિ વિશુદ્ધ છે, અને જે માણસ નીચ કામને ધિક્કારે છે તથા પોતાના સરખા બીજાઓને ગણે છે; આવો માણસ ખરો કેળવાયેલો ગણાય. કેમ કે તે કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે. કુદરત તેનો સારો ઉપયોગ કરશે અને કુદરતનો તે સારો ઉપયોગ કરશે.' જો આ ખરી કેળવણી હોય તો મારે સોગનપૂર્વક કહેવું જોઈએ કે ઉપર હું જે શાસ્ત્રો ગણાવી ગયો તેનો ઉપયોગ મારા શરીરને કે મારી ઇંદ્રિયોને વશ કરવામાં મારે નથી કરવો પડ્યો. એટલે પ્રાથમિક કેળવણી લ્યો કે ઊંચી કેળવણી લ્યો, પણ તેનો ઉપયોગ મુખ્ય વાતમાં નથી આવતો. તેથી આપણે માણસ નથી બનતા - તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા.
Whose inner feelings are pure, who loathes base deeds and regards others as his equals—such a man may be counted truly educated, for he lives by the laws of Nature. Nature will make good use of him, and he will make good use of Nature.” If this is true education, I must declare on oath that I have not had to use the sciences I listed above in mastering my body or my senses. So take primary education or take higher education: it is no use in the main thing. It does not make us human beings—it does not teach us our duty.
Readerજ્યારે એમ જ છે ત્યારે તમને મારે સવાલ પૂછવો પડશે. તમે આ બધું બોલો છો તે શાના પ્રતાપ ? તમે અક્ષરજ્ઞાન અને ઊંચી કેળવણી ન લીધાં હોત તો તમે કેમ સમજાવી શકત ?
ReaderIf that is so, I must ask you a question. What enables you to say all this? If you had not had literacy and higher education, how could you have explained it?
Editorતમે ઠીક સપાટો માર્યો છે, પણ મારો જવાબ તમને સીધો જ છે. જો મેં ઊંચી કે નીચી કેળવણી ન લીધી હોત તો કંઈ હું નિરુપયોગી થાત એમ માનતો નથી. હવે બોલીને ઉપયોગી થવાની ઇચ્છા રાખું છું. તેમ કરતાં જે ભણ્યો છું તેને કામે લગાડું છું, અને તેનો ઉપયોગ, જો તે ઉપયોગ હોય તો, હું મારા કરોડો ભાઈઓને નથી આપી શકતો, પણ માત્ર તમારા જેવા ભણેલાને આપું છું. તેમાં પણ મારા વિચારને ટેકો મળે છે. તમે અને હું બંને ખોટી કેળવણીના પંજામાં ફસાયા. હું તેમાંથી મુક્ત થયેલો માનું છું. હવે તે અનુભવ તમને આપું છું ને તે આપતાં લીધેલી કેળવણીનો ઉપયોગ કરી તમને તેનો સડો બતાવું છું.
EditorThat is a fair blow, but my answer is straightforward. I do not believe that I would have been useless if I had had no education, higher or lower. Now I want to be useful by speaking. In doing so I put what I have learned to work; and its use, if it is any use, I cannot give to my tens of millions of brothers, only to educated people like you. That too supports my view. You and I were both caught in the clutches of a false education. I believe I have freed myself from it. Now I am passing that experience on to you, and in doing so I use the education I received to show you its rot.
વળી તમે મને સપાટો મારવામાં ભૂલ્યા છો, કેમ કે મેં કંઈ અક્ષરજ્ઞાનને દરેક સ્થિતિ માટે વખોડ્યું નથી. માત્ર એટલું જ બતાવ્યું છે કે તે જ્ઞાનની આપણે મૂર્તિપૂજા નથી કરવાની. તે કંઈ આપણી કામધુક નથી. તેની જગ્યાએ તે શોભી શકે છે. અને તે જગ્યા તો એ છે કે જ્યારે મેં ને તમે આપણી ઇંદ્રિયોને વશ કરી હોય, જ્યારે આપણે નીતિનો મજબૂત પાયો નાખીએ, ત્યારે આપણને અક્ષરજ્ઞાન લેવાની ઇચ્છા થાય તો તે લઈને તેનો સદુપયોગ કરી શકીએ ખરા. તે આભૂષણ ઠીક લાગવા સંભવ છે. પણ જો અક્ષરજ્ઞાનનો એ ઉપયોગ હોય તો આપણે તેવી કેળવણી ફરજિયાત આપવાની જરૂર નથી રહેતી. આપણી પુરાણી નિશાળો બસ છે. તેમાં નીતિની કેળવણીને પ્રથમ મૂકી છે. તે પ્રાથમિક કેળવણી છે. તેની ઉપર જે ચણતર કરીશું તે નભી શકશે.
Besides, you were wrong to strike at me, because I have not condemned literacy in every situation. I have only shown that we must not make an idol of that knowledge. It is not our wish-granting cow. In its own place it can be an ornament. And that place is this: when you and I have mastered our senses, when we have laid a firm foundation of morality, then, if we want literacy, we can acquire it and put it to good use. As an ornament it may well look fine. But if that is the use of literacy, there is no longer any need to make such education compulsory. Our old schools are enough. They put moral education first. That is primary education. Whatever we build on it will stand.
English education and swaraj
English education has enslaved India; it should be used only where truly needed.
Readerત્યારે અંગ્રેજી કેળવણીનો ઉપયોગ સ્વરાજને સારુ તમે ગણતા નથી. એ હું બરોબર સમજ્યો છું ?
ReaderThen you do not consider English education of any use for swaraj. Have I understood you rightly?
Editorહા અને ના એવો મારો જવાબ છે. કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી તે તેઓને ગુલામીમાં નાખવા બરોબર છે. મેકોલેએ જે કેળવણીનો પાયો રચ્યો તે ખરું જોતાં ગુલામીનો પાયો હતો. તેણે તેવું સમજીને પોતાનો લેખ ઘડ્યો એમ હું નથી સમજાવતો. પણ તેના કાર્યનું એ જ પરિણામ આવ્યું છે. આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત !
EditorMy answer is yes and no. To give English education to tens of millions is to put them into slavery. The foundation of education that Macaulay laid was, in truth, the foundation of slavery. I do not suggest that he drafted his minute with that in mind. But that is exactly the result his work has had. How pitiful it is that we talk of swaraj in a foreign tongue!
જે કેળવણી અંગ્રેજીનો ઉતાર છે તે આપણો શણગાર બને છે એ જાણવા જેવું છે. તેઓના જ વિદ્વાનો બોલ્યા કરે છે કે આ સારું નથી, તે સારું નથી. કેળવણીના ધોરણો ફર્યા જ કરે છે. આપણે તો તેઓ જે ભૂલી ગયા જેવા હોય તેને પણ અજ્ઞાનપણે વળગી રહીએ છીએ. તેઓમાં સહુ સહુની ભાષા વધારવાને મહેનત થાય છે. વેલ્સ એ એક ઇંગ્લાંડનું પરગણું. તેની ભાષા ધૂળ જેવી ગણાય. તેનો જીર્ણોદ્ધાર હવે થઈ રહ્યો છે.
It is worth noticing that an education the English have discarded becomes our adornment. Their own scholars keep saying that this is not good and that is not good. The standards of education keep changing. We, in our ignorance, cling even to what they have all but forgotten. Among them, each people works to develop its own language. Wales is a province of England. Its language was counted worthless as dust. Now it is being revived.
વેલ્સનાં છોકરાંઓ પાસે વેલ્સ બોલાવવું એવો પ્રયાસ ચાલે છે. તેમાં ઇંગ્લાંડનો ખજાનચી લૉઈડ જ્યૉર્જ મુખ્ય ભાગ લે છે. ત્યારે આપણી દશા કેવી છે ? આપણે એકબીજાને કાગળ લખીએ તે ભૂલભરેલા અંગ્રેજીમાં. આવા ખોડવાળા અંગ્રેજીમાંથી સાધારણ એમ. એ. પણ મુક્ત નથી. આપણા સરસમાં સરસ વિચાર બતાવવાનું વાહન તે અંગ્રેજી, આપણી કોંગ્રેસ તે અંગ્રેજીમાં ચાલે, આપણાં સરસ છાપાં તે અંગ્રેજીમાં. જો આવું લાંબી મુદત સુધી ચાલશે તો આપણા પછીની પ્રજા અપણો તિરસ્કાર કરશે ને તેમનો શાપ આપણા આત્માને લાગશે એમ મારું માનવું છે.
There is an effort to have Welsh children speak Welsh. England’s Chancellor of the Exchequer, Lloyd George, takes a leading part in it. And what is our state? We write to one another in faulty English. Even the ordinary M.A. is not free of such defective English. The vehicle for our very best thoughts is English; our Congress is conducted in English; our best newspapers are in English. If this goes on for long, I believe that the generations after us will despise us, and their curse will fall on our souls.
તમારે સમજવા જેવું છે કે અંગ્રેજી કેળવણી લઈને આપણે પ્રજાને ગુલામ બનાવી છે. અંગ્રેજી કેળવણીથી દંભ, રાગ, જુલમ વગેરે વધ્યાં. અંગ્રેજી ભણનારે લોકોને ધૂતવામાં, તેઓને ત્રાસ પમાડવામાં મણા નથી રાખી. હવે જો આપણે તેઓને સારુ કંઈ જ કરીએ છીએ તો તે આપણે કરેલા કરજનો એક કટકો વાળીએ છીએ.
You should understand that by taking English education we have enslaved the nation. English education has increased hypocrisy, passion, oppression and the like. Those who learned English have spared no effort in cheating the people and tormenting them. If we now do anything at all for the people, we are only paying back a fraction of the debt we have run up.
એ કંઈ થોડી જુલમની વાત છે કે પોતાના દેશમાં મારે ઇનસાફ મેળવાવો હોય તો મારે અંગ્રેજી ભાષા વાપરવી પડે ! હું જ્યારે બૅરિસ્ટર થાઉં ત્યારે મારાથી સ્વભાષામાં બોલાય નહીં ! મારી પાસે બીજા માણસે તરજુમો કરવો જોઈએ ! આ કંઈ થોડો દંભ ! આ ગુલામીની સીમા નથી તો શું છે ? તેમાં હું અંગ્રેજનો દોષ કાઢું કે મારો પોતાનો ? હિંદુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે અંગ્રેજી જાણનાર છીએ. પ્રજાની હાય અંગ્રેજ ઉપર નથી પડવાની, પણ આપણી ઉપર પડવાની છે.
Is it a small tyranny that if I want justice in my own country I must use the English language! That when I become a barrister I may not speak my own language! That someone else must translate for me! Is that a small hypocrisy! If this is not the height of slavery, what is? Am I to blame the English for it, or myself? It is we who know English who have enslaved India. The people’s curse will not fall on the English; it will fall on us.
પણ મેં તમને કહ્યું કે મારો જવાબ હા અને ના છે. હા છે કેમ તે સમજાવી ગયો.
But I told you my answer was yes and no. I have explained why it is yes.
ના તે કેમ તે હવે કહું છું. આપણે દરદમાં એવા ઘેરાઈ ગયા છીએ કે તદ્દન અંગ્રેજી કેળવણી લીધા વિના ચાલે તેવો સમય રહ્યો નથી. જેણે તે કેળવણી લીધી છે તે તેનો સદુપયોગ કરે. પોતે તેનો ઉપયોગ માની જરૂર જણાય ત્યાં કરે, અંગ્રેજોની સાથે વહેવારમાં, બીજા હિંદી જેની ભાષા આપણે ન સમજીએ તેને સારુ, અને અંગ્રેજો પોતે પોતાના સુધારાથી કેવા કાયર થાય છે તે જાણવા સારુ. જેઓ અંગ્રેજી ભણ્યા છે તેમની પ્રજાને પ્રથમ નીતિ શીખવવી, તેઓને સ્વભાષા શીખવવી, તેઓને એક બીજી હિંદની ભાષા શીખવવી. પ્રજા જ્યારે પાકી ઉંમરે પહોંચે ત્યારે ભલે અંગ્રેજી કેળવણી લે. તે માત્ર તેનું છેદન કરવાના ઇરાદાથી, તેમાંથી પૈસો પ્રાપ્ત કરવાના ઇરાદાથી નહીં. આમ કરતાં પણ આપણે વિચારવું પડશે કે અંગ્રેજી શું શીખવું ને શું ન શીખવું.
Now I will tell you why it is no. We are so beset by the disease that we can no longer do entirely without English education. Those who have had it should put it to good use. Let them use it where they find it necessary: in dealing with the English; with other Indians whose language we do not understand; and to learn how sick the English themselves are becoming of their own civilization. Those who have learned English should first teach their children morality, teach them their own language, and teach them one other Indian language. When the children reach maturity, let them take English education if they like—and then only with the aim of rooting it out, not with the aim of making money from it. Even then we shall have to consider what to learn in English and what not to learn.
કયાં શાસ્ત્રનો અભ્યાસ કરવો તે વિચારવું પડશે. સહેજ ખ્યાલ કરતાં જણાઈ રહેશે કે જો અંગ્રેજી ડિગ્રી વગેરે લેતા આપણે બંધ થઈએ તો અંગ્રેજ રાજ્યધિકારી ચમકશે.
We shall have to consider which sciences to study. A little thought will show that if we stop taking English degrees and the like, our English rulers will sit up with a start.
What education India needs
Moral education first, Indian languages, and Hindi as the common language of India.
Editorતેનો જવાબ ઉપર કંઈક આવી ગયો. છતાં વધુ વિચારીએ, મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે. આપણી ભાષામાં આપણે કેળવણી લેવી તે શું, તેનો વિસ્તાર કરવાની આ જગ્યા નથી. આપણે અંગ્રેજી પુસ્તકો જે કામનાં છે તેનો તરજુમો કરવો પડશે. ઘણાં શાસ્ત્રો શીખવાનો મિથ્યા ડોળ ને વહેમ છોડવાં. ધર્મકેળવણી અથવા નીતિકેળવણી તે પહેલાં હોવી જ જોઈએ. દરેક કેળવાયેલા હિંદીને સ્વભાષા, હિંદુને સંસ્કૃત, મુસલમાનને અરબી, પારસીને પર્શિયનનું અને બધાને હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. કેટલાક હિંદુએ અરબી તથા કેટલાક મુસલમાને તથા પારસીએ સંસ્કૃત શીખવું જોઈએ. ઉત્તર અને પશ્ચિમ હિંદુસ્તાનના હિંદીએ તામિલ શીખવું જોઈએ. આખા હિંદુસ્તાનને જોઈએ તે તો હિંદી હોવી જોઈએ. તે ઉર્દૂ અથવા નાગરી લિપિમાં લખવાની છૂટ ઘટે છે.
EditorPart of the answer has already come above. Still, let us think further. I feel we ought to make all our languages shine. This is not the place to go into what receiving our education in our own languages would mean. We shall have to translate the English books that are useful. We should give up the empty pretense of, and the superstition about, learning a great many sciences. Religious education, or moral education, must come first. Every educated Indian should know his own language; a Hindu should know Sanskrit, a Muslim Arabic, a Parsi Persian, and everyone Hindi. Some Hindus should learn Arabic, and some Muslims and Parsis Sanskrit. Indians of northern and western India should learn Tamil. What all India needs is Hindi. One should be free to write it in either the Urdu or the Nagari script.
હિંદુ-મુસલમાનના વિચાર ઠીક રહે, તેથી આ બંને લિપિ ઘણા હિંદીએ જાણી લેવાની જરૂર છે. આમ થતાં આપણે એકબીજાની સાથે વ્યવહાર રાખવામાં અંગ્રેજીને હંકારી શકીશું.
So that Hindus and Muslims stay on good terms, many Indians need to learn both scripts. Once that happens, we shall be able to drive English out of our dealings with one another.
અને આ બધું પણ કોને સારુ છે ? આપણે કે જેઓ ગુલામ થયા છીએ તેને સારુ છે. આપણી ગુલામીએ પ્રજા ગુલામ થઈ છે. આપ્ણે છૂટીએ તો પ્રજા છૂટી જ છે.
And who is all this for? It is for us who have become slaves. Through our slavery the nation has been enslaved. If we are free, the nation is free already.
Readerતમે ધર્મકેળવણીની વાત કરી એ ભારે પડતી છે.
ReaderWhat you said about religious education is a tall order.
Editorછતાં તે વિના છૂટકો નથી. હિંદુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી. નાસ્તિકનો પાક હિંદની ભૂમિને ભાવતો નથી. કામ વિકટ છે. ધર્મની કેળવણીનો વિચાર કરતાં માથું ફરવા લાગે છે. ધર્માચાર્યો દંભી અને સ્વાર્થી જોવામાં આવે છે. તેઓને આપણે વીનવવા પડશે. મુલ્લાં, દસ્તૂર અને બ્રાહ્મણના હાથમાં તે ચાવી છે. પણ જો તેઓને સદ્બુદ્ધિ ન આવે તો અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લોકોને નીતિની કેળવણી આપી શકીએ છીએ. આ બહુ મુશ્કેલીની વાત નથી. હિંદી દરિયાની કિનારીને મેલ લાગ્યો છે. તે મેલમાં જે ખરડાયા છે તેમને સાફ થવું રહ્યું છે તેવા આપણે, તે પોતાની મેળે પણ ઘણે ભાગે સાફ થઈ શકીએ છીએ. મારી ટીકા કંઈ કરોડોને સારુ નથી, હિંદુસ્તાનને મૂળ દિશા ઉપર લાવવામાં આપણે મૂળ દિશામાં આવવું રહ્યું છે.
EditorYet there is no way round it. India will never become atheist. Atheism is a crop India’s soil does not take to. The task is hard. The very thought of religious education makes one’s head spin. Religious teachers are seen to be hypocritical and selfish. We shall have to appeal to them. The key lies in the hands of the mullah, the Parsi dastur and the Brahmin. But if they do not come to their senses, we can use the zeal that English education has given us to give the people moral education. This is not very difficult. It is only the shore of the Indian sea that has been soiled. Those of us who have been smeared with that dirt need to be cleaned, and for the most part we can clean ourselves on our own. My criticism is not meant for the tens of millions. To bring India back to its true course, we ourselves must come back to it.
બાકી કરોડો તો મૂળ દિશામાં જ છે. તેમાં સુધારા, બિગાડા, વધારા કાળાનુક્રમે થયા જ કરશે. પશ્ચિમના સુધારાને હાંકી કાઢવો એ જ પ્રયત્ન કરવો રહ્યો. બીજું તેની મેળે આવી રહેશે.
As for the tens of millions, they are on the true course already. Reforms, lapses and additions will keep coming among them in the course of time. The one effort we must make is to drive out Western civilization. The rest will follow of itself.
19. Machinery
સંચાકામ · Machinery has impoverished India and is the chief symbol of modern civilization: a great sin.
Readerતમે પશ્ચિમના સુધારાને હાંકી કાઢવાની વાત કરો છો ત્યારે તો તમે એમ પણ કહેશો કે સંચાકામમાત્ર આપણને ન જ જોઈએ.
ReaderWhen you talk of driving out Western civilization, then you will surely also say that we want no machinery of any kind.
Editorતમે આ સવાલ કરી મને જે ઘા લાગ્યો હતો તે તાજો કર્યો છે. મિ. રોમેશચંદ્ર દત્તનું પુસ્તક 'હિંદુસ્તાનનો
આર્થિક (ઈકૉનૉમિક) ઇતિહાસ' વાંચ્યું ત્યારે મને એવું થઈ આવ્યું હતું. તેનો પાછો વિચાર કરું છું ત્યાં મસ્રું દિલ ભરાઈ આવે છે. સંચાકામનો સપાટો લાગ્યો ત્યારે તો હિન્દુસ્તાન પાયમાલ થયું. માન્ચેસ્ટરે તો આપણને જે નુકસાન પહોંચાડ્યું છે તેની હદ બાંધી શકાતી નથી. હિંદુસ્તાનમાંથી કારીગરી લગભગ ગઈ તે તો માન્ચેસ્ટરનું જ કામ.
EditorBy asking this you have reopened a wound I once received. When I read Mr. Romesh Chunder Dutt’s book The
Economic History of India, I felt it. When I think of it again, my heart grows full. It was when machinery struck its blow that India was ruined. There is no measuring the harm Manchester has done us. That India’s handicrafts have all but vanished is Manchester’s work alone.
પણ હું ભૂલું છું. માન્ચેસ્ટરને દોષ કેમ દેવાય ? આપણે તેનાં કપડાં પહેર્યાં ત્યારે માન્ચેસ્ટરે તે વણ્યાં. બંગાળની બહાદુરીનું જ્યારે મેં વર્ણન વાંચ્યું ત્યારે મને હર્ષ થયો. બંગાળમાં કાપડની મિલો નથી, તો લોકોએ અસલ ધંધો પાછો પકડી લીધો. બંગાળ મુંબઈની મિલને ઉત્તેજન આપે છે તે ઠીક જ છે, પણ જો બંગાળે સંચાકામમાત્રની આભડછેટ (બૉયકોટ) રાખી હોત તો હજુ વિશેષ ઠીક થાત.
સંચાએ યુરોપને ઉજ્જાડ કરવા માંડ્યું છે ને તેનો વાયરો હિંદુસ્તાનમાં છે. સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એમ હું તો ચોખ્ખું જોઈ શકું છું.
But I am wrong. How can Manchester be blamed? It was because we wore its cloth that Manchester wove it. When I read the account of Bengal’s courage, I was delighted. Bengal has no cloth mills, so the people took up their old occupation again. Bengal does right to encourage the Bombay mills; but if Bengal had shunned all machinery as untouchable (a boycott), that would have been better still.
Machinery has begun to lay Europe waste, and its wind is blowing in India. Machinery is the chief sign of modern civilization, and I can see plainly that it is a great sin.
મુંબઈની મિલોમાં જે મજૂરો કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાંઓ તેમાં કામ કરે છે તેમની દશા જોઈ હરકોઈને કમકમાટી આવશે. મિલનો વરસાદ નહોતો વરસ્યો ત્યારે કંઈ તે ઓરતો ભૂખે નહોતી મરતી. આ સંચાનો વાયરો વધે તો હિંદુસ્તાનની બહુ દુઃખી દશા થશે. મારી વાત ભારે પડતી જણાશે, પણ મારે કહેવું જોઈએ કે આપણે હિંદુસ્તાનમાં મિલો કરીએ તેના કરતાં હજુ માન્ચેસ્ટરમાં પૈસા મોકલી તેનું સડેલું કાપડ વાપરવું એ ભલું છે, કેમ કે તેનું કાપડ વાપરવાથી આપણો જ પૈસો જશે. આપણે હિંદુસ્તાનમાં માન્ચેસ્ટર સ્થાપવાથી આપણો પૈસો હિંદુસ્તાનમાં રહેશે, પણ તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઈ જશે. જેઓ મિલમાં કામ કરે છે તેમની નીતિ કેવી છે તે તેઓને પૂછવું.
The workers in the Bombay mills have become slaves. Anyone would shudder to see the condition of the women who work in them. Before the rain of mills fell, those women were not starving. If this wind of machinery grows, India will be in a very wretched state. What I say may seem exaggerated, but I must say that rather than build mills in India, it would be better to go on sending money to Manchester and using its rotten cloth; for if we use its cloth, only our money goes. If we set up a Manchester in India, our money will stay in India, but that money will take our blood, because it will take away our morality. Ask those who work in the mills what their morality is like.
તેઓમાંથી જેઓએ પૈસો એકઠો કર્યો છે તેઓની નીતિ બીજા પૈસાદાર કરતાં સરસ હોવાનો સંભવ નથી, અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઈ ઊતરે એમ માનવું એ તો અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાનથી છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર નથી.
Those of them who have amassed money are not likely to be any better morally than other rich men. To think that an Indian Rockefeller would be any less a Rockefeller than an American one is sheer ignorance. Poor India can win its freedom, but an India grown rich through immorality never will.
મને તો લાગે છે કે આપણે કબૂલ કરવું પડશે કે અંગ્રેજી રાજ્યને નિભાવી રાખનાર તે પૈસાદાર માણસો છે. તેઓનો સ્વાર્થ તેવી સ્થિતિમાં રહેલ છે. પૈસો માણસને રાંક બનાવે છે. એવી બીજી વસ્તુ તો દુનિયામાં વિષય છે. એ બંને વિષય વિષમય છે. તેનો દંશ સર્પના દંશ કરતાં ભૂંડો છે. સર્પ કરડે ત્યારે દેહ લઈને છુટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે છે ત્યારે દેહ, જીવ, મન, બધું લેતાં પણ છુટકારો થતો નથી. એટલે આપણા દેશમાં મિલો થાય તેથી ખાસ રાજી થવા જેવું રહેતું નથી.
I feel we shall have to admit that it is the moneyed men who keep English rule going. Their self-interest lies in things staying as they are. Money makes a man helpless. The one other thing like it in the world is sensual pleasure. Both these objects of desire are full of poison. Their sting is worse than a snake’s. When a snake bites, it takes the body and is done. When money or lust bites, it takes body, life, mind, everything, and even then there is no escape. So there is no particular cause for rejoicing that mills are being built in our country.
Editorએ વાત મુશ્કેલ છે. સ્થાયી થયેલી વસ્તુને કાઢવી તે ભારે પડતું છે. તેથી કાર્યનો અનારંભ તે પ્રથમ ડહાપણમાં ગણાયું છે. મિલના ધણીની ઉપર આપણે તિરસ્કારની નજરે નથી જોઈ શકતા. તેઓની ઉપર દયા ખાઈએ. તેઓ એકાએક મિલ છોડી દે એ તો ન બને, પણ આપણે તેઓનાં સાહસ ન વધારવાની અરજી કરી શકીએ છીએ. તેઓ ભલાઈ કરે તો તેઓ પોતે પોતાનું કામ ધીમે ધીમે ટૂંકું કરે. તેઓ પોતે જ જૂના, પૌઢ, પવિત્ર રેંટિયા ઘેર સ્થાપી શકે છે, લોકોનું વણેલું કાપડ લઈ વેચી શકે છે.
EditorThat is hard. To remove a thing once established is a heavy task. That is why not starting a thing at all has been counted the first wisdom. We cannot look on the mill-owners with contempt. Let us pity them. They cannot give up their mills all at once, but we can plead with them not to expand their ventures. If they want to do good, they themselves can gradually cut back their business. They themselves can set up the old, time-honored, holy spinning-wheel in people’s homes, and buy and sell the cloth the people weave.
તેઓ તેમ ન કરે તોપણ લોકો પોતે સંચાકામની વસ્તુ વાપરતા બંધ થઈ શકે છે.
Even if they do not, the people themselves can stop using machine-made goods.
Readerએ તો કાપડનું કહ્યું. પણ સંચાની તો અસંખ્ય વસ્તુ છે. કાં તો પરદેશથી લેવી, કાં તો આપણે તેવા સંચા દાખલ કરવા.
ReaderThat is cloth. But there are countless machine-made things. Either we must get them from abroad, or we must bring in such machines ourselves.
Editorખરેખર, આપણા દેવતા પણ જર્મનીના સંચામાં ઘડાઈને આવે છે. એટલે પછી દીવાસળી કે ટાંકણીથી કરી કાચના ઝુમ્મરની શી વાત કરવી ? મારો જવાબ તો એક જ છે. જ્યરે એ બધી વસ્તુ સંચાની નહોતી બની ત્યારે હિંદ શું કરતું હતું ? તેવું તે આજે પણ કરશે . જ્યાં સુધી હથે ટાંકણી ન બનાવીએ ત્યાં લગી ટાંકણી વિના ચલાવીશું. હાંડીઝુમ્મરને ટાંગી દઈશું. કોડિયામાં તેલ નાખી આપણા ખેતરમાં પાકેલા રૂની વાટ વણી બત્તી કરીશું. તેમ કરતાં આંખ બચ્શે, પૈસો બચશે ને સ્વદેશી રહીશું, થઈશું, સ્વરાજની ધુણી ધખાવીશું.
EditorIndeed, even our gods come to us shaped by machines in Germany. So why speak of matches or pins, let alone glass chandeliers? My answer is just one. What did India do before all these things were made by machine? It will do the same today. Until we make pins by hand, we shall do without pins. We shall put away the lamps and chandeliers. We shall pour oil into clay lamps and twist wicks from cotton grown in our own fields. That way we shall save our eyes, save our money, stay swadeshi and become swadeshi, and keep the sacred fire of swaraj burning.
આ બધું બધા માણસો એકી વખતે કરશે અથવા તો એકી વખતે કેટલાક માણસો બધી સંચાની વસ્તુઓ છોડી દેશે. એમ બનવાનું નથી. પણ તે વિચાર ખરો હશે તો આપણે હમેશાં શોધ કરીશું, હમેશાં થોડી થોડી વસ્તુ મૂકતા જઈશું; તેમ કરતાં બીજા પણ કરશે. પ્રથમ તે વિચાર બંધાવાની જરૂર છે; પછી તે પ્રમાણે કાર્ય થશે. પ્રથમ એક જ માણસ કરશે; પછી દસ, પછી સો. એમ નાળિયેરની વાત માફક વધ્યા જ કરશે. જે મોટા કરે છે તે નાના કરે છે ને કરશે. સમજીએ તો રમત ઘણી ટૂંકી ને સહેલી છે. નીજો કરે ત્યાં લગી મારે તમારે રાહ જોવાની નથી. આપણે તો સમજીએ કે તુરત શરૂ કરી જ દેવાનું. નહીં કરે તેની ગાંઠ જશે. સમજશે છતાં નહીં કરે તે તો માત્ર દંભી ગણાશે.
Not that everyone will do all this at once, or that some people will give up all machine-made things at once. That will not happen. But if the idea is right, we shall always keep searching, always keep dropping one thing after another, little by little; and as we do, others will do it too. First the idea needs to take hold; then the action will follow. First one man will do it; then ten; then a hundred. So it will keep growing, as in the tale of the coconut. What the great do, the small do and will do. If we understand it, the game is very short and simple. You and I need not wait until others do it. As soon as we understand, we must start at once. Whoever does not will be the loser. Whoever understands and still does not will simply be counted a hypocrite.
Editorઆ સવાલ તમે બહુ મોડો પૂછ્યો. એ સવાલમાં હવે કંઈ જીવ રહ્યો નથી. રેલે જો આપણો નાશ કર્યો છે તો વળી ટ્રામ શું નથી કરતી ? સંચો એ તો રાફડૉ છે. તેમાં એક સર્પ ન હોય પણ સેંકડો, એકની પાછા બીજા, એમ લાગેલું જ છે. જ્યાં સંચા ત્યાં મોટાં શહેર. જ્યાં મોટાં શહેર ત્યાં ટ્રામગાડી ને રેલગાડી. ત્યાં જ વીજળીની બત્તીની જરૂર હોય. ઇંગ્લંડમાં પણ ગામડાંઓમાં વીજળીની બત્તી કે ટ્રામ નથી એ તમે જાણતા હશો. પામાણિક વૈદ અને દાક્તરો તમને કહી આપશે કે જ્યાં રેલગાડી, ટ્રામગાડી વગેરે સાધનો વધ્યાં છે ત્યાં લોકોની તંદુરસ્તી બગડેલી હોય છે. મને યાદ છે કે એક શહેરમાં જ્યારે પૈસાની તંગી આવી ત્યારે ટ્રામની, વકીલની તથા દાક્તરની આવક ઘટી ને લોકો તંદુરસ્ત થયા.
EditorYou have asked that question too late. There is no life left in it now. If the railways have destroyed us, will the trams do any less? Machinery is a snake’s nest. In it there is not one snake but hundreds, one after another. Where there are machines, there are big cities. Where there are big cities, there are tramcars and railways. Only there is electric light needed. You probably know that even in England the villages have no electric light or trams. Honest physicians, Indian and Western, will tell you that wherever railways, tramcars and such conveniences have multiplied, people’s health has suffered. I remember that in one city, when money grew scarce, the earnings of the trams, the lawyers and the doctors fell, and the people grew healthier.
સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો; અવગુણનો તો ચોપડો ચીતરી શકું છું.
I cannot recall a single merit of machinery; I could fill a whole ledger with its faults.
Readerઆ બધું લખેલું સંચાની મદદથી છપાશે, તેની મદદથી વહેંચાશે, એ સંચાનો ગુણ કે અવગુણ ?
ReaderAll this that has been written will be printed with the help of machinery and distributed with its help. Is that a merit of machinery or a fault?
Editorઝેરથી ઝેરનો નાશ થવાનો આ દાખલો છે. એ કંઈ સંચાનો ગુણ નથી. સંચો મરતાં મરતાં બોલી જાય છે કે સાંભળજો ને ચેતજો; મારામાંથી તમે લાભ નથી લેવાના. આટલો જે ઠીક પ્રયાસ સંઘે કર્યો કહેવાય તે પણ માત્ર સંચાની જાળમાં ફસાયેલા છે તેને જ સાચું પડે છે.
EditorThis is a case of poison destroying poison. It is no merit of machinery. Machinery, as it is dying, says as it goes: listen and beware—you will get no good from me. And even the little useful effort that machinery can be said to have made holds good only for those already caught in its net.
પણ મૂળ વાત ન ભૂલજો. સંચો એ ખરાબ વસ્તુ છે એ મનમાં ઠસાવવું. પછી આપણે તેનું ધીમે ધીમે છેદન કરીશું. એવો સરળ રસ્તો કુદરતે ઘડ્યો જ નથી કે જે વસ્તુની આપણને અભિલાષા થઈ કે તુરત પ્રાપ્ત થાય. સંચાની ઉપર આપણી મીઠી નજરને બદલે ઝેરી નજર પડશે તો છેવટે તે જશે જ.
But do not forget the main point. Get it firmly into your head that machinery is a bad thing. Then we shall gradually cut it out. Nature has made no easy road on which whatever we desire is ours the moment we desire it. If we look on machinery with a poisoned eye instead of a fond one, it will go in the end.
20. Conclusion
છુટકારો · What the English should be told, and what each Indian who wants swaraj must do, beginning now.
Readerતમારા વિચાર ઉપરથી હું એમ જોઉં છું કે તમે ત્રીજો પક્ષ સ્થાપવા માગો છો. તમે એક્સ્ટ્રીમિસ્ટ નહીં, તેમ મૉડરેટ નહીં.
ReaderFrom your views I see that you want to found a third party. You are neither an Extremist nor a Moderate.
Editorએ ભૂલ થાય છે. મારા મનમાં ત્રીજા પક્ષનો વિચાર રહેતો જ નથી. બધાના વિચાર સરખા નથી હોતા. મૉડરેટમાં બધા એક જ વિચારના છે એમ નથી ધારવાનું. જેને નોકરી કરી છૂટવું છે તેને પક્ષ કેવા? હું તો મૉડરેટની સેવા કરું, તેમ જ એક્સ્ટ્રીમિસ્ટની. જ્યાં તેઓના વિચારથી મારો મત નોખો પડે ત્યાં હું તેઓને વિનયપૂર્વક જણાવું ને મારું કામ કર્યે જાઉં.
EditorThat is a mistake. I have no thought of a third party. Not everyone thinks alike. You must not suppose that the Moderates all hold one and the same view. What parties can there be for one who only wants to do his service? I would serve the Moderates, and the Extremists too. Where my opinion differs from theirs, I would tell them so politely and go on with my work.
Readerત્યારે તમારે બંનેને કહેવું હોય તો શું કરો?
ReaderThen if you had something to say to both, what would you say?
Editorએક્સ્ટ્રીમીસ્ટને હું કહું કે તમારો હેતુ હિંદને સારુ સ્વરાજ મેળવવાનો છે. સ્વરાજ તમારું મેળવ્યું મળે તેમ નથી. સ્વરાજ તો સહુએ સહુનું લેવું જોઇએ - કરવું જોઇએ.બીજા મેળવે તે સ્વરાજ્ય નથી, પણ પરરાજ્ય છે. એટલે તમે અંગ્રેજને કાઢીને સ્વરાજ લીધું એમ ધારો તો તે ઠીક નથી. ખરું સ્વરાજ જે તમે માગો છો તે તો હું અગાઉ જણાવી ગયો છું તે જ હોવું જોઇએ. તે તમે દારૂગોળાથી કદી લેવાના નથી. દારૂગોળો હિંદને સદે તેવી વસ્તુ નથી. વાસ્તે સત્યાગ્રહ ઉપર જ ભરોસો રાખો. મનમાં એવો વહેમ પણ ન લાવો કે આપણને સ્વરાજ મળવામાં દારૂગોળાની જરૂર છે.
EditorI would say to the Extremists: your aim is to win swaraj for India. Swaraj is not something you can win for others. Each must take it—make it—for himself. What others win for us is not self-government but foreign rule. So if you think that by driving out the English you have won swaraj, you are wrong. The true swaraj you are asking for must be what I described earlier. You will never win it with gunpowder. Gunpowder is not a thing that suits India. So rely on satyagraha alone. Do not even harbor the superstition that we need gunpowder to win swaraj.
મૉડરેટને કહું કે આપણે માત્ર આજીજી કરવા માગીએ છીએ તે તો આપણી હીણપત છે. તેમાં આપણે આપણી હલકાઈ કબૂલ કરીએ છીએ. અંગ્રેજી સંબંધની જરૂર છે જે એમ કહેવું એ આપણે ઇશ્વરના ચોર થયા બરોબર છે.આપણને ઇશ્વર સિવાય કોઈની જરૂર છે એમ તો કહેવું ઘટે નહીં. વળી સાધારણ વિચાર કરતાં પણ એમ કહેવું કે અંગ્રેજ વિના હાલ તો ન જ ચાલે, એ અંગ્રેજને અભિમાની કરવા જેવું છે.
I would say to the Moderates: wanting merely to petition is a degradation. In it we admit our own inferiority. To say that we need the English connection is as good as making ourselves thieves in the sight of God. We ought not to say that we need anyone but God. Moreover, even on ordinary reflection, to say that for now we simply cannot do without the English is to make the English proud.
અંગ્રેજ ગાંસડી બાંધીને ચાલ્યા જશે તો કંઈ હિંદુસ્તાન રાંડશે એમ જાણવાનું નથી. તેમ થતાં જેઓ દાબથી બેસી રહ્યા હશે તે લડશે એવો સંભવ છે. ભરનીંગળને દાબવાથી કશો ફાયદો નથી. તે તો ફૂટ્યે જ છૂટકો. એટલે જો આપણે માંહોમાંહે લડવાનું સરજ્યું હશે તો લડી મરીશું. તેમાં બીજાએ નબળાને બચાવવાના બહાનાથી પડવાની જરૂર નથી. તેમાં તો આપણું નખોદ વળ્યું છે. નબળાનો એમ બચાવ કરવો તે નબળાને વધારે નબળા બનાવવા જેવું છે. આ વિચાર મૉડરેટે બરોબર કરવો ઘટે છે. તે વિના સ્વરાજ હોય નહીં. એક અંગ્રેજી પાદરીએ કહેલા શબ્દો તેઓને હું યાદ આપીશ કે,"આપણે સ્વરાજ્ય ભોગવતાં અંધેર હોય તે સહન કરવા જેવું છે, પણ પરરાજ્યની સફાઈ તે દરિદ્રતા છે.' માત્ર તે પાદરીના સ્વરાજનો ને હિંદના સ્વરાજનો અર્થ જુદો છે.
We need not suppose that if the English pack their bundles and leave, India will be widowed. It is possible that those who have been kept down by pressure will then fight. There is no good in pressing down a boil full of pus. It must burst. So if we are fated to fight among ourselves, we shall fight and die. No one else need step in on the pretext of protecting the weak. That is exactly what has ruined us. To protect the weak in that way is to make them weaker still. The Moderates should think this through properly. Without it there can be no swaraj. I would remind them of the words of an English clergyman: “The disorder we may have under self-government is worth bearing; but the tidiness of foreign rule is poverty.” Only, that clergyman’s swaraj and India’s swaraj mean different things.
આપણે ગોરાનો કે હિંદીનો - કોઈનો જુલમ કે દાબ માગતા નથી, બધાને તરતાં શીખવા શીખવવાનુ છે.
We want no one’s tyranny or pressure, white or Indian; all of us must learn to swim, and teach others to swim.
આમ બને તો એક્સ્ટ્રીમિસ્ટ તથા મૉડરેટ બંને મળે - મળી શકે - મળવા જોઇએ; એકબીજાથી બીવાની કે અવિશ્વાસ રાખવાની જરીર નથી.
If that happens, the Extremists and the Moderates will come together—can come together—must come together; there is no need for them to fear or distrust each other.
What to say to the English
The Editor tells the English they may stay only as servants of India, on India’s terms.
Readerએટલું તમે બે પક્ષને કહો. અંગ્રેજને શું કહેશો?
ReaderThat much you would say to the two parties. What will you say to the English?
Editorતેમને હું વિનયપૂર્વક કહીશ કે તમે મારા રાજા ખરા. તમે તમારી તલવારથી છો કે મારી ઈચ્છાથી છો, એ સવાલની ચર્ચા મારે કરવાની જરૂર નથી. તમે મારા દેશમાં રહો તેનો પણ મને દ્વેષ નથી. પણ તમારે રાજા છતાં નોકર થઇ ને રહેવું પડશે. તમારૂં કહ્યું અમારે નહીં,પણ અમારું કહ્યું તમારે કરવું પડશે. આજ લગી તમે આ દેશમાંથી જે ધન લઇ ગયા તે તમને પચ્યું પણ. હવે તમે તેમ કરશો તે નહીં ફાવે. તમે હિંદુસ્તાનનું સિપાઈગરું કરવાની ઈચ્છા રાખો તો રહી શકાય તેવું છે. તમારે અમારી સાથે વેપારની લાલચ છોડવી. તમે જે સુધારાની હિમાયત કરો છો તેને અમે કુધારો જાણીએ છીએ. અમારા સુધારાને અમે તમારા કરતાં અત્યંત ચઢિયાતો માનીએ છીએ. તેમ તમને સૂઝી આવે તો તમારો લાભ છે.
EditorI would tell them politely: you are indeed my rulers. Whether you rule by your sword or by my consent is a question I need not discuss. Nor do I resent your living in my country. But though you are rulers, you will have to live as servants. It will not be for us to do as you say, but for you to do as we say. Until now the wealth you have taken out of this country has agreed with you. From now on, if you go on doing so, it will not go well with you. If you wish to serve as India’s soldiers, you may stay. You must give up the lure of trade with us. The civilization you champion we know to be uncivilization. We hold our civilization to be far superior to yours. If you come to see it so, it is to your advantage.
તેમ તમને ન સૂઝે તો પણ તમારી જ કહેવત પ્રમાણે તમારે અમારા દેશમાં દેશી થઇને રહેવું જોઈશે. તમારાથી અમારા ધર્મને બાધ આવે તેમ ન થવું જોઈએ. તમારો ધર્મ છે કે, તમારે રાજ્યકર્તા હોઈ હિંદુના માનને ખાતર ગાયના માંસનો આહાર છોડવો અને મુસલમાનના માનને ખાતર તમારે બૂરા જનાવરનો આહાર છોડવો. અમે દબાયેલા તેથી બોલી શક્યા નથી, પણ અમારી લાગણી નથી દુખાઈ એમ તમારે સમજવાનું નથી. અમે સ્વાર્થ કે બીજા ભયથી તમને કહી નથી શક્યા, પણ હવે કહેવું એ અમારી ફરજ છે. તમે સ્થાપેલી નિશાળો અને અદાલતો કંઈ કામની નથી એમ અમે માનીએ છીએ. તેને બદલે અમારી અસલી અદાલતો ને શાળાઓ હતી તે અમારે જોઈશે.
Even if you do not see it so, then, by your own proverb, you must live in our country as natives of it. Nothing you do should stand in the way of our religion. It is your duty, as rulers, to give up eating beef out of respect for the Hindus, and to give up eating the animal they abhor out of respect for the Muslims. We were held down, so we could not speak; but you must not think our feelings were not hurt. We could not tell you, out of self-interest or some other fear, but now it is our duty to tell you. We believe the schools and courts you have set up are of no use. In their place we shall want our own old courts and schools.
હિંદુસ્તાનની ભાષા અંગ્રેજી નથી પણ હિંદી છે. તે તમારે શીખવી ઘટશે ને અમે તો તમારી સાથે વ્યવહાર અમારી જ ભાષામાં રાખી શકીશું.
The language of India is not English but Hindi. You will have to learn it, and we for our part shall deal with you in our own language only.
તમે રેલવે અને સોલ્જરોમાં અખૂટ પૈસા વાપરો છો તે અમે દેખી શકતા નથી, તેની અમને જરૂર નથી જણાતી. રશિયાની બીક તમને હશે, અમને નથી. તે આવશે ત્યારે અમે જોઈ લઈશું; તમે હશો તો આપણે સાથે જોઈ લઇશું. અમારે વિલાયતી કે યુરોપી કાપડ ન જોઇએ. આ દેશમાં પેદા થયેલી વસ્તુઓથી અમે ચલાવી લઇશું. તમારાથી એક આંખ માંન્ચેસ્ટર ઉપર ને બીજી અમારી ઉપર, એમ નહીં પરવડે. તમારો અને અમારો એક જ સ્વાર્થ છે એમ તમે વર્તો ત્યારે સાથ ચાલી શકે.
We cannot bear to see you spend endless money on railways and soldiers; we see no need for them. You may be afraid of Russia; we are not. When she comes, we shall deal with her; if you are here, we shall deal with her together. We want no English or European cloth. We shall make do with what is produced in this country. You cannot keep one eye on Manchester and the other on us. We can go together when you act as though your interest and ours are one.
તમારી સાથે આ વાત તોછડાઈથી નથી કરી. તમારી પાસે હથિયારબળ છે, નૌકાસૈન્ય ભારે છે. તેની સામે અમે તેવા જ બળથી નહીં લડી શકીએ. પણ જો અમને ઉપલી વાત કબૂલ નહીં હોય તો અમે તમારી સાથે નહીં રમીએ. તમારી મરજીમાં આવે તો અને બને તો તમે અમને કાપજો; મરજીમાં આવે તો તોપે ઉડાવજો. અમને જે પસંદ નથી તે તમે કરો તેમાં અમે તમને મદદ નથી કરવાના, ને અમારી મદદ વિના તમારાથી ડગ ભરી શકાય તેમ નથી.
I have not said this to you rudely. You have the force of arms and a mighty navy. We cannot fight you with the same kind of force. But if you will not accept what I have said, we will not play with you. If you please, and if you can, cut us down; if you please, blow us from the mouths of cannon. We will not help you do what we do not like, and without our help you cannot take a single step.
આ વાત તમે તમારી સત્તાના મદમાં હસી કાઢશો એવો સંભવ છે. આજકાલમાં તમારું હસવું મિથ્યા છે એમ તો તમને વખતે નહીં દેખાડી શકાય, પણ જો અમારામાં દમ હશે તો તમે જોશો કે તમારો મદ નકામો છે ને તમારું હસવું વિપરીત બુધ્ધિની નિશાની હતું.
અમે તો માનીએ છીએ કે તમે હાડે ધર્મી પ્રજાના માણસ છો. અમે તો ધર્મસ્થાનમાં જ વસી છીએ. તમે ને અમે કેમ સાથે થયા તે વિચારવું ફોકટ છે. પણ આપણા સંબંધનો આપણે બંને સદુપયોગ કરી શકીએ છીએ.
You may well laugh this off, drunk with your power. Perhaps we cannot show you right away that your laughter is hollow; but if we have any mettle, you will see that your intoxication is useless and that your laughter was the sign of a mind turned against itself.
We believe that at heart you belong to a religious people. We ourselves live in the very home of religion. It is idle to ask how you and we came together. But we can both make good use of our relationship.
તમે હિંદમાં આવનાર અંગ્રેજો તે અંગ્રેજી પ્રજાનો ખરો નમૂનો નથી. તેમ અમે અર્ધા અંગ્રેજ જેવા બનેલા હિંદીઓ પણ ખરી હિંદી પ્રજાનો નમૂનો કહેવાઈ શકતા નથી. અંગ્રેજી પ્રજા જો બધું સમજે તો તમારા કાર્યની સામે થાય. હિંદી પ્રજાએ તો તમારી સાથે સંબંધ થોડો જ રાખ્યો છે. તમે જો તમારો સુધારો જે કુધારો છે, તેને છોડી તમારા ધર્મનું શોધન કરશો તો તમે જોશો કે અમારી માગણી બરોબર છે. એ જ રીતે તમારાથી હિંદુસ્તાનમાં રહેવાય. એમ તમે રહો તો તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશુ, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો. આમ કરતાં આપણે લાભ લઇશું ને દુનિયાને લાભ કરીશું. પણ તે તો જ્યારે આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નકાય ત્યારે જ બને.
You English who come to India are not true samples of the English people. Nor can we half-anglicized Indians be called true samples of the Indian people. If the English people understood everything, they would oppose what you are doing. The Indian people have had very little to do with you. If you give up your civilization, which is uncivilization, and search your own religion, you will see that our demand is just. Only so can you live in India. If you live here so, we shall learn the little we have to learn from you, and you will learn the great deal you have to learn from us. In doing so we shall benefit ourselves and benefit the world. But that can happen only when the root of our relationship is planted in the field of religion.
Readerઅત્યારે તો તમે જે અર્થમાં વાપરો છો તે જ પ્રજા; એટલે જેઓ યુરોપી સુધારાથી ખરડાયેલા છે, જેઓ સ્વરાજનો ધ્વનિ કાઢી રહ્યા છે તે.
ReaderFor now, the nation in the sense you have been using the word: those who have been tainted by European civilization, who are raising the cry of swaraj.
Editorઆ પ્રજાને હું કહીશ કે જે હિંદીને ખરી ખુમારી ચઢી હશે તે જ ઉપર પ્રમાણે અંગ્રેજને કહી શકશે ને તેઓના રુઆબમાં નહીં દબાય.
ખરી ખુમારી તો તેને જ ચઢે છે જે જ્ઞાનપૂર્વક માને કે, હિંદી સુધારો તે સર્વોપરી છે ને યુરોપી સુધારો તે ત્રણ દહાડાનો તમાશો છે. એવા સુધારા તો કંઈ થઈ ગયા ને રોળાયા; કંઈ થશે ને રોળાશે.
ખરી ખુમારી તેને જ રહેશે કે જે હિંદી અત્યારની દયામણી દશાથી બહુ જ અકળાયો હશે ને જેણે ઝેરનો પ્યાલો પહેલેથી જ પી લીધો હશે.
EditorTo this nation I would say: only the Indian who has the true intoxication in him will be able to speak to the English as I have done, and will not be cowed by their authority.
The true intoxication comes only to one who believes, with full understanding, that Indian civilization is supreme and European civilization a three days’ show. Many such civilizations have come and been trampled into the dust; many more will come and be trampled.
The true intoxication will stay only with the Indian who is utterly sick of our present pitiable state and who has already drunk the cup of poison.
Who has the strength to take swaraj
A numbered list of what lawyers, doctors, the rich and all Indians must do.
તેવો હિંદી એક જ હશે તો તે પણ ઉપર મુજબ અંગ્રેજને કહેશે અને તે અંગ્રેજને સાંભળવું જોઈશે.
ઉપરની માગણી તે માગણી નથી, પણ હિંદીના મનની દશા સૂચવે છે. માગ્યું નહીં મળે; લીધું લેવાશે. લેવાનું બળ જોઈશે. તે બળ તો તેને જ હશે કે -
(૧) જે અંગ્રેજી ભાષાનો ઉપયોગ ન ચાલતાં જ કરશે.
(૨) જે વકીલ હોઈ પોતાની વકીલાત છોડી દેશે ને પોતે ઘરમાં રેંટિયો લઈ લૂગડાં વણશે.
(૩) જે વકીલ હોઈ પોતાનું જ્ઞાન માત્ર લોકોને સમજાવવામાં ને અંગ્રેજોની આંખ ઉઘાડવામાં ગાળશે.
If there is even one such Indian, he will speak to the English as above, and the English will have to listen.
What I have set out above is not a demand; it shows the state of mind of the Indian. It will not be had by asking; it will be had by taking. It will take strength to take it. And that strength will belong only to one who—
(1) uses English only when there is no other way.
(2) being a lawyer, gives up his practice, takes up the spinning-wheel at home and makes his own cloth.
(3) being a lawyer, spends his knowledge only in explaining things to the people and opening the eyes of the English.
(૪) જે વકીલ હોઈ વાદી પ્રતિવાદીના કજિયામાં પડશે નહીં, પણ અદાલતોને તજશે ને પોતાના અનુભવે લોકોને તે છોડવાનું સમજાવશે.
(૫) જે વકીલ હોવા છતાં, જેમ વકીલપણું છોડશે, તેમ જડજપણું પણ છોડશે.
(૬) જે દાક્તર હોઈ પોતાનો ધંધો તજશે ને સમજશે કે લોકોનાં ચામ ચૂંથવા કરતાં લોકોના આત્માને ચૂંથી તેનું સંશોધન કરી તેમને સાજા બનાવવા.
(4) being a lawyer, does not meddle in the quarrels of plaintiffs and defendants, but abandons the courts and, from his own experience, persuades the people to leave them.
(5) being a lawyer, gives up the bench just as he gives up the bar.
(6) being a doctor, abandons his profession and understands that, rather than rummaging in people’s hides, he should probe their souls, purify them and so make them whole.
(૭) જે દાક્તર હોઇ સમજશે કે પોતે ગમે તે ધર્મનો હોય છતાં જે ઘાતકીપણું જીવો ઉપર અંગ્રેજી વૈદકશાળાઓમાં વાપરવામાં આવે છે તે ઘાતકીપણા દ્વારા શરીર સાજું થતું હોય તોપણ તે ન થાય ને માંદું રહે તે ઠીક છે.
(7) being a doctor, understands that, whatever his religion, it is better for the body to stay ill than to be cured through the cruelty practiced on living creatures in the English medical schools.
(૮) જે દાક્તર હોવા છતાં રેંટિયો પોતે પણ લેશે ને લોકો જે માંદા હશે તેમને તેમની માંદગીનું કારણ બતાવી તે કારણ દૂર કરવા કહેશે; પણ નકામી દવાઓ આપી તેમને પંપાળશે નહીં. તે સમજશે કે નકામી દવા નહીં લેતાં તેવાં માંદાનું શરીર પડી જશે તો દુનિયા રંડાવાની નથી, ને તે માણસની ઉપર ખરી દયા ગણાશે.
(૯) જે ધનાઢ્ય હશે છતાં પોતાના પૈસાની દરકાર રાખ્યા વિના જે મનમાં છે તે જ બોલશે ને ચમરબંધીની પરવા નહીં રાખે.
(8) though a doctor, takes up the spinning-wheel himself, shows the sick the cause of their illness and tells them to remove it, but does not coddle them with useless medicines. He will understand that if, for want of useless medicine, the body of such a sick person perishes, the world will not be widowed, and that this will be true compassion toward that person.
(9) though wealthy, says exactly what is in his mind without a thought for his money, and does not care a straw for the mightiest grandee.
(૧૦) જે ધનાઢય હોઈ પોતાનો પૈસો રેંટિયો સ્થાપવામાં વાપરશે ને પોતે માત્ર સ્વદેશી માલ પહેરી, વાપરી બીજાને ઉત્તેજન આપશે.
(૧૧) બધા હિંદી સમજશે કે આ સમય પશ્ચાતાપનો, પ્રાયશ્ચિતનો, શોકનો છે.
(૧૨) બધા સમજશે કે અંગ્રેજોનો દોષ કાઢવો તે વ્યર્થ છે. તેઓ આપણે વાંકે આવ્યા, આપણે વાંકે રહ્યા છે ને આપણો વાંક દૂર થયે જશે કે બદલાશે.
(૧૩) બધા સમજશે કે શોકદશામાં મોજશોખ હોઈ ન શકે; જ્યાં સુધી આપણને ચેન નથી ત્યાં સુધી આપણે જેલમાં કે દેશપાર હોઈએ તે ઠીક છે.
(10) being wealthy, spends his money on setting up spinning-wheels, and encourages others by wearing and using only swadeshi goods himself.
(11) All Indians will understand that this is a time of repentance, of atonement, of mourning.
(12) All will understand that it is useless to blame the English. They came through our fault, they stay through our fault, and when our fault is removed they will go or they will change.
(13) All will understand that in a time of mourning there can be no luxury; that as long as we have no peace, it is right that we should be in jail or in exile.
(૧૪) બધા હિંદી સમજશે કે આપણે લોકોને સમજાવવાને ખાતર જેલમાં ન જવાય તેવી સાવચેતી રાખવી એ તદ્દન મોહ છે.
(૧૫) સહુ સમજશે કે કહેવા કરતાં કરવાની અસર અજબ થાય છે; નીડર થી જે મનમાં છે તે બોલવું જ ને તે બોલતાં પરિણામ આવે તે સહેવું; ત્યારે તો આપણે આપણા બોલવાની છાપ પાડી શકીએ.
(૧૬) બધા હિંદી સમજશે કે આપણે દુઃખ સહન કરીને જ બંધન છોડાવી શકીશું.
(14) All Indians will understand that to take care to stay out of jail so that we can go on enlightening the people is pure delusion.
(15) All will understand that doing has a far more wonderful effect than saying; that we must say fearlessly what is in our minds and bear whatever comes of saying it; only then can our words make their mark.
(16) All Indians will understand that only by suffering can we free ourselves from bondage.
(૧૭) બધા હિંદી સમજશે કે આપણે જે પાપ અંગ્રેજોને તેમના સુધારામાં ઉત્તેજન આપીને કર્યું છે તેનું નિવારણ કરવા દેહાંત લગી આંદામાનમાં રહીએ તો જરાયે વધારે પડતું નથી થયું.
(૧૮) બધા હિંદી સમજશે કે કોઈ પણ પ્રજા દુઃખ વેઠ્યા વિના ચઢી નથી. રણસંગ્રામમાં પણ કસોટી તે દુઃખ છે, બીજાને મારવા તે નથી. તેમ જ સત્યાગ્રહ વિશે છે.
(17) All Indians will understand that, to atone for the sin we have committed by encouraging the English in their civilization, it would not be in the least too much if we were to stay in the Andamans till we die.
(18) All Indians will understand that no nation has ever risen without suffering. Even on the battlefield the test is suffering, not killing others. So it is with satyagraha.
(૧૯ )બધા હિંદી સમજશે કે 'બીજા કરે ત્યારે આપણે કરીશું' એ ન કરવાનું બહાનું છે. આપણને સારું લાગે છે વાસ્તે આપણે કરો, બીજાને ભાસશે ત્યારે તે કરશે; એ જ કરવાનો રસ્તો છે. મને સ્વાદિષ્ટ ભોજન જોવામાં આવે તે લેતાં હું બીજાંની રાહ નથી જોતો. ઉપર મુજબ પ્રયત્ન કરવો, દુઃખ ભોગવવું એ સ્વાદિષ્ટ ભોજન છે. અકળાઈને કરવું, દુઃખ ઉઠાવવું તે વેઠમાત્ર છે.
(19) All Indians will understand that “we shall do it when others do” is an excuse for not doing it. We should do it because we think it right; others will do it when they see it so; that is the way to do it. When I see a delicious meal, I do not wait for others before I eat. Making the effort described above and bearing suffering—that is a delicious meal. To do it grudgingly, to bear suffering under protest, is mere forced labor.
Readerઆમ સૌ ક્યારે કરે ને ક્યારે આરો આવે?
ReaderWhen will everyone do all this, and when shall we reach the shore?
The argument in brief
Swaraj is rule over our own minds; its key is satyagraha, and it needs swadeshi.
Editorતમે વળી ભૂલ્યા. સૌની સાથે મારે ને તમારે પરવા નથી. 'આપ આપકી ફોડિયો, મેં મેરી સમાલતા હું' એ સ્વાર્થવચન ગણાય છે. પણ તે પરમાર્થવચન છે. હું મારું ઉજાળીશ તો જ બીજાનું કરીશ.મારું કર્તવ્ય મારે કરી લેવું તેમાં બધી કાર્યસિધ્ધિ આવે છે.
તમને છોડ્યા પહેલાં વળી હું કઃઈ જવાની રજા લઉં છું -
(૧) સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે.
(૨) તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે.
(૩) તે બળ અજમાવવા સર્વથા સ્વદેશી પકડવાની જરૂર છે.
EditorYou are mistaken again. You and I need not worry about everyone. “Ap apki phodiyo, main meri samalta hun” [You see to your own; I look after mine] is counted a selfish saying. But it is a saying of the highest good. Only when I make my own life shine shall I do anything for others. In doing my own duty lies the accomplishment of everything.
Before I leave you, I take my leave once more with a few words—
(1) Swaraj is the rule of our own minds.
(2) Its key is satyagraha, soul-force or the force of compassion.
(3) To exercise that force we must hold fast to swadeshi in every way.
(૪) જે આપણે કરવા માગીએ છીએ તે અંગ્રેજની ઉપર દ્વેષભાવે નહીં, તેમને દંડ કરવા ખાતર નહીં, પણ તેમ કરવું એ આપણું કર્તવ્ય છે. એટલે જ અંગ્રેજ નિમકવેરો કાઢી નાખે, લીધેલું ધન પાછું આપે, બધા હિંદીને મોટા હોદ્દા આપે, લશ્કર ખેંચી લે, તો કંઈ આપણે તેમના સંચાનું કાપડ પહેરીશું કે અંગ્રેજી ભાષા વાપરીશું અથવા તેમની હુન્નરકળાનો ઉપયોગ કરીશું એમ નથી. તે બધું વસ્તુતઃ એ ન કરવા જેવું છે વાસ્તે નથી કરવાના, એ સમજવાનુ છે.
જે કંઈ મેં કહ્યું છે તે અંગ્રેજના દ્વેષભાવે નહીં, પણ તેમના સુધારાના દ્વેષભાવે કહ્યું છે.
(4) What we mean to do, we do not do out of hatred for the English, nor to punish them, but because it is our duty to do it. So even if the English abolish the salt tax, return the wealth they have taken, give all Indians high posts and withdraw their army, it does not follow that we shall wear their machine-made cloth, use the English language or make use of their industrial arts. We must understand that we are not going to do all that because it is, in fact, not worth doing.
Whatever I have said, I have said not out of hatred for the English but out of hatred for their civilization.
મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જેવું હું સમજયો છું તેવું સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.
I feel that we have taken up the name of swaraj but have not understood what it is. I have tried to explain it as I have understood it. My conscience bears witness that this body is offered up to win such swaraj.